Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 809
________________ ૭૮૦ પંચસંગ્રહ-૨ ઉત્તર–અપૂર્વકરણમાં એક એક સ્થિતિઘાત પલ્યોપમના સંખ્યામાં ભાગથી ઓછો ન જ કરે, પરંતુ અનિવૃત્તિકરણના કાળના ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને મિશ્રનો ક્ષય કર્યા પછી સમ્યક્ત મોહનીયનો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઘાતો કરે છે. એમ નવમા ગુણસ્થાનકના કાળના ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી પણ યથાસંભવ નાના મોટા સ્થિતિઘાત કરે છે. પ્રશ્ર–૨૧. સત્તાગત શુભાશુભ બધી પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય કે માત્ર અશુભનો જ થાય? ઉત્તર–આયુષ્ય સિવાય સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિ સંક્ષિપ્ત પરિણામથી થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની જેમ ચાર આયુષ્ય વિના શુભાશુભ બધી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અશુભ ગણાય છે. માટે શુભાશુભ બધી પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય, પરંતુ કેવળ અશુભનો જ નહિ. પ્રશ્ન–૨૨. સત્તાગત શુભાશુભ બધી પ્રકૃતિઓનો રસઘાત થાય કે માત્ર અશુભનો જ થાય? ઉત્તર–શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ અતિવિશુદ્ધ પરિણામે બંધાય છે. માટે બંધની જેમ શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસ પણ શુભ હોય છે. તેથી શુભ પ્રકૃતિઓના રસનો ઘાત કરતો નથી. પરંતુ સત્તાગત કેવળ અશુભ પ્રકૃતિઓના રસનો જ ઘાત કરે છે. અર્થાત આયુષ્ય વિના સત્તાગત સર્વ અશુભ પ્રકૃતિઓના સ્થિતિઘાત અને રસઘાત એમ બન્ને થાય છે. અને સત્તાગત શુભ પ્રકૃતિઓનો માત્ર સ્થિતિઘાત જ થાય છે પણ રસઘાત થતો નથી. પ્રશ્ન–૨૩. ગુણશ્રેણિ એટલે શું? અને તે કેટલાં સ્થાનોમાં દલિક રચના કરે? તેમજ ઉપરનાં સ્થાનોમાંથી દલિકો ઉતારવાની ક્રિયા કેટલો કાળ ચાલે ? ઉત્તર–ઉદયવતી પ્રવૃતિઓની ઉદયસમયથી અને અનુદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્તના સમયમાં અસંખ્યાત ગુણાકારે કરાતી દલિકોની રચના તે ગુણશ્રેણિ કહેવાય છે, અને તે કરવાની ક્રિયા અંતર્મુહૂર્ત સુધી ચાલે છે પ્રશ્ન-૨૪. ગુણશ્રેણિની રચના માટે કયાં સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે? ઉત્તર–ગુણશ્રેણિની રચના માટે ઘાત્યમાન સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે છે એમ કેટલાકનું માનવું છે. પરંતુ ઘાત્યમાન તેમ જ અઘાત્યમાન સઘળાં સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે છે, એમ અન્ય કેટલાક મહર્ષિઓ કહે છે. કેમ કે સ્વસ્થાનમાં રહેલ સ્વભાવસ્થ દેશવિરત અને સર્વવિરત જીવો સ્થિતિઘાત કરતા નથી. પરંતુ ગુણશ્રેણિ કરે છે અને તે ગુણશ્રેણિ પણ પ્રથમ સમ્યત્વની પ્રાપ્તિ કરતાં ક્રમશઃ અસંખ્યાતગુણ દલિતવાળી હોય છે. ઇત્યાદિ યુક્તિઓ પણ આપે છે. પ્રશ્ન-૨૫. અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરવાની ક્રિયાનો કાળ કેટલો? તેમજ તેના

Loading...

Page Navigation
1 ... 807 808 809 810 811 812 813 814 815 816 817 818