Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 807
________________ ૭૭૮ પંચસંગ્રહ-૨ પ્રશ્ન–૧૩. મોહનીયકર્મની સર્વોપશમનાથી ઉપરના પ્રશ્નોત્તરમાં બતાવેલ બે ગુણો જ થાય છે, તો દેશવિરતિ, સર્વવિરતિ, અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકની ક્ષપણા આ ચાર અધિકારો સર્વોપશમનાના અધિકારમાં કેમ બતાવ્યા ? ઉત્તર–ચારિત્ર મોહનીયની સર્વોપશમના કરતાં પહેલાં સર્વવિરતિનો લાભ અને આ આચાર્ય મહારાજ વગેરેના મતે અનંતાનુબંધિની વિસંયોજના અવશ્ય થાય છે. તેમ જ કેટલાક આત્માઓ દેશવિરતિ પામે છે અને કેટલાક દર્શનત્રિકની ક્ષપણા પણ કરે છે તેથી સર્વોપશમનાના અધિકારમાં આ ચાર અધિકારો બતાવેલ હોય તેમ લાગે છે. અથવા મોહનીય કર્મની સર્વોપશમના બતાવતાં દેશવિરતિ અને સર્વવિરતિ ક્રમશઃ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી અને ક્ષાયિકસમ્યક્ત દર્શનસપ્તકના ક્ષયથી પ્રાપ્ત થાય છે. માટે આ ચાર અધિકારો બતાવેલ હોય તેમ લાગે છે. પ્રશ્ન–૧૪. દર્શન મોહનીયની સર્વોપશમના કોણ કરે ? ઉત્તર–પ્રથમ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરનાર અનાદિ મિથ્યાષ્ટિ, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, સંક્ષીપંચેન્દ્રિય અથવા ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થનાર ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના અને મતાન્તરે છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકવાળા ક્ષયોપશમ સમ્યક્તી મનુષ્યો દર્શન મોહનીયની સર્વોપશમના કરે છે. પ્રશ્ન–૧૫. અભવ્ય તેમજ સમ્યક્ત પામનાર ભવ્યજીવનું યથાપ્રવૃત્તકરણ સમાન હોય કે તરતમતાવાળું હોય ? ઉત્તર–અભવ્ય જીવને યથાપ્રવૃત્તકરણના અંતે જે વિશુદ્ધિ હોય છે તેના કરતાં અનંતગુણ વિશુદ્ધિ સમ્યક્ત પ્રાપ્ત કરનાર ભવ્ય જીવને યથાપ્રવૃત્તકરણથી અંતર્મુહૂર્ત પહેલાં હોય છે. અને તે પણ ઉત્તરોત્તર દરેક સમયે અનંતગુણ અધિક હોય છે. તેથી જ અભવ્યજીવના યથાપ્રવૃત્તકરણથી સમ્યક્ત પામનાર ભવ્યજીવનું યથાપ્રવૃત્તકરણ ઘણા જુદા પ્રકારનું હોય છે. કારણ કે બન્નેની વિશુદ્ધિમાં ઘણી જ મોટી (અનંતગુણ પ્રમાણ) તરતમતા હોય છે. પ્રશ્ન-૧૬. કઈ લેશ્યાઓમાં વર્તતા જીવો સમ્યક્ત પામે ? ઉત્તર–મનુષ્યો અને તિર્યંચો તેનો વગેરે ત્રણ શુભ લેગ્યામાં અને દેવોને તથા નારકોને દ્રવ્ય લેશ્યા અવસ્થિત હોવાથી તેઓ પોતપોતાને જે લેગ્યા હોય તે દ્રવ્ય લેગ્યામાં વર્તતા અને ભાવથી તેજો વગેરે ત્રણ શુભ લેશ્યામાં વર્તતા સમ્યક્ત પામે છે. કારણ કે દેવો તથા નારકોને દ્રવ્યલેશ્યા અવસ્થિત હોવા છતાં છ એ ભાવલેશ્યા પરાવર્તન થાય છે. પ્રશ્ન–૧૭. ઉપશમ સમ્યત્વ પ્રાપ્ત કરતાં અપૂર્વકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ પાંચ પદાર્થોમાંથી કેટલા પદાર્થો પ્રવર્તે? ઉત્તર–મિથ્યાદષ્ટિ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે ત્યારે અપૂર્વકરણના પ્રથમ સમયથી

Loading...

Page Navigation
1 ... 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818