Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી
તેમાં કંઈ પરખ હોય ?
ઉત્તર—આરૂઢ થતાં ઉદયવતી પ્રકૃતિઓનાં ઉદય સમયથી ગુણશ્રેણિના અંત્ય સમય સુધી અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવે છે પરંતુ પડતાં ઉદયાવલિકાના પ્રથમસમયથી અંત્ય સમય સુધી વિશેષહીન-હીન અને ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના અંત્ય સમય સુધી અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવે છે. તેમજ ચડતી વખતે વિશુદ્ધ પરિણામ હોવાથી ગુણશ્રેણિની રચના માટે ઉત્તરોત્તર દરેક સમયે ઉપરની સ્થિતિઓમાંથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. ત્યારે પડતી વખતે સંક્લિષ્ટ પરિણામ હોવાથી અસંખ્યાતગુણહ હીન-હીન દલિકો લાવે છે.
૭૮૫
પ્રશ્ન—૪૪. અગિયારમા ગુણસ્થાનકથી અદ્ધાક્ષયે પડે તો ક્રમશઃ નીચે કયા ગુણસ્થાનક સુધી આવે ?
ઉત્તર—અગિયારમા ગુણસ્થાનકથી મરણના અભાવે જો અદ્ધાક્ષયે પડે તો ક્રમશઃ ૧૦મે, ૯મે, ૮મે, ૭મે આવી છઢે અવશ્ય આવે છે. અને કોઈક આત્મા છઠ્ઠાથી ૫મે અને ત્યાંથી ૪થે પણ આવે છે. તેમજ કોઈક છઠ્ઠા પાંચમા કે ચોથા ગુણસ્થાનકથી સાસ્વાદન ભાવ પામી મિથ્યાત્વે પણ જાય છે.
પ્રશ્ન—૪૫. ઉપશમશ્રેણિથી પડતાં કોઈપણ ગુણસ્થાનકમાં તેમજ સાસ્વાદન ગુણસ્થાનકે આવી કાળ કરે તો કઈ ગતિમાં જાય ?
ઉત્તર—દેવાયુષ્ય સિવાય અન્ય ત્રણ આયુષ્ય બાંધી આત્મા ઉપશમશ્રેણિ કરી શકતો નથી માટે ઉપશમશ્રેણિથી પડતાં કોઈપણ ગુણસ્થાનકે અગર સાસ્વાદનગુણસ્થાનકે આવી કાળ કરે તો અવશ્ય દેવગતિમાં જ જાય, પરંતુ અન્ય કોઈ ગતિમાં ન જ જાય.
પ્રશ્ન—૪૬. અગિયારમા ગુણસ્થાનકે આયુષ્ય પૂર્ણ થાય તો કાળ કરીને ક્યાં ઉત્પન્ન
• થાય ?
ઉત્તર—આ ગ્રંથમાં ઉપશમનાકરણ ગાથા ૮૫ની ટીકામાં બતાવ્યા મુજબ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય, પરંતુ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૬૩માં બતાવ્યા મુજબ દેવગતિમાં અને તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૯ સૂત્ર ૪૯ના ભાષ્ય તથા ટીકામાં જઘન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય એમ બતાવેલ છે. માટે બે મત હોય તેમ લાગે છે.
પ્રશ્ન—૪૭. કર્મપ્રકૃતિકાર તેમજ આ ગ્રંથકાર ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિનો ઉપશમ માનતા નથી પરંતુ વિસંયોજના જ માને છે. તેથી તેઓના મતે ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિ સત્તામાં જ ન હોવાથી ઉપશમશ્રેણિથી પડતાં અનંતાનુબંધિના ઉદયના અભાવે સાસ્વાદનગુણસ્થાનક શી રીતે આવે ?
ઉત્તર—આ મહર્ષિઓના મતે અનંતાનુબંધિના ઉદય વિના પણ મિથ્યાત્વાભિમુખ અવસ્થામાં બાર કષાર્યોના ઉદયથી એક આવલિકા સુધી સાસ્વાદન ગુણસ્થાનક હોય છે, એમ