Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૭૧૯
ટીકાન–અનુભાગદેશોપશમના અને પ્રદેશદેશોપશમના અનુક્રમે અનુભાગસંક્રમે અને પ્રદેશસંક્રમ તુલ્ય છે. તેમાં પ્રથમ અનુભાગ દેશોપશમનાનું સ્વરૂપ કહે છે–જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ અનુભાગદેશોપશમના બે પ્રકારે છે. તેમાં જે જીવ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમનો સ્વામી પહેલાં (સંક્રમણકરણમાં) જણાવ્યો છે તે જ જીવ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાનો પણ સ્વામી છે. તેમાં શુભપ્રકૃતિની ઉત્કૃષ્ટ દેશોપશમનાનો સ્વામી સમ્યગ્દષ્ટિ છે. માત્ર સાતવેદનીય, ઉચ્ચZત્ર અને યશ-કીર્તિનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમસ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી અગાડીનો પણ છે, પરંતુ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાનો સ્વામી તો અપૂર્વકરણ સુધીનો જ છે. એટલે કે કોઈપણ શુભપ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમનાનો સ્વામી અપૂર્વકરણ સુધીમાં વર્તમાન સમ્યગ્દષ્ટિ આત્મા જ છે.
ઇતર અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમનાનો સ્વામી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામીની જેમ મિથ્યાદષ્ટિ છે.
હવે જઘન્ય અનુભાગદેશોપશમનાનો સ્વામી કહે છે–તીર્થંકર નામકર્મ વર્જીને સઘળી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ દેશોપશમનાનો સ્વામી અભવ્યસિદ્ધિયોગ્ય જઘન્યસ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિય જાણવો. જો કે જ્ઞાનાવરણપંચક, સંજ્વલન કષાય, દર્શનાવરણ ચતુષ્ક, નવ નોકષાય, અત્તરાય, પંચક એ સત્તાવીસ પ્રવૃતિઓનો જઘન્ય સંક્રમ પોતપોતાના અત્ત સમયે કહ્યો છે પરંતુ તે નવમે અને દશમે ગુણસ્થાનકે થાય છે અને અનુભાગદેશોપશમના તો અપૂર્વકરણ સુધીમાં જ પ્રવર્તે છે. એટલે એ સઘળી પ્રવૃતિઓની જઘન્ય અનુભાગ દેશોપશમનાનો સ્વામી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિવાળો એકેન્દ્રિય જ કહ્યો છે. અભવ્ય પ્રાયોગ્ય અતિઅલ્પ સ્થિતિવાળા એકેન્દ્રિય જીવથી આઠમા ગુણસ્થાનકવાળાને રસ અનંતગુણ વધારે હોય છે, એટલે ઉપરોક્ત એકેન્દ્રિય જ જઘન્યાનુભાગ દેશોપશમનાના સ્વામી તરીકે પસંદ કર્યો છે—માન્યો છે.
તીર્થંકર નામકર્મના જઘન્ય અનુભાગ સંક્રમનો જે સ્વામી છે તે જ તેની જઘન્ય અનુભાગ દેશોપશમનાનો પણ સ્વામી છે.
પ્રદેશ-દેશોપશમનાના સંબંધમાં કહે છે–પ્રદેશદેશોપશમના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદે છે, તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશદેશોપશમના ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ તુલ્ય છે. એટલે કે જે જીવ જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે તે જ જીવ તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ દેશોપશમનાનો પણ સ્વામી છે. માત્ર ઉત્કૃષ્ટ પ્રદેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય પર્વત કહેવી. અને જઘન્ય પ્રદેશદેશોપશમના અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિયને જ થાય છે. આ પ્રમાણે દેશોપશમનાનું સ્વરૂપ કહ્યું, સાથે ઉપશમનાકરણ પણ પૂર્ણ કર્યું. ૧૦૧
ઇતિ ઉપશમનાકરણ
– ૭
––