Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી
પ્રશ્ન–૧. સંઘયણ તથા સંસ્થાનના ઉદય અને ઉદીરણામાં મતાંતર હોય તો જણાવો?
ઉત્તર–બૃહત્સંગ્રહણી વગેરે કેટલાક ગ્રંથોમાં પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને માત્ર સેવાર્ત સંહનન અને હુંડેક સંસ્થાનનો જ ઉદય માનેલ હોવાથી તે ગ્રંથકારોના મતે તે બેની જ ઉદીરણા હોય, અન્ય સંહનન-સંસ્થાનોની ઉદીરણા ન હોય. પરંતુ આ ગ્રંથકાર વગેરે કેટલાક આચાર્ય ભગવંતો યથાસંભવ છયે સંહનન અને સંસ્થાનોનો ઉદય માને છે. તેથી પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચોને છયે સંવનન અને સંસ્થાનની ઉદીરણા હોય છે.
તેમજ કર્મસ્તવ વગેરે કેટલાક ગ્રંથકારો બીજા અને ત્રીજા સંહાનનો ઉદય અગિયારમાં ગુણસ્થાનક સુધી માને છે માટે તેઓના મતે તે બે સંહનનની ઉદીરણા પણ અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે. પરંતુ આ ગ્રંથકાર અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથકારોએ આ બે સંવનનનો ઉદય પણ સાતમા ગુણસ્થાનક સુધી જ માનેલ છે. માટે છેલ્લા ત્રણ સંઘયણની જેમ આ બે સંહનનની પણ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અપ્રમત્ત મુનિને જ બતાવેલ છે.
પ્રશ્ન-૨. શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત જીવોને નિદ્રાઓનો ઉદય અને ઉદીરણા હોય કે નહિ ?
ઉત્તર–આ ગ્રંથની તેમજ કર્મપ્રકૃતિની પૂ. મલયગિરિજી મ. કૃત અને પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકાઓ વગેરેમાં શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત જીવોને નિદ્રાઓનો ઉદય તેમજ ઉદીરણા બતાવેલ નથી. પરંતુ શરીર-પર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદીરણા વિના કેવલ ઉદય બતાવેલ છે. પરંતુ આ જ ગ્રંથના પ્રથમ ભાગની પંચમદ્વારની ૧૦૦મી ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં આહાર પર્યાપ્તિથી આરંભી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી નિદ્રાઓનો કેવલ ઉદય બતાવેલ છે પરંતુ ઉદીરણા બતાવેલ નથી. અર્થાત્ સ્વોપજ્ઞ ટીકાકાર વગેરેના મતે આહાર પર્યાપ્તિની શરૂઆતથી ઈન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી કેવલ ઉદય હોય અને પછી ઉદય-ઉદીરણા સાથે હોય અને અન્ય આચાર્યોના મતે આહાર-પર્યાપ્તિની શરૂઆતથી શરીર પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદય અને ઉદીરણા બને ન હોય એમ લાગે છે. પરંતુ શરીર પર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદીરણા વિના કેવલ ઉદય હોય છે, અને ત્યારબાદ ઉદય-ઉદીરણા સાથે હોય છે.
પ્રશ્ન–૩. પ્રથમ ગુણસ્થાનકે જેમ મોહનીયકર્મના ૭થી ૧૦ સુધીનાં ઉદય સ્થાનો છે તેમ ઉદીરણા સ્થાનો પણ ચાર જ હોય કે ન્યૂનાધિક હોય ?
ઉત્તર અહીં તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણની ૨૨મી ગાથામાં પ્રથમ ગુણસ્થાનકે ૭થી ૧૦ એમ સામાન્યથી ઉદીરણા સ્થાનો પણ ચાર બતાવેલ છે. પરંતુ પ્રથમ ગુણસ્થાનકે અનંતાનુબંધી વગેરે ચાર કષાય, મિથ્યાત્વ, એક વેદ અને એક યુગલ એ આઠ પ્રકૃતિના ઉદય વિખતે અનાદિ મિથ્યાદૃષ્ટિ ઉપશમ સમ્યક્ત પામે ત્યારે મિથ્યાત્વની જેમ અનંતાનુબંધીનું પણ અંતર-કરણ કરતો હોય તો પ્રથમ સ્થિતિની ચરમ આવલિકામાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીની