Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ક્ષપકશ્રેણિનું સ્વરૂપ
૭૨૩
અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે–પહેલાં સોળ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરવાનો પ્રારંભ કરે છે, માત્ર વચમાં આઠ કષાયનો ક્ષય કરે છે, ત્યારબાદ સોળ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. (તેઓ એમ કહેતા જણાય છે–અપૂર્વકરણે સ્થિતિઘાતાદિ વડે સોળ પ્રકૃતિઓનો તેવી રીતે ક્ષય કરે કે તેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ કષાયને પણ ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરતો જતો હતો પરંતુ તેના પર ગૌણ ક્રિયા પ્રવર્તતી હોવાને લીધે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે તેની સ્થિતિસત્તા વધારે હતી. હવે તેના પર મુખ્ય ક્રિયા શરૂ થાય, એટલે અનિવૃત્તિકરણના સંખ્યાતમાભાગ જાય ત્યારે તેની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ થાય. તેને બધ્યમાન પર પ્રકૃતિમાં ગુણસંક્રમ વડે સંક્રમાવી અંતર્મુહૂર્વકાળે ખલાસ કરે. ત્યારબાદ જેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહી હતી તે થીણદ્વિત્રિકાદિ સોળ કર્મપ્રકૃતિઓનો સત્તામાંથી નાશ કરે.
આ રીતે પહેલાં કે પછી થીણદ્વિત્રિકાદિ સોળ પ્રકૃતિઓનો અને આઠ કષાયનો ક્ષય કરી પછી અંતર્મુહૂર્વકાળે નવ નોકષાય અને સંજવલન ચતુષ્ક એ તેર પ્રકૃતિઓની અંતરકરણક્રિયાઆંતરૂ પાડવાની ક્રિયા શરૂ કરે છે. જેનો ઉદય હોય છે તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે, અને શેષ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ રાખે છે. અંતરકરણ ક્રિયા શરૂ કર્યા બાદ પહેલાં બીજી સ્થિતિમાં રહેલ નપુંસકવેદના દલિકને ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરવા માંડે છે. (જો કે આ ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો નાશ કરવાનો હોય છે તેને ઉકલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે નાશ કરવાની ક્રિયા અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. પરંતુ જેનો પહેલાં નાશ કરવાનો હોય તેમાં મુખ્યપણે ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણપણે ક્રિયા પ્રવર્તે છે. નવમા ગુણસ્થાનકે પહેલાં નપુંસકવેદ સત્તામાંથી જાય છે, માટે લખ્યું છે કે નપુંસકવેદના દલિકને ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરવા માંડે છે.)
નપુંસકવેદનો ક્ષય કરતા કરતા અંતર્મુહૂર્ત માત્ર કાળે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છેલ્લા ખંડ સત્તામાં રહે છે. તે છેલ્લા ખંડને ગુણસંક્રમ વડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવી
૧ અંતરકરણના દલિકને પર પ્રકૃતિમાં સંક્રમાવી એક સ્થિતિઘાત જેટલા દૂર કરે છે. અંતરકરણના દલિકને દૂર કરવાનો નિયમ આ છે જે પ્રકૃતિનો બંધ અને ઉદય બંને હોય તેના અંતરકરણના દલિકને નાની અને મોટી એમ બંને સ્થિતિમાં નાખે છે, જેનો માત્ર બંધ હોય, ઉદય ન હોય તેના અંતરકરણના દલિકને મોટી સ્થિતિમાં નાખે છે. જેનો ઉદય હોય પરંતુ બંધ ન હોય તેના અંતરકરણના દલિકને પ્રથમ નાની = સ્થિતિમાં નાખે છે, જેનો બંધ કે ઉદય બંને ન હોય તેના અંતરકરણના દલિકને માત્ર પરમાં જ નાખે છે. અહીં નપુંસકવેદનો બંધ તો નથી, હવે જો તે વેદના ઉદયે શ્રેણિ માંડી હોય તો તેના અંતરકરણનું દલિક નાની સ્થિતિમાં જાય, અને તેના ઉદયે શ્રેણિ ન માંડી હોય તો પરમાં જાય છે. અંતરકરણના દલિક દૂર થયા પછી નાની સ્થિતિ રહે છે. હવે જો તેનો રસોદય હોય તો ઉદયથી, નહિ તો સ્ટિબુકસંક્રમ વડે ભોગવી દૂર કરે છે. સાથે સાથે જ બીજી સ્થિતિમાંથી ઉપર કહી તે રીતે સ્થિતિને એકદમ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અંતર્મુહૂર્તમાં ખલાસ કરી સત્તાહીન થાય છે. અંતરકરણ ક્રિયા કરવાની શરૂઆત દરેક પ્રકૃતિઓમાં સાથે જ થાય છે, પરંતુ પૂર્ણ ક્રમશઃ થાય છે એમ સમજાય છે. આ પ્રમાણે અન્ય પ્રવૃતિઓ માટે પણ સમજવું.