Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૭૧૭
વગેરે પ્રકૃતિસ્થાનો અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાને હોય છે. તેથી તે દેશોપશમનાને યોગ્ય નથી. તેની અંદર અઠ્યાવીસનું પ્રકૃતિસ્થાન મિથ્યાદષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને વેદકસમ્યગ્દષ્ટિને હોય છે, સત્તાવીસનું જેણે સમ્યક્વમોહનીય ઉવેલી છે એવા મિથ્યાષ્ટિને, છવ્વીસનું જેણે મિશ્ર તથા સમ્યક્વમોહનીય ઉવેલી છે એવા મિથ્યાદૃષ્ટિને અથવા અનાદિ મિથ્યાદષ્ટિને, પચીસનું છવ્વીસની સત્તાવાળા મિથ્યાદષ્ટિને સમ્યક્ત ઉત્પન્ન કરતાં અપૂર્વકરણથી અગાડી, કારણ કે ત્યાં મિથ્યાત્વની દેશોપશમના થતી નથી, પચીસ પ્રકૃતિઓની જ થઈ શકે છે, તથા અનંતાનુબંધિની વિસંયોજના કરતા અપૂર્વકરણથી આગળ ચોવીસનું, અથવા ચોવીસની સત્તાવાળાને ચોવીસનું. અનંતાનુબંધિ તથા દર્શનત્રિક એ સાતનો જેણે નાશ કર્યો છે તેવા ક્ષાયિકસમ્યક્તીને એકવીસનું. આ પ્રમાણે મોહનીયકર્મનાં છ પ્રકૃતિસ્થાનો દેશોપશમનાને યોગ્ય છે.
આ છમાંથી છવ્વીસનું સ્થાન છોડીને શેષ પાંચે સ્થાનોની દેશોપશમના તે સ્થાનો કોઈ કાળે જ થનારા હોવાથી સાદિ અને સાત એમ બે ભાંગે છે. અને છવ્વીસનું પ્રકૃતિસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તેમાં જેણે સમ્યક્ત-મિશ્રમોહનીય ઉવેલ્યા છે તેને આશ્રયી અઠ્યાવીસથી છવ્વીસે આવ્યો માટે સાદિ, અનાદિ મિથ્યાષ્ટિને અનાદિ, અભવ્યને ધ્રુવઅનંત, અને ભવ્યને અધ્રુવ-સાંત. આ પ્રમાણે મોહનીય દેશોપશમનાના પ્રકૃતિસ્થાનોની સંખ્યા તથા તેના ભાંગા કહી. હવે છઠ્ઠા નામકર્મના દેશોપશમનાને યોગ્ય સ્થાનો અને ભાંગા કહે છે.
નામકર્મનાં દેશોપશમનાને યોગ્ય એકસો ત્રણ, એકસો બે, છનું, પંચાણું, ત્રાણું, ચોરાસી અને બાશી પ્રકૃતિઓના સમુદાયરૂપ સાત પ્રકૃતિસ્થાનો છે. તેમાંનાં શરૂઆતનાં ચાર સ્થાનો અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમયપર્યત દેશોપશમનાને યોગ્ય જાણવા, આગળ નહિ. શેષ ત્રાણ, ચોરાસી, અને વ્યાશી એ ત્રણે સ્થાનો એકેન્દ્રિયાદિમાં દેવદ્રિકાદિ પ્રકૃતિઓ ઉવેલાયા બાદ હોય છે. તેની દેશોપશમના તેઓ કરી શકે છે. શેષ સ્થાનકો અપૂર્વકરણ ગુણસ્થાનકથી અગાડી હોય છે એટલે તે દેશોપશમનાને અયોગ્ય છે. આ સાતે સ્થાનોની દેશોપશમના તે સઘળાં સ્થાની અનિયત-અનિત્ય હોવાથી સાદિ અને સાંત એમ બે પ્રકારે છે.
શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોનું દેશોપશમનાને આશ્રયી એક એક પ્રકૃતિસ્થાન છે. તેમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનું પાંચ પાંચ પ્રકૃતિરૂપ, દર્શનાવરણીયનું નવપ્રકૃતિરૂપ, અને વેદનીયનું બે પ્રકૃતિરૂપ પ્રકૃતિસ્થાન છે. તેઓની દેશોપશમના સાદિ આદિ ચાર પ્રકારે છે. અપૂર્વકરણથી અગાડી તેઓમાંના એકે પ્રકૃતિસ્થાનની દેશોપશમના થતી નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી અનંત, અને ભવ્ય આશ્રયી સાંત, આ પ્રમાણે પ્રકૃતિ દેશોપશમનાનું સ્વરૂપ કહ્યું. ૯૯
હવે સ્થિતિદેશોપશમનાનું સ્વરૂપ કહે છે–
उवसामणा ठिइओ उक्कोसा संकमेण तुल्लाओ । इयरा वि किंतु अभव्वउव्वलगअपुव्वकरणेसु ॥१०॥