Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૭૧૫
સઘળાં–આઠ કર્મોમાં થાય છે, સર્વોપશમનાની જેમ એકલા મોહનીયમાં જ નહિ. ૯૬
સ્વામીના વિષયમાં જ કંઈક વિશેષ કહે છે–
खवगो उवसमगो वा पढमकसायाण दंसणतिगस्स । देसोवसामगो सो अपुव्वकरणंतगो जाव ॥१७॥
क्षपक उपशमको वा प्रथमकषायाणां दर्शनत्रिकस्य ।
देशोपशमकः स अपूर्वकरणान्तगो यावत् ॥१७॥ અર્થ–ત્રણ કરણ કરતા પોતાના અપૂર્વકરણના ચરમસમય સુધીના ક્ષેપક અથવા ઉપશમક પ્રથમકષાય અને દર્શનત્રિકની દેશોપશમનાના સ્વામી છે.
ટીકાનુ–સામાન્ય રીતે સઘળાં કર્મોની દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમય પર્યત જ થાય છે, પરંતુ જે ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસંયોજના અથવા ઉપશમના કરવા તેમજ મિથ્યાત્વની અને દર્શનત્રિકની ઉપશમના અને ક્ષપણા કરવા ત્રણ કરણ કરે છે તેમાંના અપૂર્વકરણ સુધી જ તે તે પ્રકૃતિઓની દેશોપશમના થાય છે. જેમ કે, અનાદિ મિથ્યાત્વી ચારે ગતિના સંજ્ઞીપર્યાપ્તા ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ માટે મિથ્યાત્વમોહનીયને ઉપશમાવવા મિથ્યત્વગુણસ્થાનકે ત્રણ કરણ કરે છે. તેમાં મિથ્યાત્વમોહનીયની દેશોપશમના અપૂર્વકરણના ચરમસમય પર્યત જ થાય છે, અનંતાનુબંધિની વિસંયોજના કરવા માટે ચારે ગતિના સંશી પર્યાપ્તા સ્વસ્વપ્રાયોગ્ય ચોથાથી સાતમા સુધીમાં વર્તતા ત્રણ કરણ કરે છે, અનંતાનુબંધિની ઉપશમના માટે સર્વવિરત મનુષ્યો જ ત્રણ કરણ કરે છે; અને તેની દેશોપશમના તે ત્રણ કરણમાંના અપૂર્વકરણના ચરમ સમયપર્યત જ થાય છે. દર્શનત્રિકની ક્ષપણા માટે ચોથાથી સાતમા સુધીના પ્રથમ સંઘયણી મનુષ્યો ત્રણ કરણ કરે છે અને તેની ઉપશમના માટે સર્વવિરત મનુષ્યો જ ત્રણ કરણ કરે છે. તેમાંના અપૂર્વકરણ સુધી જ તેની દેશોપશમના થાય છે. અને અન્ય કર્મોની દેશોપશમના તો અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમયપર્યત થાય છે. ૯૭ હવે સાદિ આદિ ભાંગાની પ્રરૂપણા કરી છે–
साइयमाइचउद्धा देसुवसमणा अणाइसंतीणं । मूलुत्तरपगईणं साइ अधुवा उ अधुवाओ ॥९८॥ .. साद्यादिना चतुर्दा देशोपशमना अनादिसत्ताकानाम् ।
मूलोत्तरप्रकृतीनां सादिरध्रुवा त्वध्रुवाणाम् ॥१८॥ અર્થ-અનાદિસત્તાવાળી મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓની દેશોપશમના સાદિ આદિ ચાર ભેદે છે. અને અધુવસત્તાવાળી પ્રકૃતિની સાદિ અને સાંત એમ બે ભેદે છે.
ટીકાનુ–જે મૂળ કે ઉત્તરપ્રકૃતિઓની ધ્રુવસત્તા-અનાદિકાળથી સત્તા છે, તેઓની દેશોપશમના સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર ભેદે છે. તેની અંદર પ્રથમ મૂળકર્મમાં ચાર ભાંગા ઘટાવે છે–મૂળ આઠે કર્મની અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ દેશોપશમના થતી