Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૪૮
પંચસંગ્રહ-૨
પૂર્વે કૃતકરણ સુધી શુક્લલેશ્યાવાળો હતો પરંતુ ત્યારબાદ પરિણામના અનુસારે કોઈપણ લેશ્યાવાળો થાય છે. માટે જ ક્ષાયિક સમ્યક્ત્વ પામવાની શરૂઆત કરનાર મનુષ્ય જ હોય છે પરંતુ ક્ષાયિકસમ્યક્ત્વની ઉત્પત્તિ ચારે ગતિમાં થાય છે, એમ કહેલ છે.
આયુષ્ય ન બાંધેલ, અથવા વૈમાનિકદેવનું, પ્રથમ ત્રણ નરકનું તેમજ યુગલિક મનુષ્યતિર્યંચનું આયુષ્ય બાંધેલ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે છે પરંતુ ભવનપતિ વગેરે ત્રણ નિકાયનું, ચોથી વગેરે નરકનું તેમજ સંખ્યાતવર્ષનું મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધેલ જીવો ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકતા નથી.
હવે જો અબદ્ધાયુ ક્ષાયિક સમ્યક્ત્વ પામે તો દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે તેથી તે ચરમશરી૨ી હોય છે, અને દેવાયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યક્ત્વ પામનાર દર્શનત્રિકનો ક્ષય કર્યા બાદ ઉપશમશ્રેણિ કરી શકે છે, પરંતુ શેષ આયુષ્ય બાંધ્યા પછી જો ક્ષાયિકસમ્યક્ત્વ પામે તો તે જીવો ઉપશમશ્રેણિ પણ કરી શકતા નથી.
દેવ અથવા નરક આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો જે ભવમાં ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે તે મનુષ્યનો ભવ, બીજો દેવ અથવા નરકનો ભવ કરી ત્રીજા ભવે મનુષ્ય થઈ મોક્ષમાં જાય છે. પરંતુ જો ત્રીજા ભવમાં મનુષ્ય થવા છતાં ત્યાં કાળ અથવા ક્ષેત્રના પ્રભાવે મોક્ષપ્રાપ્તિની સામગ્રી ન મળી શકે તો દુપ્પસહસૂરી તેમજ કૃષ્ણવાસુદેવની જેમ ત્યાં દેવાયુષ્ય બાંધી ચોથો ભવ દેવનો કરી મનુષ્યમાં આવી કોઈક જીવો પાંચમા ભવે પણ મોક્ષમાં જાય છે. અને જો યુગલિક મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો તે પહેલો મનુષ્યનો ભવ, બીજો યુગલિક મનુષ્ય કે તિર્યંચનો ભવ, યુગલિકો કાળ કરીને અવશ્ય દેવલોકમાં જાય છે માટે ત્રીજો દેવનો ભવ કરી ચોથા ભવે મનુષ્ય થઈ મોક્ષમાં જાય છે. દર્શનત્રિક ઉપશમના અધિકાર
વૈમાનિકદેવનું આયુષ્ય બાંધ્યા પછી જો ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો ઉપશમશ્રેણિ કરી શકે છે. આ વાત પ્રથમ આવી ગઈ છે. અને વૈમાનિકદેવનું આયુષ્ય બાંધેલ અગર કોઈપણ ગતિ પ્રાયોગ્ય આયુષ્ય બાંધ્યા વિના ક્ષયોપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણિ કરી શકે છે, પરંતુ અન્ય જીવો કરી શકતા નથી. તેમજ જો ક્ષયોપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણિ કરે તો ચારિત્રમોહનીયનો ઉપશમ કરતાં પહેલાં ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં વર્તમાન આત્માઓ પ્રથમ અનંતાનુબંધિની વિસંયોજના અથવા જે આચાર્યભગવંતો ઉપશમના પણ માને છે તેઓના મતે અનંતાનુબંધિની ઉપશમના કરીને પણ છઠ્ઠા અથવા સાતમા ગુણસ્થાનકે દર્શનત્રિકની ઉપશમના કરે છે.
આ દર્શનત્રિકની ઉપશમના કરતાં પણ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે. અને તેનું સ્વરૂપ જેમ મિથ્યાત્વની ઉપશમના કરતાં અથવા અનંતાનુબંધિની ઉપશમના કરતાં બતાવવામાં આવેલ છે તેમ અહીં પણ સમજવું. પરંતુ અપૂર્વકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વ અને . મિશ્રમોહનીયનો સમ્યક્ત્વમોહનીયમાં ગુણસંક્રમ પણ પ્રવર્તે છે. અને અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે ત્રણે દર્શનમોહનીયનું અંતકરણ કરે છે. પરંતુ