Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
પર્યંત જાય છે, તથા બીજી સ્થિતિમાં રહેલા અનુપશાંત સઘળાં દલિકોને પણ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સમયથી આરંભી ચરમ સમય પર્યંત પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્ય-અસંખ્યગુણ ઉપશમાવે છે. તથા નવમા ગુણસ્થાનકના ચરમસમયે સમયોન બે આવલિકા કાળમાં બંધાયેલું દળ જે અનુપશાંત હતું તેને પણ તે સમયથી આરંભી તેટલા જ કાળમાં દશમા ગુણસ્થાનકે ઉપશમાવે છે.
સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો અંતર્મુહૂર્ત સ્થિતિબંધ થાય છે, નામ અને ગોત્રકર્મનો સોળ મુહૂર્તનો અને વેદનીયકર્મનો ચોવીસ મુહૂર્તનો સ્થિતિબંધ થાય છે. તે જ ચરમસમયે દ્વિતીયસ્થિતિગત મોહનીયકર્મનું સઘળું દલિક સંપૂર્ણ રીતે ઉપશમી જાય છે, અને પછીના સમયે ઉપશાંતમોહ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકે મોહનીયની અઠ્યાવીસે પ્રકૃતિ સર્વથા શાંત થયેલી હોય છે. ઉપશમનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તે જ ઉપશાંતમોહ ગુણસ્થાન છે. ૮૩
अंतोमुहुत्तमेत्तं तस्सवि संखेज्जभागतुल्लाओ । गुणसेढी सव्वद्धं तुल्ला य पएसकालेहिं ॥८४॥
૭૦૫
अन्तर्मुहूर्त्तमात्रं तस्यापि संख्येयभागतुल्याः ।
गुणश्रेणी: सर्वाद्धां तुल्याश्च प्रदेशकालाभ्याम् ॥८४॥
અર્થ—આ ગુણસ્થાનક અંતર્મુહૂર્ત માત્ર રહે છે. તેના સંખ્યાતમા ભાગ પ્રમાણ ગુણશ્રેણિ થાય છે. અને તે તેના સંપૂર્ણ કાળ પર્યંત કાળ અને પ્રદેશ વડે અવસ્થિત થાય છે.
ટીકાનુ—ઉપશાંતમોહ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્તનો છે. આ ગુણસ્થાનકે મોહનીયકર્મ સિવાય શેષ કર્મોમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ એ ત્રણ થાય છે. તેમાં ગુણશ્રેણિ ઉપશાંતમોહ ગુણસ્થાનકના કાળના સંખ્યાતમાભાગ પ્રમાણ કરે છે. એટલે કે ઉપશાંમોહ ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગમાં જેટલા સમયો હોય તેટલા સમયોમાં ગુણશ્રેણિદળરચના કરે છે; તે ગુણશ્રેણિ પ્રદેશ અને કાળ વડે સરખી છે.
આ ગુણસ્થાનમાં દરેક સમયના પરિણામ એક સરખા હોવાથી પ્રતિસમયે સરખા જ દલિકો ઉપરની સ્થિતિમાંથી ઉતારે છે અને સરખી જ રચના કરે છે એટલે કે ઉપશાંતમોહ ગુણસ્થાનકના પહેલા સમયે જેટલાં દલિકો ઉપરથી ઉતાર્યાં અને પ્રથમ સમયથી તે ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમયોમાં જે રીતે ગોઠવ્યા તેટલાં જ દલિકો બીજે સમયે ઉતારે છે અને તે (બીજા) સમયથી તે ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગમાં જેટલા સમયો હોય તેટલામાં તે જ રીતે ગોઠવે છે, એમ ચરમસમય પર્યંત જાણવું.
પૂર્વ પૂર્વ સમય જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ ઉ૫૨નો એક એક સમય મળતો જતો હોવાથી ઉપશાંતમોહ ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ દળરચનાનો કાળ કાયમ રહે છે. આ કારણથી આ ગુણસ્થાનકે કાળ અને પ્રદેશની અપેક્ષાએ ગુણશ્રેણિ સરખી કરે છે તેમ કહેવામાં આવે છે. સ્થિતિઘાત રસઘાત, પૂર્વની જેમ થાય છે. પતઙ્ગહના અભાવે અહીં ગુણસંક્રમ થતો નથી. ૮૪ પંચ૦૨-૮૯