Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
|| શ્રી શંઘેશ્વરપાર્શ્વનાથાય નમઃ |
પંચસંગ્રહ–દ્વિતીય ભાગ “ઉપશમનાકરણ સારસંગ્રહ”
કરણકૃત અને અકરણકૃત એમ ઉપશમના બે પ્રકારની છે. ત્યાં યથાપ્રવૃત્તાદિકરણો વિના જ વેદનાદિ અનુભવ દ્વારા જે ઉપશમના થાય છે તે અકરણકૃત ઉપશમના કહેવાય છે અને તે અકરણકૃત ઉપશમનાનું જ્ઞાન કર્મપ્રકૃતિ અથવા પંચસંગ્રહકાર મહર્ષિઓના વખતમાં વિદ્યમાન ન હોવાથી તેઓશ્રીએ બતાવેલ નથી. તેથી અહીં ફક્ત કરણત ઉપશમનાનું જ સ્વરૂપ બતાવેલ છે.
યથાપ્રવૃત્તાદિ કરણરૂપ ક્રિયાથી જે ઉપશમના થાય છે તે કરણકૃત ઉપશમના કહેવાય છે. તેના પણ દેશોપશમના અને સર્વોપશમના એવા મુખ્ય બે પ્રકાર છે.
યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણરૂપ બે કરણો વડે જે ઉપશમના થાય છે તે દેશોપQામના કહેવાય
ય છે. અને તે આઠ કર્મોમાં થાય છે. દેશોપશમનામાં સત્તાગત દલિકોનો અસંખ્યાત ગુણાકારે સર્વથા– સર્વપ્રકારે ઉપશમ થતો નથી માટે તેને દેશોપશમના અથવા અગુણોપશમના કહેવાય છે. જે પ્રકૃતિઓની દેશોપશમના થાય છે તેઓનો ઉદય પણ ચાલુ હોય છે માટે અનુદીરણોપશમના કહેવાય છે. તેમજ દેશોપશમના થવાથી દબાયેલ ગુણો પ્રગટ થતા નથી માટે અપ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે જેનું સ્વરૂપ સર્વોપશમનાની પછી બતાવવામાં આવશે. - યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણરૂપ ક્રિયા દ્વારા જે ઉપશમના થાય છે તે સર્વોપશમના કહેવાય છે અને તે મોહનીય કર્મની જ થાય છે. સર્વોપશમનામાં ઉપશમન ક્રિયા દ્વારા સત્તાગત મોહનીય કર્મનાં દલિકોનો અસંખ્યાત ગુણાકારે સર્વથા સર્વ પ્રકારે ઉપશમ થાય છે તેથી તેનું ગુણોપશમના એવું પણ નામ છે. અને સર્વોપશમ થયેલ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. માટે ઉદયોપશમના તેમ જ દબાયેલ ગુણો સર્વથા પ્રગટ થાય છે માટે પ્રશસ્તોપશમના એવું પણ નામ છે.
- ત્યાં ગ્રંથકાર મહર્ષિએ સર્વોપશમનાના સમ્યક્વોત્પાદ પ્રરૂપણા, દેશવિરતિ લાભ, સર્વ વિરતિ લાભ, અનંતાનુબંધિ વિસંયોજના, દર્શન મોહનીયક્ષપણા, દર્શન મોહનીય ઉપશમના . અને ચારિત્રમોહનીયની ઉપશમના એમ સાત વિષયાધિકાર બતાવેલ છે. પરંતુ દેશવિરતિ લાભ વગેરે ચાર વિષયાધિકારોમાં મોહનીય કર્મની કોઈપણ પ્રકૃતિની સર્વથા ઉપશમના થતી નથી છતાં સર્વોપશમના અધિકારમાં બતાવેલ છે તેનું કારણ ચારિત્રમોહનીયની ઉપશમના દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ પછી જ થાય છે તેમજ મૂળ મતે અનંતાનુબંધિની વિસંયોજના કર્યા પછી જ ચારિત્રમોહનીયની ઉપશમના થાય છે અને દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી પણ ચારિત્રમોહનીયની ઉપશમના થાય છે. માટે આ ચાર અર્થાધિકારો પણ સર્વોપશમનાના પ્રસંગમાં બતાવેલ છે એમ લાગે છે. અન્યથા મૂળ મતે સર્વોપશમનાના સમ્યક્તોત્પાદ પ્રરૂપણા, દર્શનત્રિક ઉપશમના, ચારિત્ર મોહનીય ઉપશમના આ ત્રણ અને અન્ય આચાર્યોના મતે અનંતાનુબંધિની ઉપશમના