Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૯૨
પંચસંગ્રહ-૨
સમય કલ્પીએ અને આઠમા સમયને છેલ્લો સમય કલ્પીએ તો તે સમયથી છેલ્લા પૂર્વના આઠમા સમયનું બંધાયેલું અને તે સમયે સંક્રમથી આવેલું છેલ્લા સમયે શાંત થાય છે, તેથી બંધવિચ્છેદ સમયે સમયોન બે આવલિકાનું બંધાયેલું જ ઉપશમ્યા સિવાયનું બાકી રહે છે. અને અવેદકપણાના પહેલા સમયે બે સમયપૂન બે આવલિકા કાળમાં બંધાયેલું ઉપશમ્યા વિનાનું બાકી રહે છે. અને તે તેટલી જ કાળે ઉપશમાવે છે.
પ્રથમ સ્થિતિની સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદની પતગ્રહતા નષ્ટ થઈ હોવાથી અવેદનપણાના પ્રથમ સમયે સંક્રમથી આવેલા દલિકને શાંત કરવાનું રહેતું જ નથી. આનું કારણ જે સમયે બંધાય છે તે સમયથી એક આવલિકા તદવસ્થ પડ્યું રહે છે. આવલિકા પૂરી થયા બાદ ઉપશમાવવા માંડે છે, એક આવલિકા કાળે ઉપશમાવી દે છે. એટલે જ જે સમયે બંધાયું તે સમયથી આવલિકા ગયા બાદ પછીની આવલિકાના છેલ્લે સમયે સંપૂર્ણપણે શાંત થાય છે. એટલે જે સમયે છેલ્લો બંધ થાય છે, તે સમયથી આરંભી પૂર્વના બીજી આવલિકાના છેલ્લે સમયે જે બંધાયું તે બંધવિચ્છેદ સમયે શાન્ત થાય છે, પછીના સમયે જે બંધાયું તે અવેદનપણાના પહેલા સમયે શાન્ત થાય છે. આ ક્રમે શાંત કરે છે. તેથી જ અવેદકપણાના પ્રથમ સમયે બે સમયપૂન બે આવલિકાકાળનું બંધાયેલું જ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે, અને તેને તેટલા જ કાળે શાન્ત કરે છે, એમ કહ્યું છે.
' ઉપશમન ક્રિયા કરવાનો આ ક્રમ છે–બંધવિચ્છેદ પછીના એટલે કે અબંધના પ્રથમ સમયે થોડું ઉપશમાવે છે, દ્વિતીય સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે. ત્રીજા સમયે તે કરતાં અસંખ્યાતગુણ ઉપશમાવે છે. આ પ્રમાણે ઉપશમાવતાં બે સમય ન્યૂન બે આવલિકાના ચરમ સમયે સંપૂર્ણપણે ઉપશમાવે છે. જેમ ઉપશમાવે છે તેમ બે સમયનૂન બે આવલિકા પર્વત યથાપ્રવૃત્ત સંક્રમ વડે પરમાં સંક્રમાવે પણ છે.
સંક્રમનો વિધિ આ પ્રમાણે છે–પહેલા સમયે ઘણું સંક્રમાવે છે, બીજે સમયે વિશેષ ન્યૂન, ત્રીજે સમયે વિશેષ ન્યૂન એમ ચરમસમય પર્યત સંક્રમાવે છે.
એમ ઉત્તરોત્તર ઉપશમાવતાં અને ન્યૂન ન્યૂન સંક્રમાવતાં અવેદકપણાના પ્રથમ સમયથી બે સમય ન્યૂન બેઆવલિકાકાળે પુરુષવેદ સંપૂર્ણ શાન્ત થાય છે. જે સમયે પુરુષવેદ સંપૂર્ણપણે શાન્ત થાય છે તે સમયે સંજવલન કષાયોનો બત્રીસ વર્ષનો (આ સ્થળે કર્મપ્રકૃતિમાં અંતર્મુહૂર્ત ન્યૂન બત્રીસ વર્ષ બંધ કહ્યો છે, અને બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય, નામ અને ગોત્રકર્મનો સંગાતા હજાર વર્ષનો સ્થિતિબંધ થાય છે. ૬૯-૭૦ હવે અપ્રત્યાખ્યાનાવરણીયાદિની ઉપશમનાનો પ્રકાર બતાવે છે –
अव्वेयपढमसमया कोहतिगं आढवेइ उवसमिउं । तिसु पडिग्गहया एक्का उदओ य उदीरणा बंधो ७१॥ फिटुंति आवलीए सेसाए