Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
અસંખ્યાતમો ભાગ અને પહેલા સમયે કરાયેલી કિટ્ટિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ છોડીને શેષ કિટ્ટિઓની ઉદીરણા કરે છે. પહેલા અને છેલ્લા સમયની કિટ્ટિઓ સૂક્ષ્મસંપરાયના પ્રથમ સમયે ઉદયમાં નથી આવતી, પણ આ રીતે ઉદીરણદ્વારા ઉદયમાં આવે છે. ૮૨
૭૦૪
गेहंतो य मुयंतो असंखभागं तु चरिमसमयंमि । उवसामिय बीयठिइं उवसंतं लभइ गुणठाणं ॥८३॥ गृह्णन्ति च मुञ्चन्ति असंख्येयभागं तु चरिमसमये । उपशमयति द्वितीयस्थितिं उपशान्तं लभते गुणस्थानम् ॥८३॥ અર્થ—અસંખ્યાતમાભાગને ગ્રહણ કરતો અને મૂકતો ચરમસમય પર્યંત જાય છે. ચરમ સમયે બીજી સ્થિતિને ઉપશમાવીને ઉપશાંતમોહ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
ટીકાનુ—સૂક્ષ્મસં૫રાયના બીજે સમયે ઉદયપ્રાપ્ત કિટ્ટિઓના અસંખ્યાતમાભાગને છોડે છે. કારણ કે તેની કિટ્ટિઓ ઉપશમી જાય છે તેથી ઉદયમાં આવતી નથી. અને તે સાથે ભોગવવા માટે અપૂર્વ અસંખ્યાતમા ભાગને ઉદીરણાકરણ વડે ગ્રહણ કરે છે. એટલે કે બીજે સમયે ઉદયપ્રાપ્ત જેટલી કિટ્ટિઓ હોય છે, તેનો અસંખ્યાતમો ભાગ ઉપશમાવી નાખે છે તેથી તેટલી કિટ્ટિઓનો ફલાનુભવ કરતો નથી, પરંતુ બાકીની કિટ્ટિઓનો ફલાનુભવ કરે છે.
આ પ્રમાણે દરેક સમયે ઉદય પ્રાપ્ત કિટ્ટિઓના અસંખ્યાતમા ભાગને છોડતો અને અપૂર્વ અસંખ્યાતમા ભાગને ભોગવવા માટે ઉદીરણાકરણ વડે ગ્રહણ કરતો સૂક્ષ્મસંપરાયના ચરમસમય
૧. અહીં એમ સમજાય છે કે પહેલા સમયે કરાયેલી કિટ્ટિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ એટલે કે ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિઓ છોડીને અને છેલ્લા સમયે કરાયેલી કિટ્ટિઓની નીચેનો અસંખ્યાતમો ભાગ એટલે કે મંદ રસવાળી કિટ્ટિઓને છોડીને શેષ કિટ્ટિઓને ઉદીરણા દ્વારા ખેંચી અનુભવે છે. પ્રાય પદ મૂકવાનું કારણ પણ એ જ સમજાય છે કે—ઉદય દ્વારા નહિ પણ આ રીતે—ઉદીરણા દ્વારા પહેલા છેલ્લા સમયની કિટ્ટિઓ ઉદયમાં આવે છે.
૨. અહીં ઉદયપ્રાપ્ત કિટ્ટિઓના અસંખ્યાતમા ભાગને ઉપશમાવે છે એમ જણાવે છે, પરંતુ ઉદયપ્રાપ્ત કિટ્ટિઓ શી રીતે ઉપશમે ? કારણ કે ઉદયપ્રાપ્ત કિટ્ટિઓ તો પ્રથમ સ્થિતિમાં જે કિટ્ટિઓ છે તે છે. પ્રથમ સ્થિતિને તો ઉદય ઉદીરણાથી ભોગવે છે. દરેક સ્થળે પ્રથમ સ્થિતિને ઉદય-ઉદીરણાથી ભોગવે છે, એમ જણાવેલું છે તો અહીં ઉપશમ થાય એ કેમ બને ? તેના ઉત્તરમાં એમ જણાય છે કે, દશમા ગુણસ્થાનકની વિશુદ્ધિના માહાત્મ્યથી પ્રથમ સ્થિતિના ઉદયપ્રાપ્ત કિટ્ટિઓના અસંખ્યાતમા ભાગને પણ દ્વિતીય સ્થિતિગત કિટ્ટિઓ સાથે ઉપશમાવે છે. સમુદ્દાતના માહાત્મ્યથી જેમ પુન્ય પ્રકૃતિના રસને પાપરૂપે કરી અનુભવે છે. અથવા જે દશમા ગુણસ્થાનકના કાળ પ્રમાણ પ્રથમ સ્થિતિ કરી તેને તો ભોગવીને ખપાવે, પરંતુ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદય આવવા યોગ્ય જે કિટ્ટિઓ બીજી સ્થિતિમાં રહેલી હોય, તેના અસંખ્યાતમા ભાગને ઉપશમાવતો અને અપૂર્વ અસંખ્યાતમા ભાગને ઉદીરણાકરણ વડે ગ્રહણ કરી અનુભવતો, આ પ્રમાણે પ્રતિસમય કરતો દશમાના ચરમ સમય સુધી જાય છે. અહીં ચરમ સમય સુધી ઉદીરણાકરણ વડે કિક્રિઓને ગ્રહણ કરવાનું કહ્યું છે, પરંતુ પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે અને ઉદીરણા ન થાય એમ કહ્યું નથી. એટલે એમ જણાય છે કે કિટ્ટિકરણાદ્વા કાળમાં દશમે અનુભવવા યોગ્ય જે કિટ્ટિઓ કરી છે, તેમાંથી ઉપર કહ્યા પ્રમાણે ઉપશમાવતો તેને ઉદીરણાકરણ વડે ખેંચી અનુભવતો આ
પ્રમાણે ક્રિયા કરતો ચરમ સમય પર્યંત જાય છે. તત્ત્વ કેવલીગમ્ય.