Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૨૮
પંચસંગ્રહ-૨ કિફ્રિકરણોદ્ધા પૂર્ણ થાય ત્યારે ક્રોધે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર આત્મા ક્રોધના બીજી : સ્થિતિમાં રહેલ પ્રથમ (પ્રથમ સંજ્ઞાવાળી) કિષ્ટિના દલિકને ખેંચી (તેની અંતર્મુહૂર્ત પ્રમાણ) પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અનુભવે છે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને અનુભવે છે, તેને પણ ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા શેષ રહે. એટલે કે દ્વિતીય સંજ્ઞાવાળી કિઠ્ઠિઓની જે પ્રથમ સ્થિતિ થઈ હતી તેમાંથી સમયાધિક આવલિકા કાળમાં અનુભવાય તેટલી શેષ રહે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે, અને તેને વેદ, તેને પણ ત્યાં સુધી વેદે કે સમયાધિક આવલિકા શેષ રહે.
(અહીં તાત્પર્ય આ પ્રમાણે સમજાય છે–કિષ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી આત્મા કિટ્ટિ વેદવાની ક્રિયા કરે છે. જે સમયથી કિટ્ટિ વેદવાની ક્રિયા શરૂ થાય તે સમયથી આરંભી ક્રોધનો રસોદય જેટલો કાળ રહેવાનો હોય તેના પ્રથમ ભાગમાં એટલે કે લગભગ એક તૃતીયાંશ ભાગમાં પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટિ વેદે, એ પ્રમાણે બીજા ભાગમાં દ્વિતીય સંજ્ઞાવાળી કિટ્ટિ વે, અને ત્રીજા ભાગમાં તૃતીય સંજ્ઞાવાળી કિષ્ટિ વેદે છે. પ્રથમ સ્થિતિ કરવાનો ક્રમ આ પ્રમાણે છે–બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને ખેંચી તે કિઠ્ઠિઓને રસોદયથી જેટલો કાળ અનુભવવાનો છે તેનાથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિ કરે. એ પ્રમાણે જે જે કિઠ્ઠિઓને અનુભવવાનો હોય તેની પ્રથમ સ્થિતિ તેના રસોદય કાળથી એક આવલિકા પ્રમાણ વધારે કરે છે.
એક આવલિકા પ્રમાણ વધારે થવાનું કારણ તે આવલિકા કાળ બાકી રહે છે અને જીવસ્વભાવે પછી પછીની કિટ્ટિનો ઉદય થઈ જાય છે. જે એક એક આવલિકા શેષ રહી તેને પછીની કિટ્ટિ સાથે જ અનુભવી લે છે. ક્રોધાદિની પ્રથમ સ્થિતિ પણ આ પ્રમાણે થાય છે. ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર જે વખતે તેની પ્રથમ સ્થિતિ કરે છે તે ક્રોધનો નવમા ગુણઠાણાના જે સમય સુધી રસોદય હોય તેનાથી એક આવલિકા અધિક કરે છે. કેમ કે પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે છે અને માનનો ઉદય થઈ જાય છે. બાકી રહેલી તે આવલિકા સ્ટિબુકસંક્રમ વડે માનમાં સંક્રમી ભોગવાઈ જાય છે. આ પ્રમાણે કિઠ્ઠિઓની અને માનાદિની પ્રથમ સ્થિતિ માટે સમજવું.)
ત્રણે પ્રકારની કિક્રિઓના અનુભવ કાળમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકને ગુણસંક્રમ વડે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય-અસંખ્યગુણાકારે સંજવલન માનમાં નાખે છે. તૃતીય કિટ્ટિ વેદનકાળના ચરમસમયે સંજવલન ક્રોધનો બંધ, ઉદય, ઉદીરણા એ ત્રણનો યુગપત વિચ્છેદ થાય છે. (વિચ્છેદ સમયે) તેની સત્તા પણ સમયગૂન બે આવલિકા કાળમાં બાંધેલ દળને છોડી અન્ય કોઈ દળની હોતી નથી, કેમ કે સઘળું માનમાં સંક્રમાવી દીધેલ છે.
૧. અહીં પ્રથમ સ્થિતિ તો ચાલુ જ છે. તેની સાથે પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને પણ અનુભવે છે. ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા કાળ પર્યત પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓ અનુભવાય તેટલી તેની પ્રથમ સ્થિતિ શેષ રહે. ત્યાર પછીના સમયે દ્વિતીય સંજ્ઞાવાળી કિટિઓને ખેંચી અનુભવે. એક આવલિકા જેટલા કાળમાં અનુભવાય તેટલી જે પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓ શેષ રહી છે તેને દ્વિતીય સંજ્ઞાવાળી કિઠ્ઠિઓ સાથે અનુભવે છે. કિઠ્ઠિઓને અનુભવવાનો આ ક્રમ છે.