Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ક્ષપકશ્રેણિનું સ્વરૂપ
૭૨૫
અપૂર્વકરણના પ્રશ્રમ સમયથી ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમની શરૂઆત થઈ જાય છે. નવમા ગુણઠાણે જેનો જેનો પહેલાં પહેલાં નાશ થવાનો હોય તેમાં મુખ્યતયા અને જલદીથી ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણતયા ધીરે ધીરે પ્રવર્તે છે. જેમ કે પહેલાં નપુંસકવેદનો ક્ષય થાય છે, એટલે તેમાં મુખ્યપણે અને તેનો ક્ષય થયા પછી સ્ત્રીવેદમાં મુખ્યતયા ક્ષય ક્રિયા પ્રવર્તે, આ પ્રમાણે સર્વ માટે સમજવું.)
જે સમયે હાસ્યાદિ ષકનો સત્તામાંથી સંપૂર્ણપણે નાશ થાય છે, તે જ સમયે પુરુષવેદના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે, અને સમયન્યૂન બે આવલિકામાં બંધાયેલ દળ છોડીને શેષ સઘળાં દલિકોનો પણ ક્ષય થાય છે. માત્ર સમયગૂન બે આવલિકાકાળનું બંધાયેલું દળ જ સત્તામાં શેષ રહે છે. ઉદયવિચ્છેદ થયા બાદ આત્મા અવેદી થાય છે.
(અહીં એ ધ્યાનમાં રાખવાનું કે હાસ્યષક સાથે પુરુષવેદનો નાશ કરવાની ક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ હાસ્યષર્કનો અહીં બંધ થતો ન હતો અને પુરુષવેદનો બંધ થતો હતો. એટલે હાસ્યષકના સંપૂર્ણપણે નાશ થવાની સાથે સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિકને છોડી તેના સત્તામાંના શેષ સઘળા દળનો પણ નાશ થયો, માત્ર સમયગૂન બે આવલિકા કાળમાં બંધાયેલાં દલિકો જ સત્તામાં રહ્યાં.
સમયગૂન બે આવલિકામાં બંધાયેલા શા માટે રહી જાય છે ? એ પ્રશ્નનો ઉત્તર આ છે—જે સમયે બંધાય છે તે સમયથી આરંભી તેની બંધાવલિકા ગયા બાદ જ તેમાં સંક્રમાદિ પ્રવર્તે છે. અને સંક્રમાવલિકાના ચરમ સમયે તેનો સત્તામાંથી ક્ષય થાય છે. આ ઉપરથી એમ થયું કે જે સમયે બંધાય તેનો તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમ સમયે સત્તામાંથી નાશ થાય છે. આ હિસાબે જે સમયે બંધવિચ્છેદ થાય તે સમયથી આરંભી બરાબર બે આવલિકામાંની પહેલી આવલિકાના પહેલા સમયે જે બાંધ્યું તેનો બીજી આવલિકાના છેલ્લા સમયે એટલે કે બંધવિચ્છેદ સમયે નાશ થયો એટલે જ બંધવિચ્છેદ સમયે સમયગૂન બે આવલિકાનું બંધાયેલું દલિક જ સત્તામાં બાકી રહે, એમ કહેવામાં આવે છે.)
આ પ્રમાણે પુરુષવેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર માટે સમજવું. જ્યારે નપુંસકવેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય ત્યારે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સત્તામાંથી એક સાથે જ નાશ કરે છે. જે સમયે ઉપરોક્ત બંને વેદનો સત્તામાંથી નાશ થયો તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ
- ૧. અહીં ષષ્ઠ કર્મગ્રંથની ટીકા તેમજ કર્મપ્રકૃતિની ટીકા તેમજ ચૂર્ણિમાં પુરુષવેદના બંધોદયની સાથે જ ઉદીરણાનો વિચ્છેદ બતાવેલ છે અને તે મતાન્તર લાગે છે કારણ કે કર્મપ્રકૃતિ ઉદય અધિકાર ગાથા ૨ જીની ટીકામાં ત્રણ વેદનો ઉદીરણા વિના એક આવલિકા કેવળ ઉદય બતાવેલ છે. અને તે જ પ્રમાણે ઉદયાધિકાર ગાથા-૫ અને તેની ટીકામાં ત્રણે વેદની જઘન્ય અનુભાગ ઉદીરણા પછી એક આવલિકા જઈને પોતપોતાના ઉદયના ચરમસમયે જઘન્ય અનુભાગ ઉદય હોય છે એમ કહેલ છે. તેથી પુરુષવેદની પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણાવિચ્છેદ થાય અને પ્રથમ સ્થિતિના ચરમસમયે બંધ તથા ઉદય
છે અને એ જ વધારે ઠીક લાગે છે. કારણ કે સંજવલન ક્રોધાદિની જેમ પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદના બંધોદય વિચ્છેદ થતા નથી પરંતુ પ્રથમ સ્થિતિના ચરમસમયે જ વિચ્છેદ થાય છે. પછી તો બહઋતો કહે તે પ્રમાણ.