Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૬૩
લોભના બેતૃતીયાંશ ભાગ પ્રમાણ કરાયેલ પ્રથમ સ્થિતિની એક આવલિકા અને છેલ્લા બે સમયન્યૂન બે આવલિકા પ્રમાણકાળમાં બંધાયેલ તેમ જ કિટ્ટિકરણાદ્ધામાં કરાયેલ કિટ્ટિઓ સિવાયનું સંજ્વલન લોભનું સર્વદલિક ઉપશાંત હોય છે. અને કિટ્ટિકરણાદ્ધામાં દ્વિતીય સ્થિતિમાં જે કિટ્ટિઓ કરેલી છે તેમાંથી દશમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કેટલીક કિટ્ટિઓને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યાને વિષે દશમા ગુણસ્થાનકના કાળપ્રમાણ કાળમાં ગોઠવી પ્રથમ સ્થિતિ બનાવે છે અને તેને ભોગવે છે. તેમજ તે જ સમયથી નવમા ગુણસ્થાનકના છેલ્લે સમયન્યૂન બે આલિકા કાળમાં બંધાયેલ સંજ્વલન લોભને બે સમયન્યૂન બે આવલિકાકાળમાં સ્વસ્થાને ઉપશમાવે છે. તેમજ કિટ્ટિકરણાદ્વાની બાકી રહેલ સંજ્વલન લોભની આવલિકાને સ્તિબુકસંક્રમથી પ્રથમ સ્થિતિ સંક્રમાવી આવલિકાપ્રમાણકાળમાં ભોગવી નાશ કરે છે.
દશમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કિટ્ટિકરણાદ્ધાના પહેલા અને છેલ્લા સમયે કરાયેલ કિટિઓ સિવાયની બાકીના સમયમાં કરાયેલ દરેક કિટિઓનાં કેટલાંક દલિકો ઉદયમાં આવી જાય એવી રીતે ગોઠવે છે. અને પ્રથમ સમયે કરાયેલ કિટ્ટિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ છોડી શેષ કિટ્ટિઓ તેમજ ચરમસમયે કરાયેલ કિટ્ટિઓના નીચેના અસંખ્યાતમા ભાગને છોડી શેષ કિટ્ટિઓ ઉદીરણા દ્વારા પ્રથમ સમયે ઉદયમાં આવે છે. બીજા સમયે ઉદય પ્રાપ્ત કિટ્ટિઓનો અસંખ્યાતમો ભાગ ભોગવ્યા વિના જ ઉપશમાવે છે અને દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણાથી એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિટ્ટિઓ અનુભવવા માટે ગ્રહણ કરીને ઉદયસમયમાં ગોઠવી ભોગવે છે, એમ આ ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી દરેક સમયે ઉદયપ્રાપ્ત કિટ્ટિઓનો એક એક અસંખ્યાતમો ભાગ અનુભવ્યા વિના ઉપશમાવે છે. અને દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણા દ્વારા અપૂર્વઅસંખ્યાતમા ભાગ પ્રમાણ કિટ્ટિઓને ગ્રહણ કરી અનુભવવા માટે ઉદય સમયમાં ગોઠવે છે.
આ ગુણસ્થાનકના પ્રથમ સમયથી ચરમસમય સુધી દ્વિતીય સ્થિતિમાં જે સૂક્ષ્મકિટ્ટિકૃત દલિક અનુપશાંત છે. તેને પણ પૂર્વ-પૂર્વના સમયથી પછી-પછીના સમયે અસંખ્યાતગુણાકારે ઉપશમાવી ચરમસમયે સંપૂર્ણ ઉપશાંત કરી લે છે. આ ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયકર્મનો અંતર્મુહૂર્તપ્રમાણ, નામ અને ગોત્રકર્મનો સોળ મુહૂર્તપ્રમાણ અને વેદનીયનો ચોવીસ મુહૂર્તપ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યારપછીના સમયે આત્મા અગિયારમા ઉપશાંત મોહગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે.
આ ગુણસ્થાનકે મોહનીયકર્મ સંપૂર્ણ ઉપશાંત થયેલ હોવાથી તેનો અનુદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ મરણની અપેક્ષાએ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
અહીં પતઙ્ગહનો અભાવ હોવાથી ગુણસંક્રમ તેમ જ કાષાયિક બંધનો અભાવ હોવાથી અપૂર્વ-સ્થિતિબંધ આ બે પદાર્થો પ્રવર્તતા નથી. પરંતુ મોહનીય અને આયુષ્ય વિના શેષ છ કર્મમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ આ ત્રણ પદાર્થો પ્રવર્તે છે. આ ગુણસ્થાનકે અવસ્થિત પરિણામ હોવાથી ઉપ૨ની ગુણશ્રેણિઓની જેમ દરેક સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો ઉતારતો નથી પરંતુ સરખા પ્રમાણમાં જ દલિકો ઉતારે છે. અને જેમ-જેમ પૂર્વના સમયો