Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૨૪
પંચસંગ્રહ-૨ અંતર્મુહૂર્વકાળ દૂર કરે છે. પ્રથમ સ્થિતિને કઈ રીતે દૂર કરે છે ? તે કહે છે–નપુંસકવેદના ઉદયે જો ક્ષપક શ્રેણિ પર આરૂઢ થયો હોય તો અંતર્મુહૂર્તપ્રમાણ પ્રથમ સ્થિતિને ભોગવીને દૂર કરે છે. જો નપુંસકવેદના ઉદય શ્રેણિ ન પ્રારંભી હોય તો આવલિકામાત્ર તેની પ્રથમ સ્થિતિ તેટલા જ કાળે ઉદયવતી પ્રકૃતિમાં તિબુક સંક્રમ વડે સંક્રમી દૂર થાય છે. આ પ્રમાણે નપુંસક વેદનો ક્ષય થાય છે.
(જ વેદ કે જે કષાયના ઉદયે શ્રેણિ પ્રારંભી હોય તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે, અને અન્યની આવલિકામાત્ર થાય છે. અંતરકરણમાંનાં દલિકોને દૂર કરવાની ક્રિયા, પ્રથમસ્થિતિને ભોગવી અગર સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી દૂર કરવાની ક્રિયા, અને બીજી સ્થિતિનો નાશ કરવાની ક્રિયા આ ત્રણે ક્રિયા સાથે જ પ્રવર્તે છે, તેમાં અંતરકરણના દલિક પ્રથમ ખલાસ થાય છે. ત્યારબાદ પ્રથમ સ્થિતિ ખલાસ થાય છે. ત્યારબાદ મોટી સ્થિતિ ખલાસ થાય છે.)
- નપુંસકવેદનો સત્તામાંથી નાશ થયા બાદ નપુંસકવેદનો જે રીતે ક્ષય કર્યો તે જ રીતે સ્ત્રીવેદનો પણ અંતર્મુહૂર્વકાળે ક્ષય કરે છે. સ્ત્રીવેદનો ક્ષય કર્યા પછી હાસ્યાદિ છએ પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. જે સમયે મુખ્યતયા તેના ક્ષયની શરૂઆત કરી તે સમયથી આરંભી તે હાસ્યાદિ ષકનું બીજી સ્થિતિનું દળ પુરષદમાં સંક્રમાવતો નથી, પરંતુ સંજ્વલનક્રોધમાં (ક્રોધાદિમાં) સંક્રમાવે છે. આ પ્રમાણે હાસ્યપર્કને સંજવલનક્રોધમાં સંક્રમાવતો સંક્રમાવતો અંતર્મુહૂર્વકાળે સંપૂર્ણપણે સત્તામાંથી દૂર કરે છે.
(આ ગુણઠાણે છત્રીસ પ્રકૃતિઓનો સત્તામાંથી ક્ષય થાય છે. તેમાં લગભગ બધામાં ઉદ્ધવનાસંક્રમ અને ગુણસંક્રમ બંને પ્રવર્તે છે. બંધવિચ્છેદ થયા પછી અબધ્યમાન એ પ્રકૃતિઓમાં
૧. પુરુષવેદમાં નહિ સંક્રમાવવાનું કારણ તેની પ્રથમ સ્થિતિ સમયનૂન બે આવલિકા રહે છે. સંક્રમણ કરણમાં કહ્યું છે કે–જ્યારે પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયનૂન બે આવલિકા રહે છે ત્યારે તેની પતથ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થાય છે, પતધ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થયા પછી તેમાં કોઈ દલિક સંક્રમી શકે નહિ.
અહીં એક વિચાર થાય છે કે સમયનૂન બે આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પતદુગ્રહ તરીકેની યોગ્યતા કેમ નષ્ટ થાય છે ? વિચાર કરતાં આ પ્રમાણે સમજાય છે–એમ કહેવામાં આવ્યું છે કે જે સમયે પુરષદનો બંધવિચ્છેદ થાય છે તે સમયે સમયચુન બે આવલિકાનું બંધાયેલું માત્ર બાકી રહે છે. ત્યાં અન્યનું સંમેલું પણ બાકી રહે છે તેમ કહેતા નથી. વળી બંધવિચ્છેદ થયા પછી જે છેલ્લા સમયે સર્વ સંક્રમ વડે પરમાં સંક્રમાવે છે તે સમયે જે સમયે છેલ્લો બંધ થયો તે સમયનું બંધાયેલું જે દલિક છે, તેને જ સંક્રમાવે છે. હવે જો જ્યાં સુધી તેનો બંધ થતો હોય ત્યાં સુધી પતગ્રહ તરીકેની તેની યોગ્યતા કાયમ રહેતી હોય તો એમ કહેવું જોઈએ કે, બંધવિચ્છેદ સમયે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેમજ તેટલા કાળમાં અન્ય પ્રકૃતિઓના સંક્રમથી પ્રાપ્ત થયેલું દળ બાકી રહે છે, તેમજ જે સમયે સર્વસંક્રમ થાય છે તે સમયે છેલ્લા સમયના બંધાયેલા તેમજ તેમાં અન્ય પ્રકૃતિના સંક્રમથી પ્રાપ્ત થયેલાં દલિકોનો પણ સર્વસંક્રમ થાય છે. અને જો એ પ્રમાણે હોય તો જઘન્ય સંક્રમાદિ ઘટી શકે નહિ. એટલે જે સમયે સર્વસંક્રમ થાય છે તે સમયે શુદ્ધ છેલ્લા એક સમયના બંધાયેલા દળનો જ સર્વસંક્રમ થાય છે. આ ઉપરથી એમ સમજાય છે કે જીવસ્વભાવે સમયનૂન બે આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવેદ પતગ્રહ તરીકે રહેતો નથી. અન્યત્ર પણ જ્યાં સંભવે ત્યાં આ પ્રમાણે સમજવું.