Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૬૨
પંચસંગ્રહ-૨
નિયમ નથી, ત્યારપછી તો કોઈ પ્રવર્તમાન પરિણામી હોય છે. કોઈ અવસ્થિત-સ્થિર પૂર્વ હતા. તેવા જ પરિણામવાળો હોય છે, કોઈ હીયમાનપરિણામી પણ થાય છે. હવે જો પ્રવર્તમાનપરિણામી આત્મા હોય તો ગુણશ્રેણિ ચડતા ચડતા ક્રમે કરે છે. હીયમાનપરિણામી હોય તો હીયમાન–ઊતરતા ક્રમે અને જો અવસ્થિત પરિણામી હોય તો અવસ્થિત-સ્થિર ગુણશ્રેણિ કરે છે.
હિયમાનપરિણામી આત્મા ઉપરનાં સ્થાનકોમાંથી દલિકો થોડાં ઉતારે છે અને થોડાં ગોઠવે છે, અવસ્થિતપરિણામી આત્મા પૂર્વના સમયમાં જેટલાં દલિકો ઉતાર્યા હતાં તેટલાં જ ઉતારી તેટલાં જ ગોઠવે છે. દેશવિરત કે સર્વવિરત જ્યારે સ્વભાવસ્થ અને હિનપરિણામી હોય ત્યારે સ્થિતિઘાત અને રસઘાત કરતો નથી. ૩૧
परिणामपच्चएणं गमागमं कुणइ करणरहिओवि । आभोगणट्ठचरणो करणे काऊण पावेइ ॥३२॥ परिणामप्रत्ययेन गमागमं करोति करणरहितोऽपि । .
મોટાનટવર: વાર વી પ્રાખોતિ સ્વરા અર્થ—અનાભોગપરિણામે પડેલો આત્મા કરણ કર્યા વિના પણ ગમનાગમન કરે છે. ઉપયોગપૂર્વક જેનું ચારિત્ર નષ્ટ થયું છે તે બે કરણ કરીને જ ચડે છે.
ટીકાનુ–અનાભોગે–ઉપયોગ સિવાય જ પરિણામના બ્રાસરૂપ કારણે પડતા પરિણામ થવાથી દેશવિરત આત્મા અવિરતિ પ્રાપ્ત કરે, અથવા સર્વવિરત આત્મા દેશવિરતિ કે અવિરતિને પ્રાપ્ત કરે તો તે ફરી પણ પૂર્વે પ્રાપ્ત કરેલી દેશવિરતિ અને સર્વવિરતિને કરણ કર્યા વિના જ પ્રાપ્ત કરે છે. આવી રીતે કરણ કર્યા વિના પણ આત્મા અનેક વાર ગમનાગમન કરે છે. પરંતુ જેણે ઉપયોગપૂર્વક પોતાના ચારિત્રનો નાશ કર્યો છે અને તેમ કરીને દેશવિરતિથી અથવા સર્વવિરતિથી પડીને મિથ્યાત્વ પર્યત પણ જેઓ ગયા છે તેઓ ફરી પણ જઘન્યથી અંતર્મુહૂર્ત કાળે અને ઉત્કૃષ્ટથી ઘણા કાળે પૂર્વપ્રતિપન્ન દેશવિરતિ અથવા સર્વવિરતિને ઉક્ત પ્રકારે બે કરણ કરીને જ પ્રાપ્ત કરે છે. ૩૨
परिणामपच्चएणं चउव्विहं हाइ वड्डई वावि । परिणामवड्याए गुणसेढिं तत्तियं रयइ ॥३३॥ परिणामप्रत्ययेन चतुर्विधं हीयते वर्द्धते वाऽपि ।। परिणामावस्थित्या गुणश्रेणिं तावन्मात्रां रचयति ॥३३॥
હોવા જોઈએ, અથવા જે સમયની ગુણશ્રેણિનો વિચાર કરતાં હોઈએ તેની પૂર્વના સમયના પરિણામની પ્રવર્તમાન, હીયમાન કે અવસ્થિત પરિણામ માનવા જોઈએ. તત્ત્વકેવલી ગમ્ય ભાષાંતરકર્તા.
૧. આભોગે પડેલા કિલષ્ટપરિણામી હોય છે તેથી તેઓ કરણ કર્યા વિના ચડી શકતા નથી. અને કોઈ એવા જ પ્રકારના કર્મના ઉદયથી અનાભોગે પડેલા હોય તેઓના તથા પ્રકારના ક્લિષ્ટપરિણામ નહિ થવાથી કરણ-કર્યા વિના જ ચડી જાય છે.