Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી
૭૭૭ પ્રશ્ન–૬. આ બે પ્રકારની ઉપશમનામાંથી અભવ્ય જીવોને કઈ ઉપશમના હોય?
ઉત્તર–સર્વોપશમના અનિવૃત્તિકરણરૂપ ત્રીજા કરણથી જ થાય છે અને અભવ્યજીવોને અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ થતાં નથી માટે તેઓને સર્વોપશમના થતી નથી પરંતુ સત્તાગત સર્વપ્રકૃતિઓમાં દેશોપશમના જ થાય છે.
પ્રશ્ન–૭. જે વખતે જે કર્મોની દેશોપશમના પ્રવર્તે, તે વખતે તે કર્મપ્રકૃતિઓની સર્વોપશમના પ્રવર્તે કે નહિ ?
ઉત્તર–શોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના અથવા દર્શન સપ્તકની અપેક્ષાએ પોતપોતાના અપૂર્વકરણના ચરમસમય સુધી જ પ્રવર્તે છે. અને સર્વોપશમના અનિવૃત્તિકરણમાં અથવા અનિવૃત્તિકરણ કર્યા પછી જ થાય છે. માટે દેશોપશમના હોય ત્યારે સર્વોપશમના ન જ હોય અને સર્વોપશમના હોય ત્યારે તે પ્રકૃતિઓની દેશોપશમના ન જ હોય.
પ્રશ્ન–૮. સર્વોપશમના કોણ અને ક્યારે કરે ?
ઉત્તર–ઉપશમ, ઉપદેશશ્રવણ અને સર્વોપશમનાને યોગ્ય યોગ આ ત્રણ લબ્ધિથી યુક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંક્ષીપંચેન્દ્રિય જીવો અંતર્મુહૂર્વકાળ સુધી જ સર્વોપશમના કરે છે. તે પ્રશ્ન–૯. દશોપશમના કોણ અને ક્યારે કરે ?
ઉત્તર–બધ્યમાન પ્રકૃતિઓની બંધ-આવલિકા વ્યતીત થયા બાદ સત્તાગત સર્વ પ્રકૃતિઓની અપૂર્વકરણ ગુણસ્થાનકના અથવા પોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધીના એકેન્દ્રિયાદિ સર્વ જીવો અનાદિકાળથી દેશોપશમના કરે છે.
પ્રશ્ન–૧૦. ઉપશમનાકરણથી ઉપશાંત થયેલ દલિકો કેટલો કાળ ઉપશાંત રહે ?
ઉત્તર- બન્ને પ્રકારની ઉપશમનાથી ઉપશાંત થયેલ દલિકો અંતર્મુહૂર્તકાળ સુધી જ ઉપશાંત રહે છે. અર્થાત્ અંતર્મુહૂર્ત પછી પુનઃ તે દલિકો અનુપશાંત એટલે બધાં કરણો લાગે તેવાં થઈ જાય છે.
પ્રશ્ન–૧૧. દેશોપશમના કરણપૂર્વક જ થાય કે કરણ વિના પણ થાય ?
ઉત્તર–શોપશમના યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ રૂપ બે કરણોથી થાય અથવા આ બે કરણો કર્યા વિના પણ થાય છે.
પ્રશ્ન–૧૨. મોહનીય કર્મની કઈ પ્રકૃતિઓની સર્વોપશમનાથી કયા ગુણો પ્રગટ થાય
ઉત્તર-દર્શનમોહનીયની સર્વોપશમનાથી ઉપશમ સમ્યક્ત અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓની સર્વોપશમનાથી ઔપથમિક યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થાય છે.