Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૯૭
કર્મોનો સર્વત્ર સંખ્યય વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. માત્ર પૂર્વ પૂર્વ સ્થિતિબંધ કરતાં ઉત્તરોત્તર સ્થિતિબંધ ઓછો-ઓછો થાય છે. ૭૩ હવે સંજ્વલન લોભની વક્તવ્યતા કહે છે –
लोभस्स उ पढमढिइं बिईयठिइओ उ कुणइ तिविभागं । दोसु दलणिक्खेवो तइयो पुण किट्टीवेयद्धा ॥७४॥ लोभस्य तु प्रथमस्थितिं द्वितीयस्थितेस्तु करोति त्रिविभागां ।
द्वयोर्दलनिक्षेपः तृतीयः पुनः किट्टीवेदनाद्धा ॥७४॥
અર્થ–માયાનો ઉદયવિચ્છેદ થયા બાદ લોભની બીજી સ્થિતિમાંથી ત્રણ ભાગવાળી પ્રથમ સ્થિતિ કરે છે. પ્રથમના બે ભાગમાં દળનો નિક્ષેપ કરે છે. ત્રીજો ભાગ કિટ્ટિવેદનાદ્ધા-કિટ્ટિ વેદવાનો કાળ છે. -
ટીકાનુ–માયાના ઉદયવિચ્છેદ પછીના સમયથી આરંભી લોભનો ઉદય થાય છે. તે લોભની બીજા સ્થિતિમાંથી દલિક ઉતારી તેની પ્રથમ સ્થિતિ કરે છે. લોભની પ્રથમ સ્થિતિના ત્રણ ભાગ કરે છે–પહેલો અશ્વકર્ણકરણાદ્ધા, બીજો કિષ્ટિ કરણાદ્ધા, ત્રીજો કિષ્ટિવેદનાદ્ધા.
ચડતા ચડતા રસાણુવાળી વર્ગણાઓનો ક્રમ તોડ્યા સિવાય અત્યંત હીન રસવાળા સ્પર્ધકો કરવા તે અપૂર્વ સ્પર્ધ્વક કહેવાય છે. તે અપૂર્વ સ્પર્ધ્વક કરવાના કાળને અશ્વકર્ણકરણોદ્ધા કહેવામાં આવે છે.
એટલો બધો રસ ઘટાડી નાખવો કે જેને લઈને ચડતા ચડતા રસાણુવાળી વર્ગણાનો ક્રમ તૂટી જાય તે કિટ્ટિ કહેવાય છે. જે કાળમાં કિઠ્ઠિઓ થાય છે તે કિટ્ટિકરણોદ્ધા કહેવાય છે.
નવમા ગુણસ્થાનકે કરેલી તે કિષ્ક્રિઓના અનુભવ કાળને કિટ્ટિવેદનાદ્ધા કહેલ છે. . . જે સમયે લોભનો ઉદય થાય છે, તે સમયથી નવમા ગુણસ્થાનકનો જેટલો કાળ બાકી છે તેના બે ભાગ થાય છે. તેમાંના પ્રથમ ભાગમાં અપૂર્વ પદ્ધકો થાય છે. દ્વિતીય વિભાગમાં કિઠ્ઠિઓ થાય છે, અને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે કિટ્ટિકરણોદ્ધામાં કરેલી કિઠ્ઠિઓને વેદે છે– અનુભવે છે. નવમાં ગુણસ્થાનકના જે સમયથી લોભનો ઉદય થાય છે તે સમયથી આરંભી તેનો જેટલો કાળ બાકી છે તે કરતાં તેની પ્રથમસ્થિતિ એક આવલિકા અધિક કરે છે. આવલિકા અધિક કહેવાનું કારણ નવમાના ચરમ સમય પર્યત તો લોભના રસોદયને વેદે છે, છતાં તેની પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે છે અને નવમું ગુણસ્થાન પૂરું થઈ દશમે ગુણસ્થાનકે જાય, ત્યાં અવશિષ્ટ તે આવલિકા તિબુકસંક્રમ વડે સૂક્ષ્મકિઠ્ઠિઓમાં સંક્રમાવી અનુભવે છે. એટલે જ પ્રથમ સ્થિતિ એક આવલિકા વધારે કરે છે, એમ કહ્યું છે. અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમસમયથી અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન એમ ત્રણેના લોભને એકસાથે ઉપશમાવવાનો આરંભ કરે છે ૭૪
- અશ્વકર્ણકરણાદ્ધાના કાળમાં અન્ય જે કંઈ કરે છે તે કહે છે–
પંચ૦૨-૮૮