Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૨૮
પંચસંગ્રહ-૨ દર્શનાવરણ અને પાંચ અંતરાય આ ચૌદની અને તેરમા ગુણસ્થાનકના ચરમસમયે તૈજસ-કાર્પણ સપ્તક, અગુરુલઘુ નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ અને વર્ણાદિ વસ, નામકર્મની આ તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની એક સમય માત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે માટે સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે આ પ્રવૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને બારમા તથા તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. તેમજ અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ મોહનીયની જેમ આ સુડતાળીસ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશ ઉદીરણા અને અજઘન્ય પ્રદેશ ઉદીરણા વારાફરતી અનેક વાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધુવ છે.
શેષ એકસો દસ અધુવોદયી પ્રકૃતિઓની ઉદય હોય ત્યારે જ ઉદીરણા હોય છે. પણ હંમેશાં હોતી નથી. તેથી તે પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ જ હોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી –
સામાન્ય રીતે ઘાતી પ્રકૃતિઓની જે જીવો જે સમયે જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે તે સમયે તે જ જીવો ઘાતકર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટપ્રદેશ ઉદીરણા કરે છે. તેથી તે જ જીવો તેના સ્વામી છે. તે આ પ્રમાણે.
સમયાધિક આવલિકા બાકી હોય એવા બારમા ગુણસ્થાનકવાળા જીવો પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. પરંતુ અવધિજ્ઞાન પ્રાપ્ત કરતાં અવધિઢિકના આવરણનાં ઘણાં પુદ્ગલોનો ક્ષય થઈ જાય છે. તેથી અવધિજ્ઞાનયુક્ત જીવોને આ બે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થતી નથી. માટે આ બે આવરણની ઉદીરણાના સ્વામી અવધિલબ્ધિ રહિત જાણવા.
ગુણિતકર્માશ ક્ષપક અપૂર્વકરણ ચરમસમયવર્તી યથાસંભવ ઉદયપ્રાપ્ત હાસ્યષકના, નવમાં ગુણસ્થાનકે પોતપોતાની ઉદીરણાના ચરમસમયે સંજવલનત્રિક તથા ત્રણ વેદના, અને સમયાધિક આવલિકા બાકી હોય તેવા દસમા ગુણસ્થાનકવાળા જીવો સંજવલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
- સમકાળે સમ્યક્ત અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી મિથ્યાદષ્ટિ મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચતુષ્કના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી ચતુર્થ અને પંચમ ગુણસ્થાનકવાળા ક્રમશઃ અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કના અને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કના, અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ ઉદય પ્રાપ્ત યથાસંભવ થીણદ્વિત્રિકના અને અગિયારમાં ગુણસ્થાનકવાળા જીવો ઉદયપ્રાપ્ત યથાસંભવ નિદ્રાદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
ક્ષયોપશમ સમ્યક્ત પામતાં ત્રીજા ગુણસ્થાનકના ચરમસમયવર્તી મિશ્રમોહનીયના અને ક્ષાયિકસમ્યક્ત પ્રાપ્ત કરનાર પોતાની ઉદીરણાના ચરમસમયવર્તી ક્ષયોપશમ સમ્યક્વી સમ્યક્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
અપ્રમત્તાભિમુખ અતિવિશુદ્ધ પ્રમત્તયતિ બે વેદનીયના, સર્વવિશુદ્ધ અમ્રમત્તયતિ પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, આહારક સપ્તક, વૈક્રિય સપ્તક અને ઉદ્યોત આ વીસ પ્રકૃતિઓના