Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૭૭
છે, તેમ અહીં પણ સમજી લેવાનું છે. માત્ર અંતરકરણ કરતાં અનુદિત મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ કરે છે, અને ઉદય પ્રાપ્ત સમ્યક્ત મોહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. ત્રણેના અંતરકરણનાં દલિકોને સમ્યક્વમોહનીયની પ્રથમસ્થિતિમાં નાખે છે. તથા મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના પ્રથમ સ્થિતિગત દલિક સ્તિબુકસંક્રમ વડે સમ્યક્વમોહનીયની ઉદયાવલિકામાં સંક્રમે છે. સમ્યક્વમોહનીયની પ્રથમ સ્થિતિ વિપાકોદય દ્વારા અનુભવતાં ક્ષીણ થાય ત્યારે ઔપથમિક સમ્યગ્દષ્ટિ થાય છે. ત્રણેનાં દ્વિતીયસ્થિતિગત દલિકોને અનંતાનુબંધિની માફક ઉપશમાવે છે. શેષ હકીકત પ્રથમ ઉપશમસમ્યક્ત પ્રમાણે સમજી લેવાની છે.
જેમ દર્શનત્રિકને ઉપશમાવતાં અપૂર્વ તથા અનિવૃત્તિકરણમાં મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયનાં દલિકોનો સમ્યક્વમોહનીયમાં ગુણસંક્રમ થતો હતો તેમ અત્તરકરણમાં પ્રવેશ કર્યા પછી પણ અંતર્મુહૂર્ત પર્યત ગુણસંક્રમ થાય છે. અંતર્મુહૂર્ત ગયા બાદ ગુણસંક્રમના અંતે વિધ્યાતસંક્રમ થાય છે. વિધ્યાતસંક્રમ વડે મિશ્ર તથા મિથ્યાત્વનાં દલિકોને સમ્યક્વમોહનીયમાં સંક્રમાવે છે.
આ પ્રમાણે દર્શનમોહનીયનો ઉપશમ થયા પછી સંક્લેશ અને વિશુદ્ધિના વશથી પ્રમત્તપણાને અને અપ્રમત્તપણાને અનેક વાર અનુભવી એટલે કે અનેક વાર પ્રમત્તથી અપ્રમત્તે અને અપ્રમત્તથી પ્રમત્તે ફરીને ચારિત્રમોહનીયની ઉપશમના કરવા પ્રયત્ન કરે છે. ૪૮-૪૯ ચારિત્રમોહનીયની ઉપશમનાનો ક્રમ બતાવે છે –
पुणरबि तिन्नि करणाई करेइ तइयंमि एत्थ पुण भेओ । अंतोकोडाकोडी बंधं संतं च सत्तण्हं ॥५०॥
पुनरपि त्रीणि करणानि करोति तृतीये अत्र पुनः भेदः । : - અન્તઃ aોટાવેટીવચ્ચે સત્તાં ઘસતાનામ્ II૧૦
અર્થ ચારિત્રમોહનીયની ઉપશમના કરતાં ફરી પણ ત્રણ કરણ કરે છે. ત્રીજા કરણમાં ' વિશેષ છે. ત્યાં સાતે કર્મોનો બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે.
ટીકાનુ ચારિત્રમોહનીયને ઉપશમાવતો આત્મા પણ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરે છે. કરણનું સ્વરૂપ તો પ્રથમ ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરતાં કહ્યું છે તે પ્રમાણે કે અનંતાનુબંધિની ઉપશમના કરતાં કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવાનું છે. અહીં ચારિત્રમોહનીય ઉપશમાવતાં
૧. અહીં સામાન્યતઃ મિથ્યાત્વ અને મિશ્રનો સમ્યક્તમાં સંક્રમ થાય એમ લખ્યું છે પરંતુ મિથ્યાત્વનો મિશ્રમાં પણ એ જ પ્રમાણે સંક્રમ થાય છે એ પણ સમજી જ લેવાનું છે.
૨. દર્શનત્રિકની ઉપશમના કર્યા પછી અને ચારિત્રમોહનીયની ઉપશમના કરતાં હજારો વાર પ્રમત્ત અને અપ્રમત્તે ફરે છે, અને ત્યારબાદ અપૂર્વકરણે જાય છે, એમ પહેલાં કહેવામાં આવ્યું છે. તેમાં છેલ્લી વાર જે અપ્રમત્તપણું પ્રાપ્ત થયા પછી અપૂર્ણકરણમાં પ્રવેશ કરે તે અપ્રમત્તપણાને ચારિત્રમોહનીયની ઉપશમના કરતાં યથાપ્રવૃત્તકરણ તરીકે સમજવાનું છે.