Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૦૦
ભાગપ્રમાણ કિટિઓ કરે છે. ૭૭
अणुसमयमसंखगुणं दलियमणंतंसओ उ अणुभागो । सव्वेसु मंदरसमाइयाण दलियं विसेसूणं ॥ ७८ ॥
अनुसमयमसंख्येगुणं दलिकमनन्तांशकस्तु अनुभागः । सर्व्वेषु मन्दरसादिकानां दलिकं विशेषोनम् ॥७८॥
પંચસંગ્રહ-૨
અર્થપ્રત્યેક સમયે દલિક અસંખ્યાતગુણ હોય છે અને રસ અનંતમો ભાગ હોય છે. સઘળા સમયોમાં મંદરસવાળી કિટ્ટિઓમાં દળ વિશેષ, તેથી અધિક રસવાળીમાં અલ્પ, એમ અધિક અધિક રસવાળી કિટ્ટિઓમાં દલિક અલ્પ-અલ્પ હોય છે, એમ દરેક સમયે થયેલ કિટ્ટિઓમાં સમજવું.
ટીકાનુ—દરેક સમયે જે કિટ્ટિઓ થાય છે તેના દલિકનું પ્રમાણ પૂર્વ-પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ હોય છે. એટલે કે પહેલે સમયે જે કિર્દિઓ થાય છે તે સઘળી કિટ્ટિઓનું દલિક બીજા સમયની કિટ્ટિઓની અપેક્ષાએ અલ્પ હોય છે. તેનાથી બીજા સમયે થયેલી સઘળી કિટ્ટિઓનું દલિક અસંખ્યાતગુણ હોય છે. તેનાથી ત્રીંજા સમયે કરાયેલી સઘળી કિટ્ટિઓનું દલિક અસંખ્યાતગુણ છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ દલિક કિટ્ટિકરણાદ્ધાના ચરમસમય પર્યંત હોય છે. અને રસની અપેક્ષાએ વિચારીએ તો તે અનંતમો ભાગમાત્ર હોય છે. પહેલા સમયે કરાયેલી સઘળી કિટ્ટિઓમાં રસ વધારે હોય છે. તે કરતાં બીજા સમયે કરાયેલી સઘળી કિટ્ટિઓમાં અનંતગુણહીન રસ હોય છે, એમ કિક્રિકરણાદ્ધાના ચરમસમય પર્યંત પૂર્વ-પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે કરાયેલી કિટ્ટિઓમાં અનંતગુણહીન રસ હોય છે.
(અહીં કારણનો વિચાર કરીએ તો ઉત્તરોત્તર સમયે પરિણામની નિર્મળતા હોવાથી રસ ઓછો ઓછો થાય છે. તથાસ્વભાવે અલ્પ રસવાળાં દલિકો વધારે હોય છે, અને અધિક રસવાળાં દલિકો અલ્પ હોય છે, તેથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયના દલિકનું પ્રમાણ વધારે કહ્યું છે.)
અહીં સુધી તો પૂર્વ પૂર્વ સમયની કિટ્ટિઓના દલિક અને રસની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયની કિટ્ટિઓના દલિક એ રસનું પ્રમાણ બતાવ્યું છે. હવે પ્રત્યેક સમયે થતી કિટ્ટિઓનાં દલિકોનું એકબીજાની અપેક્ષાએ પ્રમાણ કહે છે—દરેક સમયોમાં જે કિટ્ટિઓ થાય છે, તેઓમાંથી જઘન્ય રસવાળી કિટ્ટિ પહેલી, તેનાથી અનંતગુણ રસવાળી બીજી, તેનાથી અનંતગુણ રસવાળી ત્રીજી, એમ યાવત્ સર્વોત્કૃષ્ટ રસવાળી કિટ્ટિ છેલ્લી એમ સ્થાપના સ્થાપવી. તેઓમાં દલિક વિશેષહીન-વિશેષહીન કહેવું. જેમ કે પ્રથમ કિટ્ટિમાં ઘણું દલિક, તેનાથી અનંતગુણ અધિક રસવાળી બીજી કિટ્ટીમાં વિશેષહીન દલિક, તે કરતાં અનંતગુણાધિક ત્રીજી કિટ્ટિમાં વિશેષહીન દલિક, આ પ્રમાણે સર્વોત્કૃષ્ટ કિટ્ટિ પર્યંત વિશેષહીન દલિક કહેવું.
તથા સઘળા સમયની કિટ્ટિઓની સ્થાપનામાં જેમ પૂર્વ-પૂર્વ કિટ્ટિના દલિકથી ઉત્તરોત્તર