Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૫૯
આવલિકાકાળમાં જ પુરુષવેદની જેમ ઉપશમાવે છે, અને યથાપ્રવૃત્ત સંક્રમથી બધ્યમાન પ્રકૃતિઓમાં સંક્રમાવી સંપૂર્ણ ઉપશાંત કરે છે. એ જ પ્રમાણે માન અને માયાના બંધોદય વિચ્છેદ પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ જે દલિકો અનુપશાંત હોય છે તેઓને તેટલા જ કાળમાં પુરુષવેદની જેમ ઉપશમાવી અને યથાપ્રવૃત્ત સંક્રમથી સંક્રમાવી સંપૂર્ણપણે ઉપશમાવે છે.
લોભના બંધવિચ્છેદ પછીના સમયે જે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિકો અનુપશાંત હોય છે. તેઓને દશમા ગુણસ્થાનકે તેટલા જ કાળમાં સંપૂર્ણપણે સ્વસ્થાનમાં ઉપશમાવે છે. પરંતુ મોહનીય કર્મની કોઈપણ પ્રકૃતિનો બંધ ન હોવાથી સંક્રમાવતો નથી.
સંજવલન ક્રોધના બંધવિચ્છેદ સમયે ચારે સંજવલન કષાયનો સ્થિતિબંધ ચાર માસ પ્રમાણ હોય છે. અને જ્ઞાનાવરણીય વગેરે છ કર્મનો સ્થિતિબંધ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ હોય છે, જે સમયે સંજવલન ક્રોધના બંધોદય-ઉદીરણા વિચ્છેદ થાય છે, તેના પછીના સમયથી માનના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી આ ગુણસ્થાનકે જેટલો કાળ માનનો ઉદય રહેવાનો છે તેટલાથી એક આવલિકા વધારે કાળ સુધીમાં પૂર્વ-પૂર્વના સમયથી પછી-પછીના સમયમાં અસંખ્યાત ગુણાકારે દલિકો ગોઠવી પ્રથમ સ્થિતિ બનાવી તેનો ઉદય કરે છે.
- સંજ્વલન માનોદયના પ્રથમ સમયે માન વગેરે ત્રણેની સ્થિતિબંધ ચાર માસ પ્રમાણ હોય છે અને તે જ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એ ત્રણ માનને ઉપશમાવવાની શરૂઆત કરે છે. જ્યારે માનની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા રહે છે, ત્યારે સંજ્વલન માને અપતગ્રહ થાય છે. માટે તે સમયથી અન્ય પ્રકૃતિનાં દલિકો સંજવલન માનમાં સંક્રમતાં નથી, પરંતુ માયા અને લોભમાં સંક્રમે છે. અને સંજવલન માનની પ્રથમ સ્થિતિ આવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે. તેમજ પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માનનો સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે. અને સંજ્વલન માનના બંધ-ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તેમજ તે સમયે માનની પ્રથમ સ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક વિના સંજવલન માનનું પણ સર્વ દલિક ઉપશાંત થયેલું હોય છે.
સંજવલન માનના બંધવિચ્છેદ સમયે સંજવલન માન વગેરે ત્રણ કષાયની સ્થિતિબંધ બે માસ પ્રમાણ અને શેષ જ્ઞાનાવરણીય વગેરે કર્મોની સંખ્યાતવર્ષ પ્રમાણ હોય છે. સંજવલન માનના બંધવિચ્છેદ પછીના સમયે સંજવલન માયાના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી નવમા ગુણસ્થાનકે જેટલો કાળ માયાનો ઉદય રહેવાનો છે, તેટલાથી આવલિકા અધિક કાળ પ્રમાણ અંતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી ગુણશ્રેણિના ક્રમે ઉદય સમયથી લઈ અસંખ્યાત ગુણાકારે ગોઠવી પ્રથમ સ્થિતિ બનાવી તેને વેદે છે.
માયોદયના પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન આ ત્રણે