Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૬૫ અને ગુણશ્રેણિ થતા નથી પરંતુ મોહનીયની ચોવીસની સત્તાવાળો થયો છતો સ્વભાવસ્થ જ રહે છે. આ પ્રમાણે અનંતાનુબંધિની વિસંયોજનાનું સ્વરૂપ કહ્યું.
કોઈ આચાર્ય મહારાજા ઉપશમશ્રેણિ કરતાં અનંતાનુબંધિની ઉપશમના માને છે, તેમના મત પ્રમાણે અનંતાનુબંધિની ઉપશમના કઈ રીતે થાય તે હકીકત આ. શ્રીમલયગિરિજી કૃત પડશીતિની ટીકામાંથી અહીં ઉતારી છે તે આ પ્રમાણે–
અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્તગુણસ્થાનમાંથી કોઈપણ ગુણસ્થાને વર્તમાન અનંતાનુબંધિની ઉપશમનાનો પ્રયત્ન કરે છે. તે મન, વચન અને કાયાના ત્રણ યોગમાંથી કોઈપણ યોગ યુક્ત, તેજો, પધ, શુક્લ લેગ્યામાંથી કોઈપણ શુભ લેશ્યાવાળો, સાકારોપયોગે ઉપયુક્ત અન્તઃકોડાકોડી સાગરોપમ સ્થિતિની સત્તાવાળો ભવ્ય આત્મા હોય છે. તથા તે પરાવર્તમાન પુન્યપ્રકૃતિનો બંધક હોય છે, તેમજ પ્રતિસમય અશુભપ્રકૃતિઓના રસને અનંતગુણહીન કરે છે અને શુભપ્રકૃતિઓના રસને અનંતગુણ વધારે છે. સ્થિતિબંધ પણ પૂર્ણ થાય ત્યારે જેમ જેમ પૂર્ણ થતો જાય તેમ તેમ અન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે, કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહના મતે પલ્યોપમના સંખ્યાતમે ભાગે હીન-હીન કરે છે. આ પ્રમાણે કરણ શરૂ કરતાં પહેલા પણ અંતર્મુહૂર્ત પર્યત નિર્મળ પરિણામવાળો રહે છે. ત્યારપછી અંતર્મુહૂર્વકાળ પ્રમાણ ત્રણ કરણ કરે છે. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ અને ૩. અનિવૃત્તિકરણ, ૪. તથા ચોથી ઉપશાન્તાદ્ધા.
તેમાં યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરતો આત્મા પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અનંતગુણ ચડતા પરિણામે પ્રવેશ કરે છે પરંતુ તદ્યોગ્યવિશુદ્ધિના અભાવે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ કે ગુણસંક્રમણ એમાંથી કંઈ જ કરતો નથી. તે અંતર્મુહૂર્ત પ્રમાણ યથાપ્રવૃત્તકરણના કાળમાં દરેક સમયે ત્રિકાળવર્તિ અનેક જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ વિશુદ્ધિનાં સ્થાનકો હોય છે. અને દરેક સમયમાં તે વિશુદ્ધિ સ્થાનકો જસ્થાનપતિત છે. વળી પ્રથમ સંમયે જે વિશુદ્ધનાં સ્થાનકો છે તેના કરતાં બીજે સમયે વધારે હોય છે, ત્રીજે સમયે તે કરતાં વધારે, એમ પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે યથાપ્રવૃત્તકરણના ચરમ સમય પર્વત વધારે વધારે હોય છે.
- તથા યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે જઘન્ય વિશુદ્ધિ અલ્પ, તેનાથી બીજે સમયે જઘન્ય
છે. અથવા એમ પણ હોય કે છેલ્લો ખંડ અને ઉદયાવલિકા અનિવૃત્તિકરણમાં જ ખલાસ થાય અને ત્યાર બાદ અંતર્મુહર્ત પછી શેષકર્મોમાં સ્થિતિઘાતાદિ ન થાય, સ્વભાવસ્થ થાય. ટીકામાં “નિવૃત્તિપર્યવસાને' એ જે લખ્યું છે તેનો અર્થ એમ જણાય છે કે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત બાદ અન્ય કર્મોમાં સ્થિતિઘાતાદિ ન થાય. આમ હોવાનું કારણ કોઈપણ ગુણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્ત સુધી ચડતા પરિણામવાળો જ રહે છે એમ જણાવ્યું છે. જેમ કે ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત થયા પછી, દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્ત પર્યત અવશ્ય ચડતા પરિણામવાળો જ રહે છે, એમ જણાવ્યું છે. તે પ્રમાણે અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી પણ અંતર્મુહૂર્ત ચડતા પરિણામવાળો રહે. ચડતા પરિણામવાળો રહે ત્યાં સુધી અન્ય કર્મમાં સ્થિતિઘાતાદિ થાય. ત્યારબાદ ન થાય એમ જણાય છે. પછી તત્ત્વ કેવળી ગમ્ય. પંચ૦૨-૮૪