Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
નિદ્ધત્તિ નિકાચનાકરણ
આ પ્રમાણે ઉપશમનાકરણનું સ્વરૂપ કહ્યું. હવે નિદ્ધત્તિ અને નિકાચનાકરણનું પ્રતિપાદન કરતાં કહે છે –
देसुवसमणा तुल्ला होइ निहत्ती निकायणा नवरि । संकमणं वि निहत्तीइ नत्थि सव्वाणि इयरीए ॥१०२॥ देशोपशमनातल्या भवति निद्धत्तिनिकाचना नवरम् ।
संक्रमणमपि निद्धत्याः नास्ति सर्वाणि इतरस्याम् ॥१०२॥ અર્થ_નિદ્ધત્તિ અને નિકાચનાકરણ દેશોપશમનાની તુલ્ય છે. માત્ર નિદ્ધત્તિમાં સંક્રમણ પણ થતું નથી, અને નિકાચનામાં કોઈપણ કરણ પ્રવર્તતાં નથી.
ટીકાનુ—નિદ્ધત્તિ અને નિકાચના એ બંને કરણનું સ્વરૂપ દેશોપશમનાની સરખું છે. એટલે કે દેશોપશમનામાં તેના ભેદ, સ્વામી સાદ્યાદિપ્રરૂપણા, અને પ્રમાણ વગેરે જે કંઈપણ કહ્યું છે તે બરાબર નિદ્ધત્તિ અને નિકાચનાના સંબંધમાં પણ જાણવું. એટલું વિશેષ છે કે દેશોપશમનામાં જ્યારે સંક્રમણ, ઉદ્વર્તન અને અવિના એમ ત્રણ કરણ પ્રવર્તે છે ત્યારે નિદ્ધત્તિમાં ઉદ્વર્તન અને અપવર્નના એ બે જ કરણ પ્રવર્તે છે, અને નિકાચનામાં કોઈપણ કરણ પ્રવર્તતું નથી. કેમ કે નિકાચિત દળ સકલ કરણને અયોગ્ય છે.
જ્યાં જ્યાં ગુણશ્રેણિ થાય છે ત્યાં પ્રાયઃ દેશોપશમના, નિદ્ધત્તિ, નિકાયના અને યથાપ્રવૃત્તસંક્રમનો પણ સંભવ છે તેથી તેઓનું પરસ્પર અલ્પબહુત કહે છે. ૧૦૨
गुणसेढिपएसग्गं थोवं उवसामियं असंखगुणं । एवं निहय निकाइय अहापवत्तेण संकंतं ॥१०३॥ गुणश्रेणिप्रदेशाग्रं स्तोकमुपशान्तमसंख्येयगुणम् ।
एवं निधत्तं निकाचितं यथाप्रवृत्तेन संक्रान्तम् ॥१०३॥ અર્થ–ગુણશ્રેણિના પ્રદેશનું પ્રમાણ અલ્પ છે, તેથી ઉપશમેલું અસંખ્યાતગુણ છે. તેથી અનુક્રમે નિદ્ધત્તિરૂપ અને નિકાચનારૂપે થયેલ અસંખ્યયગુણ, તે કરતાં યથાપ્રવૃત્તસંક્રમથી સંમેલું અસંખ્યાતગુણ છે.
ટીકાનુ–કોઈપણ કર્મની ગુણશ્રેણિમાં ગુણશ્રેણિ દ્વારા જે દલિક ગોઠવાય છે. તે હવે પછી કહેશે તેની અપેક્ષાએ અલ્પ છે, તે કરતાં દેશોપશમના દ્વારા જે સ્પશમે છે તે અસંખ્યાતગુણ છે, તે કરતાં નિદ્ધત્તિરૂપે જે દલિક થાય છે તે અસંખ્યાતગુણ છે, તે કરતાં