Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૪૭ થયા બાદ મિશ્રમોહનીયની સ્થિતિસત્તા ઉદયાવલિકા પ્રમાણ રાખે છે. અને તે ઉદયાવલિકાને પણ સ્તિબુકસંક્રમથી સમ્યક્વમોહનીયમાં સંક્રમાવી સત્તામાંથી દૂર કરે છે.
જે વખતે મિશ્રમોહનીયની ઉદયાવલિકા બાકી રહે છે તે વખતે સમ્યક્વમોહનીયની સ્થિતિસત્તા આઠ વરસ પ્રમાણ રહે છે તે સમયથી તે આત્માના વિધ્વરૂપ સર્વઘાતી મિથ્યાત્વ અને મિશ્રનો સર્વથા ક્ષય થયેલ છે. અને સમ્યક્વમોહનીયનો પણ અંતર્મુહૂર્તમાં અવશ્ય ક્ષય થવાનો હોવાથી નિશ્ચયનયના મતે તે આત્મા દર્શનમોહનો ક્ષપક કહેવાય છે. જે સમયે સમ્યક્તમોહનીયની આઠ વર્ષ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે તે સમયથી સમ્યક્વમોહનીયના દ્વિચરમ સ્થિતિખંડ સુધી અંતર્મુહૂર્તમાં અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પ્રમાણવાળા અનેક સ્થિતિખંડો ઉકેરી ઉકેરી નાશ કરે છે.
આ દરેક સ્થિતિખંડો અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોવા છતાં અંતર્મુહૂર્તના અસંખ્યાત પ્રકારો હોવાથી પહેલા સ્થિતિખંડ કરતાં બીજો સ્થિતિખંડ અસંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તેનાથી પણ ત્રીજો સ્થિતિખંડ અસંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્તપ્રમાણ હોય છે. એમ દ્વિચરમ સ્થિતિખંડ સુધી સઘળા સ્થિતિખંડો પૂર્વ-પૂર્વના સ્થિતિખંડ કરતાં અસંખ્યાતગુણ મોટા મોટા અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોય છે. આ પ્રમાણે આ ગ્રંથની ટીકા તેમજ કર્મપ્રકૃતિની ઉપાધ્યાયજી કૃત ટીકામાં બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિની ચૂર્ણિ તથા પૂ. મલયગિરિજી કૃત ટીકામાં અસંખ્યાતગુણ મોટા મોટા બતાવેલ નથી પરંતુ સામાન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ બતાવેલ છે.
- દરેક સ્થિતિખંડનાં દલિતોને નીચે ઉતારી ઉદયસમયથી ગુણશ્રેણિના ચરમસમય સુધી પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. અને ગુણશ્રેણિના ચરમસમય ઉપરના પ્રથમ સમયથી જે સ્થિતિખંડનો ઘાત કરે છે તેની નીચેના ચરમસ્થિતિ સ્થાન સુધી વિશેષ હીન-હીન ગોઠવે છે પરંતુ જે સ્થિતિખંડનો ઘાત કરે છે તે સ્થિતિસ્થાનોમાં ગોઠવતો નથી.
- દ્વિચરમ સ્થિતિખંડથી ચરમસ્થિતિખંડ સંખ્યાતગુણ મોટો હોય છે અને ચરમસ્થિતિખંડની સાથે ગુણશ્રેણિનો પણ મસ્તક બાજુનો છેલ્લો સંખ્યાતમો ભાગ ખંડાઈ જાય છે, અર્થાત્ નાશ થઈ જાય છે. ગુણશ્રેણિના ખંડાતા છેલ્લા સંખ્યાતમા ભાગ કરતાં પણ ચરમસ્થિતિખંડ સંખ્યાતગુણ મોટો છે. ચરમસ્થિતિખંડનાં દલિતોને ત્યાંથી ઉતારી તેની સાથે અર્થાત્ ચરમ સ્થિતિખંડની સાથે જે ગુણશ્રેણિનો ભાગ ખંડાતો નથી તે ભાગના ચરમ સમય સુધી ઉદય સમયથી લઈને અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. એ પ્રમાણે ચરમસ્થિતિખંડનો પણ નાશ કરે છે. અને આ ચરમસ્થિતિખંડનો નાશ થાય ત્યારે ક્ષેપક કૃતકરણ કહેવાય છે. અર્થાત્ દર્શનત્રિકની ક્ષપણા માટે શરૂ કરેલા યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણરૂપ ક્રિયાઓ સમાપ્ત થઈ છે જેને–એવો કહેવાય છે.
અનિવૃત્તિકરણમાં ચરમસ્થિતિખંડનો નાશ થયા પછી સમ્યક્વમોહનીયનો જે થોડો ભાગ હજુ સત્તામાં છે, તેટલો ભાગ સત્તામાં હોય અને જો બદ્ધાયુ હોય તો અનિવૃત્તિકરણ પૂર્ણ થતાંની સાથે આંયુષ્ય પૂર્ણ થઈ જાય તો કાળ કરી ચારમાંથી કોઈપણ ગતિમાં જઈ સત્તામાં બાકી રહેલ સમ્યક્વમોહનીયનો શેષ ભાગ ઉદય-ઉદીરણાથી ભોગવી ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે. તેમજ