Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 805
________________ પંચસંગ્રહ દ્વિતીય ભાગ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી પ્રશ્ન—૧. ઉપશમનાના મુખ્ય પ્રકાર કેટલા ? અને કયા કયા છે ? ઉત્તર—કરણકૃત અને અકરણકૃત એમ ઉપશમનાના મુખ્ય બે પ્રકાર છે. પ્રશ્ન—૨. અકરણકૃત ઉપશમના એટલે શું ? અને તે આ ગ્રંથમાં કેમ બતાવવામાં આવેલ નથી ? ઉત્તરથાપ્રવૃત્તાદિ કરણો કર્યા વિના નદી-પાષાણ ઘોલગોળના ન્યાય પ્રમાણે વેદનાદિ દ્વારા જે ઉપશમના થાય છે તે અકરણકૃત ઉપશમના કહેવાય છે. અને આ અકરણકૃત ઉપશમનાના સ્વરૂપનું જ્ઞાન કર્મપ્રકૃતિકાર તથા પંચસંગ્રહકાર મહર્ષિઓને ન હોવાથી અથવા તો તે કાળમાં કોઈપણ આચાર્ય ભગવંતોને ન હોવાથી બતાવવામાં આવેલ નથી. પ્રશ્ન—૩. કરણકૃત ઉપશમનાના મુખ્ય પ્રકાર કેટલા ? અને કયા ? અને તે કયા કયા કર્મોની થાય છે ? ઉત્તર—કરણકૃત ઉપશમનાના સર્વોપશમના અને દેશોપશમના એમ મુખ્ય બે પ્રકાર છે. તેમ જ સર્વોપશમના માત્ર મોહનીય કર્મની જ થાય છે અને દેશોપશમના આઠે કર્મોની થાય છે. પ્રશ્ન—૪. સર્વોપશમના એટલે શું ? ઉત્તર—ઉદય, ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચના જેમાં ન થાય, તેમ જ દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ મોહનીયકર્મની પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્ધત્તના અને અપવર્ઝના પણ ન થાય એવી અવસ્થામાં સત્તાગત કર્મને મૂકવાં તે સર્વોપશમના કહેવાય છે. પ્રશ્ન—૫. ઉપશમના સર્વ પ્રકૃતિઓમાં અને તેનાં સર્વ દલિકોમાં જ થાય કે અમુક પ્રકૃતિઓનાં અમુક દલિકોમાં જ થાય ? ઉત્તર—સર્વોપશમના મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓમાં જ થાય અને તે ૨૮ પ્રકૃતિઓનાં સત્તાગત સર્વ દલિકોની થાય છે. માટે જ આ સર્વોપશમનાથી તે તે પ્રકૃતિઓએ દબાવેલ ગુણો પ્રગટ થાય છે માટે તે સર્વોપશમનાને ગુણોપશમના અથવા પ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે. અને દેશોપશમના આઠે કર્મની સત્તાગત સર્વ પ્રકૃતિઓના અમુક અમુક દલિકમાં જ થાય છે. માટે દેશોપશમનાથી તે તે પ્રકૃતિઓએ દબાવેલ ગુણો અથવા આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. તેથી દેશોપશમનાને અગુણોપશમના અથવા અપ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818