Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 812
________________ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી ભવે જ મોક્ષે જાય. ૭૮૩ પ્રશ્ન—૩૩. કઈ લેશ્યામાં વર્તતો આત્મા દર્શનત્રિકની ક્ષપણા કરે ? ઉત્તર—જેમ ચારિત્રમોહનીયની ક્ષપણા શુક્લલેશ્યામાં વર્તાતો કરે છે તેમ દર્શનમોહનીયની ક્ષપણા પણ શુક્લલેશ્યામાં વર્તાતો કરે છે. પરંતુ સમ્યક્ત્વ મોહનીયનો ચરમસ્થિતિઘાત થયા બાદ મૃતકરણ અવસ્થામાં એટલે કે સમ્યક્ત્વ મોહનીયને વેદતો હોય ત્યારે પરિણામની હાનિ પણ થાય છે. માટે પરિણામના અનુસારે છમાંથી કોઈપણ લેશ્યમાં વર્તતો હોય છે. પ્રશ્ન—૩૪. ઉપશમશ્રેણિમાં ૯, ૧૦ અને ૧૧મા ગુણસ્થાનકે મોહનીયકર્મની કેટલી સ્થિતિ સત્તા હોય ? ઉત્તર—કર્મપ્રકૃતિચૂર્ણિના હિસાબે—આ ત્રણે ગુણસ્થાનકમાં ક્રમશઃ હીન-હીન હોવા છતાં અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા હોય છે. પ્રશ્ન—૩૫. ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી મતિજ્ઞાનાવરણીય વગેરે બાર દેશઘાતી પ્રકૃતિઓનો જેમ દેશઘાતી ૨સબંધ બતાવ્યો તેમ, મોહનીયકર્મની પ્રકૃતિઓનો દેશઘાતી રસબંધ કેમ ન બતાવ્યો ? અને તેઓનો દેશઘાતી રસબંધ ક્યારે થાય ? ઉત્તર—સંભવતઃ મોહનીયકર્મની બધ્યમાન પ્રકૃતિઓનો છઠ્ઠા ગુણસ્થાનકથી દેશઘાતી રસબંધ શરૂ થાય છે. માટે જ શ્રેણિમાં એ પ્રકૃતિઓનો દેશઘાતી રસબંધ ક્યારે શરૂ થાય છે તે બતાવેલ નથી. એમ મોહનીયકર્મની પ્રકૃતિઓના ઉદય માટે પણ સમજવું. પ્રશ્ન—૩૬. અંતરકરણનાં દલિકો ક્યાં નખાય ? ઉત્તર—જે પ્રકૃતિઓનો કેવળ ઉદય હોય તે પ્રકૃતિઓનાં અંતરકરણનાં દલિકો પોતાની પ્રથમ સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો કેવળ બંધ હોય તેઓનાં દલિકો પોતાની બીજી સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો બંધ-ઉદય બન્ને ચાલુ હોય તેઓનાં દલિકો પોતાની પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિમાં અને જે પ્રકૃતિઓનો બંધ-ઉદય એકે ન હોય તેઓના અંતરકરણનાં દલિકો માત્ર બધ્યમાન સ્વજાતીય પ૨પ્રકૃતિમાં નાખે છે. પ્રશ્ન—૩૭. બે સ્થિતિની વચ્ચે ખાલી જગ્યારૂપ આંતરૂં એટલે કે જે અંતરકરણ છે, તે પ્રથમસ્થિતિ કરતાં નાનું હોય કે મોટું ? ઉત્તર—કર્મપ્રકૃતિ-મૂળ તથા ટીકામાં તો પ્રથમસ્થિતિ કરતાં ખાલી જગ્યારૂપ આંતરૂં ઘણા મોટા અંતર્મુહૂર્તપ્રમાણ હોય એમ બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિચૂર્ણિમાં પ્રથમસ્થિતિથી આંતરૂં સંખ્યાતગુણ મોટું હોય એમ બતાવેલ છે. પ્રશ્ન—૩૮. અલગ અલગ ત્રણ વેદોદયવાળા જીવો ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થાય

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818