Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
નિદ્ધત્તિ નિકાચનાકરણ
૭૨૧ નિકાચિત રૂપે.જે દલિક થાય છે તે અસંખ્યાતગુણ છે અને તે કરતાં યથાપ્રવૃત્તસંક્રમ વડે જે દલિક સંક્રમે છે તે અસંખ્યાતગુણ સંક્રમે છે. ૧૦૩
હવે આઠ કરણોના જે અધ્યવસાયો છે તેઓનું અલ્પબદુત્વ કહે છે –
ठिड्बंधउदीरणतिविहसंकमे होंति संखगुण कमसो । अज्झवसाया एवं उवसामणमाइएसु कमा ॥१०४॥ स्थितिबंधोदीरणात्रिविधसंक्रमेषु भवन्त्यसंख्येयगुणाः क्रमशः ।
अध्यवसाया एवमुपशमनादिषु क्रमात् ॥१०४॥ અર્થબંધન, ઉદીરણા, ત્રિવિધ સંક્રમ અને ઉપશમના આદિના અધ્યવસાયો અનુક્રમે અસંખ્યાતગુણા છે.
ટીકાનુ–અહીં ગાથામાં ગ્રહણ કરેલા સ્થિતિબંધ શબ્દથી સ્થિતિ અને રસના બંધમાં કષાયરૂપ કારણ સરખું હોવાથી અનુભાગબંધ પણ ગ્રહણ કરેલ છે. યોગથી થતા પ્રવૃત્તિ બંધ અને પ્રદેશબંધ અહીં ગ્રહણ કર્યા નથી, તેથી સ્થિતિબંધ એ પદ મૂકેલ છે. એટલે સ્થિતિબંધ અને રસબંધના અર્થાત્ બંધનકરણના હેતુભૂત અધ્યવસાયો અલ્પ છે, તે કરતાં ઉદીરણાને યોગ્ય અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, તે કરતાં ઉદ્વર્તના, અપવર્ણના અને સંક્રમ એ ત્રણેના સમુદિત અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, તેથી ઉપશમનાયોગ્ય અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, તેથી નિદ્ધત્તિ યોગ્ય અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, અને તે કરતાં નિકાચનાયોગ્ય અધ્યવસાયો અસંખ્યાતગુણ છે.
આ પ્રમાણે આઠ કરણનું સ્વરૂપ કહ્યું, અને તે કહીને કર્મપ્રકૃતિ સંગ્રહ સમાપ્ત કર્યો. ૧૦૪
શ્રી કર્મપ્રકૃતિ સંગ્રહ સમાપ્ત. આ પ્રમાણે આચાર્ય શ્રીચંદ્રમહત્તરાચાર્ય વિરચિત મૂળ અને આચાર્યશ્રી મલયગિરિ મહારાજ વિરચિત આઠ કરણની ટીકાનો વઢવાણ શહેર નિવાસી હીરાલાલ દેવચંદે
કરેલો ગુર્જર ભાષાનુવાદ સંપૂર્ણ થયો.
પંચ૦૨-૯૧