Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૬૧ લોભના પૂર્વ અને અપૂર્વ સ્પર્ધકોમાંથી કેટલાંક દલિકોને ગ્રહણ કરી તેમાંથી અનંતી અનંતી કિઠ્ઠિઓ બનાવે છે અર્થાત પહેલાં ચડતા ચડતા રસાણુઓના ક્રમનો ત્યાગ કર્યા વિના અનંતગુણહીન રસવાળાં અપૂર્વ સ્મóકો કર્યા હતાં, પરંતુ હમણાં વિશુદ્ધિનો પરમ પ્રકર્ષ હોવાથી એકોત્તર ચડતા ચડતા રસાણુઓનો ક્રમ તોડી અપૂર્વરૂદ્ધકો કરતાં પણ અનંતગુણહીન રસ કરે છે.
દા. ત. અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનું એક સ્પર્તક અને પ્રત્યેક વર્ગણાના દરેક પરમાણુઓમાં સર્વ જીવ રાશિથી અનંતગુણ રસાણુઓ હોવા છતાં અસત્કલ્પનાએ પાંચ વર્ગણાઓનું એક સ્પર્ધ્વક અને પ્રથમ વર્ગણાના પરમાણુઓમાં એકસો એક, બીજીમાં એકસો બે, ત્રીજીમાં એકસો ત્રણ, ચોથીમાં એકસો ચાર અને પાંચમી વર્ગણાના પરમાણુઓમાં એકસો પાંચ રસાણુઓ હતા, તેના બદલે અનંતગુણહીન અંતર કરી એકોત્તર ચડતા રસાણુઓનો ક્રમ તોડી પ્રથમ વર્ગણાના અમુક પરમાણુઓમાં પાંચ, બીજીમાં પંદર, ત્રીજીમાં પચીસ, ચોથીમાં પાંત્રીસ અને પાંચમી વર્ગણાના અમુક પરમાણુઓમાં પિસ્તાળીસ રસાણુઓ રાખી વચમાં મોટું-મોટું અંતર પાડે છે અને તે જ કિઠ્ઠિઓ કહેવાય છે. - એક રસ સ્પર્તકમાં જેટલી વર્ગણાઓ હોય છે તેના અનંતમા ભાગ જેટલી કિક્રિઓ પ્રથમ સમયે બનાવે છે. પ્રથમ સમયે બનાવેલ કિઠ્ઠિઓની અપેક્ષાએ બીજા સમયે અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કિક્રિઓ બનાવે છે. એમ કિટ્ટિકરણાદ્ધાના ચરમ સમય સુધી પૂર્વ પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં અસંખ્યાતગુણ હીન-હીન અર્થાત્ અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ બનાવે છે. અને સર્વોત્કૃષ્ટ રસવાળી કિઠ્ઠિઓનો રસ પણ સર્વ જઘન્ય રસ સ્પર્ધ્વકના રસથી અનંતગુણહીન અર્થાત્ અનંતમા ભાગ જેટલો હોય છે.
પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના સમયે અનંતગુણ વિશુદ્ધિ હોય છે તેમજ તથાસ્વભાવે જ ઘણા રસવાળા કર્મપરમાણુઓ થોડા અને અલ્પ રસવાળા કર્મપરમાણુઓ ઘણા હોય છે. તેથી પ્રથમ સમયે કરાયેલ બધી કિઠ્ઠિઓના રસની અપેક્ષાએ બીજા સમયે કરાયેલ કિઓિમાં રસ અનંતગુણહીન એટલે કે અનંતમા ભાગપ્રમાણ હોય છે. અને તે થકી પણ ત્રીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં રસ અનંતગુણહીન હોય છે. એમ પૂર્વ પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં કરાયેલ કિઠ્ઠિઓમાં ક્રમશઃ અનંતગુણહીન-હીન રસ હોય છે.
- પ્રથમ સમયે કરાયેલી બધી કિઠ્ઠિઓનું દલિક પછીના સમયે કરાયેલ કિઠ્ઠિઓના દલિકની અપેક્ષાએ અલ્પ હોય છે, અને પ્રથમ સમયની સમસ્ત કિક્રિઓના દલિકથી બીજા સમયે કરાયેલ કિક્રિઓનું દલિક અસંખ્યાતગુણ, તે થકી પણ ત્રીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓનું દલિક અસંખ્યાતગુણ હોય છે. એમ પૂર્વ-પૂર્વના સમયથી અપેક્ષાએ પછી પછીના સમયમાં કરાયેલ કિક્રિઓનું દલિક ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ હોય છે.
એમ પૂર્વ-પૂર્વના સમયમાં કરાયેલી કિષ્ટિઓના રસ તથા દલિકની અપેક્ષાએ પછીપછીના સમયમાં કરાયેલ કિઠ્ઠિઓના રસ અને દલિકનું અલ્પબદુત્વ બતાવી હવે દરેક સમયે કરાયેલ કિટિઓનું પરસ્પર અલ્પબદુત્વ બતાવે છે. પંચ૦૨-૯૬