Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૧૦
પંચસંગ્રહ-૨
એ પ્રમાણે માન અને માયાના સંબંધમાં પણ સમજવું. સંજવલન લોભના ઉદયે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરનારને પ્રતિપાતકાળે–પડતાં પ્રથમસમયથી જ આરંભી સંવલન લોભની ગુણશ્રેણિ શેષકર્મની ગુણશ્રેણિની તુલ્ય થાય છે. તથા શેષ કર્મો માટે તો જેમ ચડતાં કહ્યું હતું તેમ પડતાં પણ તે જ પ્રમાણે અન્યૂનાતિરિક્ત–બરાબર (ન વધારે ન ઓછું થાય છે એમ જાણવું. ૮૯
खवगुवसामगपच्चागयाण दुगुणो तर्हि तहिं बंधो । अणुभागोऽणंतगुणो असुभाण सुभाण विवरीओ ॥९०॥. क्षपकोपशमकप्रत्यागतानां द्विगुणस्तत्र तत्र बन्धः ।
अनुभागोऽनन्तगुणः अशुभानां शुभानां विपरीतः ॥१०॥ અર્થક્ષપક, ઉપશમક અને પડેલા ઉપશમકને ત્યાં ત્યાં ક્રમે બમણો સ્થિતિબંધ થાય છે. અને અશુભ પ્રકૃતિઓનો રસ અનંતગુણ બંધાય છે, શુભ પ્રકૃતિઓનો વિપરીત-અનંતગુણ હીન બંધ થાય છે.
ટીકાનુ–ક્ષપકશ્રેણિ પર ચઢતા શ્રપકને જે જે સ્થાને જેટલો જેટલો સ્થિતિબંધ થાય છે તે કરતાં પણ ઉપશમશ્રેણિ પર ચઢતા ઉપશમકને તે જ સ્થાને બમણો-બમણો સ્થિતિબંધ થાય છે અને તે કરતાં પણ ઉપશમશ્રેણિથી પડતાં તે જ સ્થાને બમણો-બમણો બંધ થાય છે. અર્થાતુ. ક્ષપકના બંધની અપેક્ષાએ ચાર ગુણો સ્થિતિબંધ થાય છે.
તથાપકને જે સ્થાને અશુભપ્રકૃતિઓનો જેટલો રસબંધ થાય છે, તેની અપેક્ષાએ તે જ સ્થાને ઉપશમકને અનંતગુણ અનુભાગ-રસબંધ થાય છે, તે કરતાં પણ તે જ સ્થાને ઉપશમશ્રેણિથી પડતાં અનંતગુણ રસબંધ થાય છે, શુભપ્રકૃતિઓનો રસબંધ અશુભના રસબંધ કરતાં વિપરીત થાય છે એટલે કે શુભપ્રકૃતિઓનો ક્ષપકને જે સ્થાને જેટલો રસબંધ થાય છે, તેનાથી ઉપશમનને શ્રેણિ પર ચડતાં તે જ સ્થાને અનંતગુણહીન રસબંધ થાય છે, અને તે કરતાં ઉપશમશ્રેણિથી પડતાં તે જ સ્થાને અનંતગુણહીન રસબંધ થાય છે. ૯૦
परिवाडीए पडिउं पमत्तइयरत्तणे बहू किच्चा । देसजई सम्मो वा सासणभावं वए कोई ॥११॥ परिपाट्या पतित्वा प्रमत्तेतरत्वे बहून् कृत्वा ।
देशयतित्वं सम्यक्त्वं वा सासादनभावं व्रजेत्कोऽपि ॥११॥ અર્થ–ક્રમપૂર્વક પ્રમત્તગુણસ્થાન સુધી પડે છે. પ્રમત્ત-અપ્રમત્તપણામાં ઘણા પરાવર્તન કરીને કોઈ દેશવિરતિ થાય છે, કોઈ ચતુર્થ ગુણસ્થાનકે જાય છે, કોઈ સાસ્વાદનભાવને પણ પ્રાપ્ત કરે છે.
ટીકાનજે ક્રમે ઉપશમશ્રેણિ પર ચડ્યો હતો એટલે કે ચડતાં જે ક્રમે જે જે ગુણસ્થાનકોને સ્પર્યો હતો, પડતાં તે ક્રમે તે તે ગુણસ્થાનકોને સ્પર્શ કરતો પ્રમત્તસંવતગુણસ્થાન સુધી આવે છે. દશમા, નવમા એમ અનુક્રમે ગુણસ્થાનકને સ્પર્શ કરતો આવે છે. ત્યાર પછી