Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૪૯
અનુદિત મિથ્યાત્વ અને મિશ્રમોહનીયની પ્રથમસ્થિતિ આવલિકા પ્રમાણ અને ઉદય પ્રાપ્ત સમ્યક્વમોહનીયની પ્રથમસ્થિતિ બાકી રહેલ અનિવૃત્તિકરણના સંખ્યામાં ભાગ જેટલા અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે.
મિથ્યાત્વ તથા મિશ્રની આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ સ્તિબુક સંક્રમથી સમ્યક્વમોહનીયમાં સંક્રમાવી અને સમ્યક્વમોહનીયની પ્રથમસ્થિતિ રસોદયથી અનુભવી સત્તામાંથી દૂર કરે છે. ત્રણે પ્રકૃતિઓના અંતરકરણમાં રહેલ દલિકોને ત્યાંથી દૂર કરી સમ્યક્તની પ્રથમસ્થિતિમાં પ્રક્ષેપી ભોગવીને ક્ષય કરે છે. તેમજ ત્રણેના દ્વિતીય (અંતરકરણની ઉપરની) સ્થિતિમાં રહેલ દલિકોને અનંતાનુબંધિની ઉપશમનામાં બતાવ્યા પ્રમાણે અસંખ્યાત ગુણાકારે ઉપશમાવે છે. અને અપૂર્વકરણના પ્રથમસમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો જે ગુણસંક્રમ શરૂ થયો હતો તે અંતરકરણમાં પ્રવેશ કર્યા પછી પણ અંતર્મુહૂર્ત સુધી ચાલુ રહે છે. ત્યારબાદ અંતરકરણમાં જ આ બન્ને પ્રકૃતિઓનો વિધ્યાત સંક્રમ શરૂ થાય છે. શેષ સર્વ સ્વરૂપ પ્રથમની જેમ જ સમજવાનું છે. આ રીતે દર્શનત્રિકની ઉપશમના કરીને ઉપશમ સમ્યફ્તી અથવા સાયિકસમ્યક્તી ચારિત્રમોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે.
ચારિત્ર મોહનીય ઉપશમના અધિકાર ચારિત્ર મોહનીયની ઉપશમના કરતાં છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે હજારોવાર ગમનાગમન કરીને પ્રથમ બતાવેલ સ્વરૂપવાળા યથાપ્રવૃત્તાદિ ત્રણ કરો કરે છે, પરંતુ યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણગુણસ્થાનકે અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે કરે છે. અર્થાત આ ત્રણ ગુણસ્થાનકો ત્રણ કરણ સ્વરૂપ છે.
- અહીં અપૂર્વકરણમાં અને અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે, પરંતુ અપૂર્વકરણના પ્રથમ સમયથી સત્તામાં રહેલ બધી અશુભ પ્રકૃતિઓનો બધ્યમાન સ્વજાતીય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ થાય છે.
હવે અનિવૃત્તિકરણમાં જે વિશેષતા છે, તે બતાવવામાં આવે છે.
આ કરણના પ્રથમ સમયથી સત્તાગત સર્વ કર્મપ્રકૃતિઓનાં કોઈપણ દલિકોમાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થતી નથી. અર્થાત આ ત્રણમાંથી કોઈપણ કરણો લાગતાં નથી. તેમજ અપૂર્વકરણના પ્રથમ સમયે આયુષ્ય સિવાયના સાતે કર્મની જે અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને સ્થિતિબંધ હોય છે તેની અપેક્ષાએ આ ગુણસ્થાનકના પ્રથમ સમયે સંખ્યાતગુણહીન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને સ્થિતિબંધ હોય છે. અર્થાત્ સંખ્યાતમાભાગ પ્રમાણ હોય છે.
અહીં જો કે સામાન્યથી સ્થિતિસત્તા અને સ્થિતિબંધ સમાન બતાવેલ છે, તોપણ બંધની અપેક્ષાએ સત્તા ઘણી વધારે હોય છે. તેમજ સામાન્યથી સાતે કર્મની સત્તા અને બંધ સમાન બતાવેલ હોવા છતાં સ્થિતિના અનુસાર સત્તા અને સ્થિતિબંધમાં આ પ્રમાણે ફેરફાર હોય છે.
નામ અને ગોત્રકર્મની સ્થિતિ અન્ય કર્મ કરતાં ઓછી અને પરસ્પર સમાન હોવાથી આ બને કર્મની સત્તા અને બંધ અન્યકર્મની અપેક્ષાએ અલ્પ હોય છે, નામ તથા ગોત્ર કર્મ કરતાં