Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૫૨૫
___चतुरुपशमय्य मोहं मिथ्यात्यं क्षपयित्वा सुरोत्तमो भूत्वा ।
उत्कृष्टसंयमान्ते जघन्याऽऽहारकद्विकयोः ॥३८॥ અર્થ–મોહનીયનો ચાર વાર ઉપશમ કરી, ત્યારબાદ મિથ્યાત્વનો ક્ષય કરી ઉત્તમ સુર થઈને મનુષ્યમાં ઉત્પન્ન થાય. તેમાં ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ પ્રમાણ સંયમ પાળીને અંતે આહારકદ્ધિકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે.
ટીકાનુ–સંસારમાં પરિભ્રમણ કરતાં ચાર વાર મોહનીયકર્મની સર્વોપશમના કરી, ત્યારબાદ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત મોહનીયનો ક્ષય કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય. ગાથામાં ગ્રહણ કરેલ “મ' એ પદ અન્ય દર્શનમોહનું ઉપલક્ષણ છે, કેમ કે મિથ્યાત્વનો ક્ષય થયા પછી મિશ્ર-સમ્યક્ત મોહનીયનો અવશ્ય ક્ષય થાય છે. સર્વાર્થસિદ્ધિમાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુ પૂર્ણ કરી પૂર્વકોટી વર્ષને આઉખે મનુષ્યમાં ઉત્પન્ન થાય, અને મનુષ્ય ભવમાં આઠ વરસની ઉંમર થયા બાદ ચારિત્ર ગ્રહણ કરે તેટલો કાળ ન્યૂન પૂર્વકોટિ વર્ષ પ્રમાણ સંયમનું પાલન કરી અંતે આહારક શરીરની વિદુર્વણા કરનાર આહારક સપ્તકના ઉદયના જે પછીના સમયે આહારક શરીર વિખરાઈ જશે અને ઉદયનો અંત થશે તે– અંતસમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. મનુષ્ય ભવમાં દેશોન પૂર્વકોટિ પ્રમાણ સંયમના પાલનનું કારણ તેટલા કાળે આહારક સપ્તકની સત્તાગત સ્થિતિનો નાશ થાય છે, અને છેવટે અલ્પસ્થિતિ સત્તામાં રહે છે. તેથી જ પૂર્વકોટિ વર્ષને અંતે આહારક શરીર કરનારને જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે. ૩૮
खीणंताणं खीणे मिच्छत्तकमेण चोद्दसण्हंपि । सेसाण सजोगते भिण्णमुहुत्तट्टिईगाणं ॥३९॥ क्षीणान्तानां क्षीणे मिथ्यात्वक्रमेण चतुर्दशानामपि ।
शेषाणां सयोग्यन्ते भिन्नमुहूर्त्तस्थितिकानाम् ॥३९॥ અર્થ –ક્ષીણમોહ ગુણસ્થાનકે જેનો ક્ષય થાય છે તેવી મતિજ્ઞાનાવરણીયાદિ ચૌદ પ્રકૃતિઓની મિથ્યાત્વના ક્રમે ક્ષીણમોહ ગુણસ્થાનકે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. તથા અન્તર્મુહૂર્ત સ્થિતિવાળી શેષ પ્રકૃતિઓની સયોગીના અંત સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
ટીકાનુ–ક્ષીણમોહ ગુણસ્થાનકે જેનો સત્તામાંથી નાશ થાય છે તે જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, અને ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર, એમ ચૌદ પ્રકૃતિઓની ક્ષીણમોહ ગુણસ્થાનકે જ
૧. ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરવાનું કારણ તે સ્થિતિમાં આહારક સપ્તકમાં સંક્રમનાર પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય છે, એટલે આહારકના સંક્રમ યોગ્ય સ્થાનમાં અલ્પ સ્થિતિનો સંક્રમ થાય છે. વળી તે તે વખતે અત્યંત વિશુદ્ધ પરિણામને યોગે તેની બંધયોગ્ય ભૂમિમાં અલ્પ સ્થિતિ બંધાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેટલો કાળ પ્રદેશોદય સ્થિતિ ઓછી કરે છે અને નવી બાંધતો નથી. એટલે ચાર વાર મોહનો ઉપશમ અને ત્યારબાદ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરી સર્વાર્થસિદ્ધિમાં ઉત્પત્તિ કહી છે. મનુષ્ય ભવમાં દેશોન ‘પૂર્વકોટિ પ્રમાણે ચારિત્રના પાલનનું કારણ તો ઉપર કહ્યું જ છે.