Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૯૮
પંચસંગ્રહ-૨
संताणि बज्झमाणग सरुवओ फड्डगाणि जं कुणइ ।' सा अस्सकण्णकरणद्ध मम्झिमा किट्टिकरणद्धा ॥७५॥ सन्ति बध्यमानस्वरूपतः स्पर्द्धकानि यत्करोति ।
साऽश्वकर्णकरणाद्धा मध्यमा किट्टिकरणाद्धा ॥५॥ અર્થ–લોભના સત્તાગત સ્પર્ધકોને તત્કાળ બધ્યમાન સ્પર્ધકો સ્વરૂપે જેની અંદર કરે તે અશ્વકર્ણકરણોદ્ધા. ત્યારપછી મધ્યમ કિટ્ટિકરણોદ્ધા પ્રવર્તે છે.
ટીકાનુ–માયાનાં જે દલિકો સંજવલન લોભમાં સંક્રમેલાં છે તે અને પૂર્વે જે સંજવલન લોભનાં દલિકો બંધાયેલા સત્તામાં પડ્યાં છે તેઓને તત્કાલ બધ્યમાન સંજવલનલોભરૂપે એટલે કે તત્કાળ બંધાતા સંજવલનલોભની જેમ અત્યંત નીરસ જેની અંદર કરે છે તે અશ્વકર્ણકરણોદ્ધા છે.
એનો જ વિશેષ વિચાર આ પ્રમાણે છે–અશ્વકર્ણકરણાદ્ધાના કાળમાં વર્તમાન માયાનાં જે દલિકો સંજ્વલનલોભમાં સંક્રમેલાં છે તે તથા પૂર્વે બંધાયેલાં લોભનાં જે દલિકો સત્તામાં પડ્યાં છે તેઓને પ્રતિસમય ગ્રહણ કરીને તત્કાળ બંધાતા સંજવલનલોભના જેવા અત્યંત હીન રસવાળા કરે છે, માત્ર ચડતા ચડતા રસાણનો ક્રમ તોડતો નથી. સંસારમાં રખડતાં આ પહેલાં કોઈપણ કાળે બંધ આશ્રયી આવા હીન રસવાળા સ્પદ્ધકો બાંધ્યા નહોતા, પરંતુ વિશુદ્ધિના વશથી અત્યારે જ સત્તામાં એટલા બધા હીન રસવાળા કરે છે.
આ પ્રમાણે પ્રતિસમય અપૂર્વસ્પર્ધ્વક કરતાં સંખ્યાતા સ્થિતિબંધો જાય ત્યારે અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ થાય છે. ત્યારબાદ કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. તે વખતે સંજવલનલોભનો સ્થિતિબંધ દિવસ પૃથક્ત થાય છે, અને શેષ કર્મોનો વર્ષ પૃથક્ત પ્રમાણ થાય છે. કિટ્ટિકરણાદ્ધાના કાળમાં પૂર્વ પદ્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકો ગ્રહણ કરીને સમયે સમયે અનંતી અવંતી કિઠ્ઠિઓ કરે છે. ૭૫ હવે કિક્રિઓનું સ્વરૂપ અને પ્રથમ સમયે કેટલી કિક્રિઓ કરે છે, તે કહે છે –
अप्पुव्वविसोहीए अणुभागोणूण विभयणं किट्टी । पढमसमयंमि रसफड्डगवग्गणाणंतभागसमा ॥७६॥
अपूर्वविशुद्ध्या अनुभागोनस्य विभजनं किट्टिः ।
प्रथमसमये रसस्पर्द्धकवर्गणानामनन्तभागसमाः ॥७६॥ અર્થ—અપૂર્વ વિશુદ્ધિ વડે ચડતા ચડતા રસાણનો ક્રમ તોડીને અત્યંત હીન રસ કરવો
૧. અહીં અપૂર્વરૂદ્ધકો તથા પૂર્વરૂદ્ધકો એમ બંને કહે છે. એનું તાત્પર્ય એ છે કે અપૂર્વરૂદ્ધકના કાળમાં જેટલા સ્પર્ધકો તત્કાળ બંધાતા સંજ્વલનલોભના જેવા અલ્પ રસવાળા કરેલા છે તેઓને તથા તે કાળે જે પદ્ધકોના અપર્વરૂદ્ધકો કર્યા નથી તે બંનેને ગ્રહણ કરીને કિક્રિઓ કરે છે. અપૂર્વરૂદ્ધક કાળમાં સત્તાગત બધા પદ્ધકો અપૂર્વ થતા નથી. કેટલાક થાય છે અને કેટલાક તેવા જ રહે છે.