Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૨૪
પંચસંગ્રહ-૨
एकेन्द्रियागतोऽतिहीनसत्ताकः संज्ञिषु मिश्रोदयान्ते ।
पवनः स्वस्थितिजघन्यसमसत्ताकः वैक्रियस्यान्ते ॥३७॥ અર્થ અતિહીન સત્તાવાળો એકેન્દ્રિયમાંથી નીકળી સંજ્ઞીમાં આવેલો આત્મા ઉદયને અંતે મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. તથા પોતાની જઘન્ય સ્થિતિની સમાન વૈક્રિય ષકની સ્થિતિની સત્તાવાળો વાયુકાય આત્મા ઉદયને અંતે વૈક્રિયષકની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે.
ટીકાનુ–પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ પ્રમાણ અતિદીન મિશ્રમોહનીયની સ્થિતિસત્તાવાળો કોઈ એકેન્દ્રિય આત્મા એકેન્દ્રિય ભવમાંથી નીકળી સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં તેને જે સમયથી આરંભી અંતર્મુહૂર્ત બાદ મિશ્રમોહનીયની ઉદીરણા દૂર થશે તે સમયે તે મિશ્ર ગુણસ્થાન પ્રાપ્ત કરે. અંતર્મુહૂર્તના ચરમ સમયે– મિશ્રગુણસ્થાનકના ચરમ સમયે તે આત્મા મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. એકેન્દ્રિયને ઓછામાં ઓછી જેટલી સ્થિતિની સત્તા હોઈ શકે તેનાથી હીન સ્થિતિવાળું મિશ્રમોહનીય ઉદીરણા યોગ્ય રહેતું નથી. કેમ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમથી પણ જયારે સ્થિતિ ઓછી થાય ત્યારે મિથ્યાત્વમોહનીયના ઉદયનો સંભવ હોવાથી મિશ્રમોહનીયની ઉદલનાનો સંભવ છે.
તથા બંધાતી નામકર્મની પ્રકૃતિઓની જેટલી જઘન્ય સ્થિતિ સત્તા હોઈ શકે તેટલી એટલે કે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમના સાતીયા બે ભાગ પ્રમાણ વૈક્રિયપર્કવૈક્રિયશરીર, વૈક્રિયસંઘાતન અને વૈક્રિય બંધન ચતુષ્ટની સ્થિતિની સત્તાવાળો વાયુકાય આત્મા ઉલન યોગ્ય થતાં પહેલાં છેલ્લી વાર વૈક્રિયશરીર વિદુર્વે ત્યારે તે ષકના ઉદયના અન્ય સમયે તેની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. તાત્પર્ય એ કે–પલ્યોપમના અસંખ્યાતમે ભાગે હીન સાગરોપમના સાતીયા બે ભાગ પ્રમાણ વૈક્રિયષર્કની જઘન્ય સ્થિતિની સત્તાવાળો પર્યાપ્ત બાદર વાયુકાય આત્મા ઘણી વાર વૈક્રિય શરીર વિકૃદ્ધિને છેલ્લી વાર વૈક્રિયશરીરનો આરંભ કરે ત્યારે તેના ઉદયના ચરમ સમયે વૈક્રિયષકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. ત્યારબાદ અતિ તીન સ્થિતિની સત્તાવાળા તે વૈક્રિયષકની ઉઠ્ઠલનાનો સંભવ છે. એકેન્દ્રિયને અંગોપાંગનો ઉદય નહિ હોવાથી અહીં વૈક્રિય અંગોપાંગનું ગ્રહણ કર્યું નથી. ૩૭
चउरुवसमित्तु मोहं मिच्छं खविउं सुरोत्तमो होउं ।
उक्कोससंजमंते जहण्णगाहारगदुगाणं ॥३८॥ ૧. એકેન્દ્રિયો ઓછામાં ઓછી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમના ત્રણ ભાગ, બે ભાગ, સાગરોપમ આદિ સ્થિતિ તો બાંધે છે. તેથી બંધાતી પ્રકૃતિઓની સ્થિતિસત્તા તેનાથી તો ઓછી હોઈ શકે નહિ. નહિ બંધાતી વૈક્રિય ષકદિ પ્રકૃતિની તેનાથી પણ જ્યારે સ્થિતિ ઓછી થાય ત્યારે તેની ઉલનાનો સંભવ હોવાથી તે ઉદય યોગ્ય રહેતું નથી. એટલે જ મિશ્રમોહનીય માટે એમ કહ્યું છે કે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમથી પણ જ્યારે તેની સ્થિતિસત્તા ઓછી થાય ત્યારે તેની ઉદ્ધલના થાય છે એટલે મિશ્રમોહનીયની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમ પ્રમાણ સ્થિતિ જધન્ય ઉદીરણા યોગ્ય કહી છે. તેનાથી ન્યુન નહિ. કેમ કે તેનાથી હીન સ્થિતિ ઉદય યોગ્ય જ રહેતી નથી.