Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૭૧૧
પ્રમત્ત અપ્રમત્તપણામાં ઘણી વાર પરાવર્તન કરીને (ફરીને કોઈ તદ્ભવ મોક્ષગામી હોય તો ક્ષપકશ્રેણિ માંડે છે, તેમ જ કોઈ ઉપશમશ્રેણિ પણ માંડી શકે છે.) કોઈ દેશવિરતિ થાય છે, કોઈ અવિરતિ સમ્યગ્દષ્ટિ થાય છે, અને જેઓના મતે અનંતાનુબંધિની ઉપશમના થાય છે, તેઓના મતે કોઈ સાસ્વાદન ગુણસ્થાનકને પણ પ્રાપ્ત થાય છે, ત્યાંથી પડી મિથ્યાત્વે જાય છે. ૯૧ उवसमसम्मत्तद्धा अंतो आउक्खया धुवं देवो ।
जेण तिसु आउ सुं बद्धेसु न सेढिमारुहइ ॥९२॥
उपशमसम्यक्त्वाद्धाऽन्ते आयुः क्षयात् ध्रुवं देवः । येन त्रिषु आयुष्षु बद्धेषु न श्रेणिमारोहति ॥९२॥
અર્થઉપશમસમ્યક્ત્વના કાળમાં આયુનો ક્ષય થાય તો અવશ્ય દેવ થાય છે, કારણ કે ત્રણમાંથી કોઈપણ આયુ બંધાયું હોય તો શ્રેણિ પર ચડતો નથી.
ટીકાનુ—ઉપશમસમ્યક્ત્વના કાળમાં વર્તતો જો કોઈ આયુ પૂર્ણ થઈ જવાથી કાળ કરે તો અવશ્ય દેવ થાય છે. કારણ કે નારક, તિર્યંચ અને મનુષ્ય સંબંધી આયુ બંધાયું હોય તો ઉપશમશ્રેણિ પર ચઢી શકતો નથી, પરંતુ વૈમાનિક દેવ સંબંધી આયુ બંધાયું હોય તો જ ઉપશમશ્રેણિ પર ચડી શકે છે. તેમ જ ઉપશમસમ્યક્ત્વના કાળમાં મરણ પામે તો દેવ જ થાય છે. (પરભવાયુ બાંધ્યા વિના પણ ઉપશમશ્રેણિ પર ચડી શકે છે તે અંતરકરણ ખલાસ થયા પછી આયુ બાંધી શકે છે.) ૯૨
सेढिपडिओ तम्हा - छडावलि सासणो वि देवेसु । एगभवे दुक्खुत्तो रित्तमोहं उवसमेज्जा ॥९३॥
श्रेणिपतितस्तस्मात् षडावलिको सासादनोऽपि देवेषु । एकभवे द्विकृत्वः चारित्रमोहं उपशमयेत् ॥९३॥
અર્થ—તે કારણથી શ્રેણિથી પડેલો છ આવલિકા જેનો કાળ છે તે સાસ્વાદન ગુણસ્થાનકવાળો પણ મરીને દેવમાં જ જાય છે. એક ભવમાં બે વાર ચારિત્રમોહનીયકર્મ સર્વથા ઉપશમાવી શકે છે.
ટીકાનુ—દેવાયુ વર્જીને ત્રણ આયુમાંથી કોઈપણ આયુ બાંધ્યા પછી ઉપશમશ્રેણિ પર ચડી શકતો નથી, તેથી શ્રેણિથી પડીને ઉત્કૃષ્ટથી છ આવલિકા અને જઘન્યથી સમય જેટલો જેનો કાળ છે તે સાસ્વાદનગુણસ્થાનકે પણ જો કાળ કરે તો મરીને અવશ્ય દેવ થાય છે. તાત્પર્ય એ કે આયુ બાંધ્યા પછી જો ઉપશમશ્રેણિ પર ચડે તો વૈમાનિક દેવનું આયુ બાંધ્યા પછી જ ચડે છે. પરભવાયુ બાંધ્યા વિના પણ ઉપશમશ્રેણિ પર ચડી શકે છે તે અંતરકરણ ખલાસ થયા પછી
૧. ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમાંથી કોઈપણ સ્થાને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ત્યાં સ્થિર પણ થઈ શકે છે.
૨. જ્યાં સુધી મિથ્યાત્વમોહનો ઉદય ન થાય અથવા જ્યાં સુધી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ન પામે