Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૩૫
તે થકી સંખ્યાતભાગ સ્વરૂપ પાંચ સમયથી ઉપરના છઠ્ઠા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તે થકી શરૂઆતના બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તે થકી સંખ્યાતભાગના ઉપરના બીજા અર્થાત્ સાતમા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તેનાથી પ્રથમના ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. એમ ઉપર-ઉપરના એક-એક સમયની જઘન્ય અને શરૂઆતના ઉપર-ઉપરના એક એક સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે અનંતગુણ અધિક અધિક હોવાથી વીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી યથાપ્રવૃત્ત કરણના ચરમ સમયરૂપ પચીસમાં સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે
અહીં સર્વ સમયોનાં અધ્યવસાય સ્થાનોની જઘન્ય વિશુદ્ધિ પૂર્ણ થાય છે પરંતુ છેલ્લા ઉપરના એકવીસથી પચીસ સુધીના પાંચ સમય સ્વરૂપ અંતિમ સંખ્યાતભાગના સમય પ્રમાણ અધ્યવસાયોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ બાકી રહે છે. માટે પચીસમા સમયની જઘન્ય વિશુદ્ધિ થકી ચરમ સંખ્યાતમા ભાગના પ્રથમ સમયની અર્થાત્ એકવીસમી સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, તે થકી બાવીસ-ત્રેવીસ-ચોવીસ અને પચીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે એક-એકથી અનંતગુણ હોય છે.
એમ નદીઘોળગોળ પાષાણના ન્યાયે તથાભવ્યત્વના પરિપાકના વશથી ભવ્યો તેમજ અભવ્યો પણ અનેક વાર યથાપ્રવૃત્ત કરણ કરી ગ્રંથિ દેશ સુધી આવે છે અને અભિવ્ય જીવો મોક્ષની શ્રદ્ધા વિના સાંસારિક સુખોની ઇચ્છાથી દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરી શ્રુત સામાયિકનો લાભ મેળવી નવમા રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે પરંતુ સમ્યક્ત વગેરે શેષ ત્રણ સામાયિકો પ્રાપ્ત કરી શકતા નથી. વળી તે અભવ્ય જીવોના તેમજ અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પ્રાપ્ત ન કરનાર ભવ્ય જીવોના યથાપ્રવૃત્તકરણની અપેક્ષાએ આ યથાપ્રવૃત્તકરણ વિલક્ષણ છે તેથી અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પ્રાપ્ત કરનારા ભવ્ય આત્માઓ યથાપ્રવૃત્તકરણ પછી તુરત જ અપૂર્વકરણ કરે છે.
અપૂર્વકરણ આ કરણમાં યથાપ્રવૃત્તકરણની જેમ દરેક સમયે અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અને પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં થોડા અધિક-અધિક અધ્યવસાયો હોય છે. માટે અહીં પણ તિર્મુખી અને ઊર્ધ્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે. તેનું સંપૂર્ણ સ્વરૂપ યથાપ્રવૃત્તકરણમાં બતાવ્યા પ્રમાણે છે. પરંતુ યથાપ્રવૃત્તકરણમાં પૂર્વ-પૂર્વ સમયના અમુક અમુક અધ્યવસાયો જેમ ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં હોય છે તેમ આ કરણમાં હોતા નથી પરંતુ પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં બધા અધ્યવસાયો નવા-નવા જ હોય છે.
તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે જે એકસો અધ્યવસાયો હોય છે તેનાથી તદ્દન ભિન્ન અને અનંતગુણ વિશુદ્ધિવાળા બીજા સમયમાં એકસો-પાંચ, તેનાથી તદ્દન ભિન્ન અનંતગુણ વિશુદ્ધિવાળા ત્રીજા સમયમાં એકસો દશ, ચોથા સમયમાં એકસો પંદર, પાંચમા સમયમાં એકસો વીસ એમ યાવત્ વધતા વધતા આ કરણ અંતિમ સમયરૂપ પચીસમા સમયમાં બસો વીસ (૨૨૦) અધ્યવસાયો હોય છે.
અહીં પણ દરેક સમયોના અધ્યવસાયોમાં યથાપ્રવૃત્તકરણની માફક સૂક્ષ્મ દૃષ્ટિએ