Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૨૯
ક્ષપકશ્રેણિનું સ્વરૂપ
ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માનની પ્રથમ કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને અંતર્મુહૂર્ત પર્યંત વેદે છે. આ કાળમાં જ ક્રોધના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમયન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલા જ કાળે ગુણસંક્રમ વડે ૫૨માં સંક્રમાવતાં-સંક્રમાવતાં ચરમસમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી પુરુષવેદની જેમ નાશ કરે છે. તથા તે વખતે પ્રથમ સ્થિતિરૂપે કરી અનુભવાતું પ્રથમ કિટ્ટિનું દળ પણ સમયાધિક આવલિકા પ્રમાણ શેષ થાય એટલે કે તેટલા કાળમાં ભોગવાય તેટલું શેષ રહે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માનની બીજી કિટ્ટિનું દલિક ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે. તેને ત્યાં સુધી વેઠે કે તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે.
ત્યારપછીના સમયે (અહીં ‘ત્યારપછીના સમયે' એટલા માટે લખવામાં આવે છે કે પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ દરેક કિટ્ટિ એક આવલિકા પ્રમાણ એટલે કે તેટલા કાળમાં ભોગવાય તેટલી શેષ રહે છે, અને પછી પછીની કિટ્ટિઓનો ઉદય થાય છે.) બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે. તે ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકામાત્ર શેષ રહે. તે સમયે માનના બંધ, ઉદય અને ઉદીરણા એ ત્રણેનો એક સાથે વિચ્છેદ થાય. અને તેની સત્તા પણ શેષ સઘળાં દલિકોનો માયામાં પ્રક્ષેપ થયેલો હોવાથી સમયન્યૂન આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે. અને તેનો માયાની પ્રથમ કિટ્ટિ વેદતાં માનની જેમ નાશ કરે.
માનનો જે સમયે ઉદયવિચ્છેદ થયો ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માયાના પ્રથમ કિક્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે. તે ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા માત્ર સ્થિતિ શેષ રહે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે. તેને પણ ત્યાં સુધી વેઢે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. ત્યારબાદ બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે, તેને પણ ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે.
જ સમયે માયાના બંધ, ઉદય અને ઉદીરણાનો યુગપત્ વિચ્છેદ થાય છે. તેની સત્તા પણ શેષ સઘળા દલિકનો લોભમાં સંક્રમ કરેલો હોવાથી સમયન્યૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે. તેનો લોભની પ્રથમ કિટ્ટિ વેદતાં માનની જેમ નાશ કરે છે.
માયાનો જે સમયે ઉદયવિચ્છેદ થયો ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ લોભની પ્રથમ કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને તેને અંતર્મુહૂર્ત પર્યંત વેદે. બરાબર એક આવલિકા કાળમાં ભોગવાય તેટલી પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ પ્રથમ કિટ્ટિ શેષ રહે ત્યારે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે. તે બીજી કિટ્ટિને વેદતાં બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ગ્રહણ કરી તેની સૂક્ષ્મ કિટ્ટિઓ કરે. તે સૂક્ષ્મ
૧. અતિ ઘણો રસ ઓછો કરી ચડતા ચડતા રસાણવાળા પરમાણુઓનો ક્રમ તોડી નાખવો તેને કિટ્ટિ કહેવાય છે. અહીં સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ પર આરૂઢ થનારાઓએ જ બાર કિટ્ટિઓ કરી તે હવે પછી થનારી લોભની સૂક્ષ્મ કિટ્ટિઓના હિસાબે સ્કૂલ છે. કેમ કે વખતે સૂક્ષ્મ કિટ્ટિકરણક્રિયા જે સમયથી શરૂ થાય છે તેના હિસાબે પરિણામની મંદતા હતી. વળી ઉપશમશ્રેણિમાં દશમા ગુણસ્થાનકે જેટલા રસવાળી
પંચ૨-૯૨