Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
ગતિમાં ઉત્પન્ન થાય છે, અને સમ્યક્ત્વમોહનીયનો બાકીનો ભાગ ભોગવી ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે એટલે ઠીક જ કહ્યું છે કે નિષ્ઠાપક ચારે ગતિના જીવો હોઈ શકે છે. જો તે વખતે કાળ ન કરે તો મનુષ્યગતિમાં જ સમ્યક્ત્વમોહનીયનો શેષભાગ અનુભવી ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન કરીને ક્ષપક કે ઉપશમશ્રેણિમાંથી કોઈપણ શ્રેણિ પર આરોહણ કરે છે—ચઢે છે. તેમાં પરભવનું વૈમાનિક દેવનું જ આયુ બાંધ્યું હોય અને પછી ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન કર્યું હોય તો જ ઉપશમશ્રેણિ પર ચઢી શકે છે.
૬૭૫
ચાર ગતિમાંથી કોઈપણ ગતિનું આયુ નહિ બાંધનાર અબદ્ધાયુ ક્ષાયિક સમ્યક્ત્વી આત્મા અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ પર ચડે છે—સાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત કાળમાં જ ચારિત્રમોહનીયની ક્ષપણાનો આરંભ કરે છે. વૈમાનિકદેવ સિવાય કોઈ આયુ બંધાયું હોય તો એક પણ શ્રેણિ પર ચડી શકતો નથી. ૪૬
ક્ષાયિક સમ્યક્ત્વી કેટલામે ભવે મોક્ષમાં જાય એ પ્રશ્નનો ઉત્તર આપે છે— तइय चउत्थे तम्मि व भवंमि सिज्झंति दंसणे खीणे । जं देवनरयसंखाउचरमदेहेसु ते होंति ॥४७॥
तृतीये चतुर्थे तस्मिन्वा भवे सिध्यन्ति दर्शने क्षीणे । यत् देवनारकासंख्यायुश्चरमदेहेषु ते भवन्ति ॥४७॥
અર્થ—દર્શનસપ્તક ક્ષય કર્યા બાદ ત્રીજા, ચોથા કે તે જ ભવમાં મોક્ષમાં જાય છે. કારણ કે દેવ-નારકી, અસંખ્યાતવરસના આયુવાળા કે ચરમ દેહમાં તેઓ હોય છે.
ટીકાનુ—દર્શન સપ્તકનો ક્ષય થયા બાદ ત્રીજા, ચોથા કે તે જ ભવમાં જીવો મોક્ષમાં જાય છે. કારણ કે ક્ષાયિકસમ્યક્ત્વી દેવ, નારકી કે અસંખ્ય વરસના આયુવાળા મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, અથવા ચરમશરીરી હોય છે. તેથી જ ત્રીજા, ચોથા કે તે જ ભવમાં મોક્ષમાં જાય છે એમ કહ્યું છે. એનો જ વિશેષ વિચાર આ પ્રમાણે છે—
દેવતા કે નારકીનું આયુ બાંધ્યા બાદ ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન કરે તો દેવ કે નારકીમાં જઈ મનુષ્ય થઈ મોક્ષે જાય છે. તેને જે ભવમાં ક્ષાયિક ઉત્પન્ન કર્યું તે મનુષ્યનો ભવ, પછી દેવ અથવા નરકનો ભવ, પછી મનુષ્યનો ભવ એમ ત્રણ ભવ થાય છે.
અસંખ્યાત વરસના આયુવાળા મનુષ્ય-તિર્યંચનું આયુ બાંધ્યા પછી—શાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન કર્યું હોય તો યુગલિકમાં જઈ ત્યાંથી દેવમાં, ત્યાંથી મનુષ્યમાં આવી મોક્ષમાં જાય છે તેને ચાર ભવ થાય છે. પહેલો મનુષ્યનો, પછી યુગલિયાનો, પછી દેવનો, અને છેલ્લો મનુષ્યનો. કોઈક કૃષ્ણ અને દુપ્પસહસૂરિ જેવા ક્ષાયિકસમ્યક્ત્વીને પાંચ ભવ પણ થાય છે. તેઓ દેવ કે નારકીનું આયુ બાંધ્યા બાદ ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે, એટલે મનુષ્યમાંથી દેવ નરક ગતિમાં જાય છે, ત્યાંથી એવા કાળમાં અને એવા સંયોગ વચ્ચે મનુષ્યપણે ઉત્પન્ન થાય છે કે તે જ ભવમાં મોક્ષમાં ન જઈ શકે, તેથી દેવાયુ બાંધી દેવગતિમાં જાય છે, ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષમાં જાય છે. આ રીતે પાંચ ભવ પણ થાય છે. ૧. મનુષ્યનો, ૨. દેવ કે નારકીનો,