Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૮૪
પંચસંગ્રહ-૨
ત્યારે સ્ત્રી તથા નપુંસકવેદની પ્રથમસ્થિતિ કરતાં પુરુષવેદની પ્રથમસ્થિતિ કેટલી મોટી હોય ?
ઉત્તર—સ્રી કે નપુંસકવેદે શ્રેણિ માંડનારને આ બે વેદની પ્રથમસ્થિતિ જેટલી હોય છે તેના કરતાં પુરુષવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદની પ્રથમસ્થિતિ આ ગ્રંથમાં સંખ્યાતગુણ મોટી બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિ-ચૂર્ણિમાં સંખ્યાતભાગ અધિક બતાવેલ છે.
પ્રશ્ન—૩૯. માયાના બંધવિચ્છેદ પછી નવમા ગુણસ્થાનકના અંત સુધી કેવળ બાદર લોભનો જ ઉદય હોય છે, છતાં તે બાદર લોભોદયના ઉદયકાળના બે ભાગ પાડવાનું શું કારણ છે ?
ઉત્તર—બાદર લોભોદય હોવા છતાં તેના પહેલા ભાગમાં અપૂર્વસ્પર્ધકો કરવાની અને બીજા ભાગના કાળમાં સૂક્ષ્મકિટ્ટિઓ કરવાની—એમ અલગ અલગ બે જાતની ક્રિયાઓ થાય છે. તે સમજાવવા માટે બાદર લોભોદયના કાળના બે ભાગ પાડેલ છે.
પ્રશ્ન—૪૦. ઉપશમશ્રેણિમાં કઈ પ્રકૃતિનાં અપૂર્વસ્પર્ધકો તથા કિટ્ટિઓ કરે ?
ઉત્તર—માત્ર સંજ્વલન લોભનાં અપૂર્વસ્પર્ધકો અને કિટ્ટિઓ કરે છે પરંતુ અન્ય કોઈ પ્રકૃતિનાં નહિ.
પ્રશ્ન—૪૧. અગિયારમા ગુણસ્થાનકે કયા કયા કર્મના ઉદય-સત્તા તથા કયાં કયાં કરણો પ્રવર્તે છે ?
ઉત્તર—જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર અને અંતરાય આ પાંચકર્મના ઉદય-સત્તા તથા અપવર્તના, તેમજ ઉદીરણા આ બે કરણો પ્રવર્તે છે. વેદનીયના ઉદય-સત્તા તથા બંધ અને અપવર્ત્તના આ બે કરણ પ્રવર્તે છે. ચારિત્રમોહનીયની માત્ર સત્તા હોય છે. અને જો દર્શનમોહનીયની સત્તા હોય તો તેમાં અપવર્ત્તના અને સંક્રમણ આ બે કરણો પણ પ્રવર્તે છે. તેમજ આયુષ્યના ઉદય-સત્તા અને અપવર્ત્તના પ્રવર્તે છે.
પ્રશ્ન—૪૨. કિટ્ટિઓ કુલ કેટલી કરે અને તે કિટ્ટિઓનો રસ સ્પર્ધકની સમાન હોય કે સ્પર્ધ્વકથી ઓછો હોય ?
ઉત્તર—એક સ્પર્ધ્વકની એક વર્ગણાના અનંતમાભાગપ્રમાણ અનંતી કિટ્ટિઓ કરે છે. દરેક સ્પર્ધકની વર્ગણાઓ સમાન સંખ્યાવાળી હોય છે. તેથી તેમ કહેલ છે. તેમજ પૂર્વ સ્પર્ધકો કરતાં અનંતગુણહીન રસવાળાં અને અનંતમાભાગપ્રમાણ અપૂર્વ સ્પર્હુકો કરે છે. અને અપૂર્વ સ્પર્ધ્વકોથી પણ અનંતગુણહીન રસવાળી અનંતમાભાગ જેટલી કિટ્ટિઓ કરે છે. અપૂર્વ સ્પર્ધકોમાં પૂર્વ સ્પર્ધ્વકો કરતાં અનંતગુણહીન રસ હોવા છતાં દરેક વર્ગણાઓમાં ઇકોતેર ચડતા રસાણુઓનો ક્રમ કાયમ રહે છે. પરંતુ કિક્રિઓમાં ઇકોતેર ચડતા રસાણુઓના ક્રમનો નાશ કરી મોટું મોટું અંતર કરે છે.
પ્રશ્ન—૪૩. ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થતાં અને પડતાં ગુણશ્રેણિ સરખી થાય ? કે