Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૯૧
પદ્મહતાનો નાશ થાય છે. હવે જ્યારે શેષ રહેલ પુરુષવેદનો એક ઉદયસમય પણ ભોગવાઈ જાય છે ત્યારે આત્મા અવેદી થાય છે. અવેદીપણાના પ્રથમસમયે બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જે દલિક છે તે જ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે, શૈષ સઘળા લિકની નપુંસકવેદમાં કહેલ વિધિ પ્રમાણે ઉપશમના થઈ ગયેલ છે અને બે સમયનૂન બે આવલિકા કાળમાં જે બંધાયેલું ઉપશમ્યા વિનાનું બાકી છે તેને પણ તેટલા જ કાળે ઉપશમાવે છે. ૬૮ પૂર્વગાથામાં કહી તે જ હકીકત આ ગાળામાં સ્પષ્ટ કરે છે–
आगालेण समगं पडिग्गहया फिडइ पुरिसवेयस्स । सोलसवासिय बंधो चरिमो चरिमेण उदएण ॥६९॥ तावइ कालेणं चिय पुरिसं उवसामए अवेदो सो । बंधो बत्तीससमा संजललिणियराण उ सहस्सा ॥७०॥
आगालेन समकं पतद्ग्रहता स्फिटति पुरुषवेदस्य । षोडशवार्षिको बन्धः चरमः चरमेणोदयेन ॥६९॥ तावता कालेनैव पुरुषमुपशमयति अवेदः सः ।
बन्धो द्वात्रिंशत्समानि संज्वलनस्येतरेषां तु सहस्राणि ॥७०॥ અર્થ–આગાલ સાથે પુરુષવેદની પતદ્ઘહતા નાશ પામે છે. સોળ વર્ષનો છેલ્લો બંધ પણ છેલ્લા ઉદય સાથે નષ્ટ થાય છે. અવેદક થયો છતો અનુપશમિત પુરુષવેદને તેટલા જ કાળે ઉપશમાવે છે. જે સમયે પુરુષવેદ ઉપશમ્યો તે સમયે સંજવલન કષાયોનો બત્રીસ વર્ષ પ્રમાણ બંધ થાય છે, અને ઇતરકર્મનો સંગાતા હજાર વર્ષનો બંધ થાય છે.
ટીકાનુ–જે સમયે પુરુષવેદના (જનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે તે) આગાલનો વિચ્છેદ થાય છે તે જ સમયે પુરુષવેદની પતટ્ઠહતા પણ નષ્ટ થાય છે. એટલે કે હાસ્યાદિ ષકદિ ષકદિ પ્રકૃતિઓનું દલિક પુરુષવેદમાં સંક્રમતું નથી. પુરુષવેદનો સોળ વર્ષપ્રમાણ જે છેલ્લો સ્થિતિબંધ થાય છે તે પણ પ્રથમસ્થિતિના છેલ્લા ઉદય સમય સાથે નષ્ટ થાય છે, બંધ અને ઉદય સાથે જ દૂર થાય છે. ઉદીરણા પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે દૂર થાય છે. પુરુષવેદનો જ્યારે સોળ વરસનો બંધ થાય છે, ત્યારે સંજ્વલનના ચારે કષાયોની સંખ્યાતા હજાર વર્ષ બંધ થાય છે.
જે સમયે પુરુષવેદનો છેલ્લો બંધ થાય છે તે સમયે તે સમયથી બીજી આવલિકાના છેલ્લા સમયનું બંધાયેલું અને સંક્રમથી આવેલું સઘળું દલિક શાંત થાય છે. જેમ કે આવલિકાના ચાર સમયનૂન બે આવલિકા બાકી રહે અને પતંગ્રહતા નષ્ટ થાય એમ કહ્યું છે. અહીં જે સમયે આગાલ બંધ પડે છે તે સમયથી પતટ્ઠહતા નાશ પામે છે તેમ કહે છે, આગાલ પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે નષ્ટ થાય છે એ હિસાબે પતદુગ્રહતા પ્રથમ સ્થિતિની બે આવલિકા રહી ત્યારથી બંધ પડી એમ થાય છે. સંક્રમણકરણમાં સમયવ્ન બે આવલિકા પ્રથમસ્થિતિ શેષ રહે ત્યારે પતગ્રહતા નષ્ટ થાય તેમ કહ્યું છે. તત્ત્વ કેવલીગમ્ય.