Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૪૫ દર્શનસિક ક્ષપણા અધિકાર જેમ દર્શનત્રિકની ઉપશમના કરી ઉપશમ સમ્યક્તી ઉપશમશ્રેણિ કરે છે, તેમ દર્શનત્રિકનો ક્ષય કરી ક્ષાયિક સમ્યક્તી પણ ઉપશમશ્રેણિ કરે છે. માટે અહીં દર્શનત્રિકની ક્ષપણાનો અધિકાર પ્રસ્તુત છે. ત્યાં આ કાળ અને આ ક્ષેત્ર આશ્રયી શ્રી ઋષભદેવ ભગવાનના કેવલજ્ઞાનોત્પત્તિના સમયથી જંબુસ્વામીના કેવલજ્ઞાનોત્પત્તિ સુધીના કાળમાં અને સામાન્યથી સર્વ ક્ષેત્રોને આશ્રયી વિચારીએ તો જે કાળમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ શકે તે કાળમાં પ્રથમ સંઘયણી, ઓછામાં ઓછી આઠ વર્ષની વયવાળા, ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકવર્તી ક્ષયોપશમસમ્યક્તી મનુષ્યો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરી દર્શનત્રિકનો ક્ષય કરી શકે છે.
સામાન્યથી કરણોનું સ્વરૂપ ઉપશમસમ્યક્તની પ્રાપ્તિમાં જેમ બતાવવામાં આવેલ છે તેમ અહીં પણ સમજવું, પરંતુ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં જે વિશેષતાઓ છે, તે હવે બતાવવામાં આવે છે:
પ્રથમ ગુણઠાણે વિશુદ્ધિ અલ્પ હોવાથી જેટલા કાળમાં અને જેટલા પ્રમાણમાં સ્થિતિઘાતાદિ થતા હતા તેના કરતાં અહીં અનંતગુણ વિશુદ્ધિ હોવાથી નાના અંતર્મુહૂર્તમાં અને મોટા પ્રમાણમાં સ્થિતિઘાતાદિ કરે છે. તેમજ અપૂર્વકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ઉદ્ધલના સંક્રમ તથા ગુણસંક્રમ થાય છે. પરંતુ દર્શન મોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો ન હોવાથી સમ્યક્વમોહનીયનો કેવલ ઉદ્વલના સંક્રમ પ્રવર્તે છે. અને સ્થિતિઘાતથી ઉપરથી ઉતારેલ દલિકોને સમ્યક્ત મોહનીયમાં જ ઉદયાવલિકાના પ્રથમ સમયથી ગુણશ્રેણિના પર્યન્તભાગ સુધી અસંખ્યાત ગુણાકારે અને પછી વિશેષ હીન-હીન ગોઠવે છે. એમ અપૂર્વકરણમાં સ્થિતિઘાતાદિ પાંચ પદાર્થો પ્રવર્તે છે. તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે આયુષ્ય વિના શેષ કર્મોની જેટલી સ્થિતિસત્તા અને જેટલો નવીન સ્થિતિબંધ હોય છે તેની અપેક્ષાએ આ કરણના ચરમ સમયે સંખ્યાત ગુણહીન અર્થાત્ સંખ્યાતભાગ પ્રમાણ સ્થિતિસત્તા અને નવીન સ્થિતિબંધ હોય છે.
એ જ પ્રમાણે અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે પરંતુ આ કરણથી દર્શન ત્રિકનો સંપૂર્ણ ક્ષય કરવાનો હોવાથી આ ત્રણે પ્રકૃતિના સ્થિતિઘાતાદિ ઘણા મોટા પ્રમાણમાં થાય છે. તેમજ અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી દર્શન ત્રિકમાં દેશોપશમના નિદ્ધત્તિ અને નિકાચના આ ત્રણમાંથી કોઈપણ કરણો લાગતાં નથી અર્થાત્ દર્શનત્રિકનાં સત્તાગત દલિકોમાં આ કરણના પ્રથમ સમયથી દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચના થતી નથી.
આ કરણમાં ઘણા હજારો સ્થિતિઘાત વ્યતીત થયા પછી અસંજ્ઞીપંચેન્દ્રિયની સ્થિતિસત્તા જેટલી દર્શનત્રિકની સ્થિતિસત્તા રહે છે, ત્યાર પછી પુનઃ હજારો સ્થિતિઘાત થયા બાદ ચતુરિન્દ્રિય જીવોને જેટલી સ્થિતિસત્તા હોય છે તેટલી સ્થિતિસત્તા રહે છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત ગયા બાદ ત્રીન્દ્રિયોને, પુનઃ હજારો સ્થિતિઘાત ગયા પછી બેઈન્દ્રિયોને અને ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થયા પછી એકેન્દ્રિયોને જેટલી સ્થિતિસત્તા હોય છે તેટલી દર્શનત્રિકની સ્થિતિસત્તા રહે છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત ગયા પછી પલ્યોપમના સંખ્યામાં ભાગ
પંચ૨-૯૪