Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૧૪
પંચસંગ્રહ-૨ અનુભાગદેશોપશમના, ૪ પ્રદેશદેશોપશમના. એટલે કે મૂળકર્મ, ઉત્તરપ્રકૃતિઓ તથા તેના પ્રકૃતિ, સ્થિતિ આદિ ભેદો એ દરેકની દેશોપશમના થઈ શકે છે.
હવે અહીં પ્રશ્ન થાય કે શા માટે દેશોપશમના એવું નામ કહેવાય છે ? અને દેશોપશમના એટલે શું ? તેનો પ્રત્યુત્તર આ પ્રમાણે આપે છે કરણનો એક દેશ-ભાગ જે યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ છે તે બે કરણ વડે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના એક દેશને ઉપશમાવે છે—માટે દેશોપશમના એવું નામ કહેવામાં આવે છે.
દેશોપશમના એટલે કરણનો એક દેશ જે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ એ બે કરણ વડે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના અમુક ભાગને ઉપશમાવવો, સર્વોપશમનાની જેમ સંપૂર્ણ ભાગને નહિ, તે દેશોપશમના કહેવાય છે. દેશોપશમના વડે ઉપશમેલાં દલિકોમાં સંક્રમ, ઉદ્વર્તના, અપવર્નના સિવાય કોઈ કારણો લાગતાં નથી, પરંતુ ત્રણ કરણો જ પ્રવર્તે છે. તે દેશોપશમના મૂળ કર્મ અને તેની ઉત્તર પ્રવૃતિઓમાં થાય છે, તથા તેના જે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર ભેદો છે તે દરેકમાં થાય છે, એટલે મૂળપ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક એમ દેશોપશમનાના બે ભેદ છે, તેમજ તે દરેક પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે ચાર ચાર ભેદે છે. કુલ દેશોપશમનાના આઠ ભેદ થાય છે. ૯૫
આ ગાથામાં ઉપરની ગાથાની ટીકામાં કહ્યો તે દેશોપશમનાનો તાત્પર્યાર્થ કહે છે–
उवट्टण ओवट्टण संकमकरणाई होति नण्णाइं । देसोवसामियस्सा जा पुव्वो सव्वकम्माणं ॥१६॥ उद्वर्तनाऽपवर्तनसंक्रमकरणानि भवन्ति नान्यानि ।
देशोपशमनास्वामी यावदपूर्वः सर्वकर्मणाम् ॥१६॥ અર્થ–દેશોપશમના વડે ઉપશમિત દળમાં ઉદ્ધના, અપવર્તન અને સંક્રમ એ ત્રણ કરણ પ્રવર્તે છે, બીજા પ્રવર્તતા નથી. અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીના જીવો સઘળા કર્મની દેશોપશમનાના સ્વામી છે.
ટીકાનુ–દેશોપશમના વડે જે કર્મની ઉપશમના થાય છે તેની અંદર સંક્રમણ, ઉદ્વર્તના, અને અપવર્તના એ ત્રણ કરણો પ્રવર્તે છે, ઉદીરણા આદિ બીજાં કોઈ કરણો પ્રવર્તતાં નથી. આટલો દેશોપશમનાનો સર્વોપશમનાથી વિશેષ છે. આ દેશોપશમના વડે મૂળપ્રકૃતિ અથવા ઉત્તરપ્રકૃતિઓને ઉપશમાવવાને અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમય સુધીમાં વર્તમાન દરેક આત્માઓ સ્વામી છે. એટલે કે સઘળા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને અસંન્ની-સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, સઘળા દેવો, સઘળા નારકી અને સઘળા મનુષ્યો દેશોપશમનાના સ્વામી છે.
- તેમાં મનુષ્યો અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમય સુધીમાં વર્તતા જ સ્વામી છે, મનુષ્યોને જ આઠમું ગુણસ્થાનક હોય છે માટે એમ કહેવામાં આવ્યું છે. બીજા જીવો માટે તો પોતપોતાના ગુણસ્થાનકની હદ પર્યત દેશોપશમના થાય છે એમ સમજવું તથા આ દેશોપશમના