Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૯૮૯
. उपशान्ते घातिनां संख्येयसमाः परेण संख्येयांशः ।
बन्धः सप्तानामेवं संख्येयतमे उपशान्ते ॥६६॥ અર્થ–સ્ત્રીવેદનો સંખ્યાતમો ભાગ ઉપશમે છતે ઘાતિ કર્મનો સંગાત વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, ત્યારપછી તેની સ્થિતિબંધ સંખ્યાતમો ભાગ થાય છે. આ રીતે સાતને ઉપશમાવે છે, અને તેનો સંખ્યાતમો ભાગ ઉપશમે છતે જે થાય છે તે નીચેની ગાથામાં કહે છે.
ટીકાનુ–સ્ત્રીવેદને ઉપશમાવતાં તેની સંખ્યાતમો ભાગ ઉપશમ્યા પછી ઘાતિ કર્મજ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ થયા પછીનો જે સ્થિતિબંધ થાય છે તે સંખ્યયગુણહીન થાય છે. જે સમયે ઘાતકર્મનો સંગાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે તે સમયથી આરંભી કેવળજ્ઞાનાવરણ વર્જીને શેષ ચાર જ્ઞાનાવરણીયનો, કેવળદર્શનાવરણીય વર્જીને શેષ ત્રણ દર્શનાવરણીયનો એકસ્થાનકરસ બાંધે છે. ત્યારપછી હજારો સ્થિતિબંધો થયા બાદ સ્ત્રીવેદ ઉપશાંત થાય છે. સ્ત્રીવેદ ઉપશમ્યા પછી હાસ્યષક અને પુરુષવેદ એમ સાત પ્રકૃતિની એક સાથે ઉપશમન ક્રિયા શરૂ કરે છે. ૬૬
પૂર્વોક્ત રીતે એ સાત નોકષાયને ઉપશમાવતાં તેની સંખ્યાતમો ભાગ ઉપશમ્યા પછી જે થાય છે તે નીચેની ગાથામાં કહે છે –
नामगोयाण संखा बंधो वासा असंखिया तइए । ता सव्वाण वि संखा तत्तो संखेज्जगुणहाणी ॥६७॥ नामगोत्रयोः संख्येयानि बन्धः वर्षाणि असंख्येयानि तृतीये ।
ततः सर्वेषामपि संख्येयानि ततः संख्येयगुणहान्या ॥१७॥ અર્થ-નામ અને ગોત્રકર્મનો સંગાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્રીજા વેદનીયનો અસંખ્યાત વર્ષપ્રમાણ બંધ થાય છે. ત્યારપછી સઘળાં કર્મોનો સંખ્યાત વર્ષપ્રમાણ બંધ થાય છે. ત્યારપછી સંખ્યાત ગુણહીન બંધ થાય છે.
ટીકાનુ–સ્ત્રીવેદ ઉપશમ્યા પછી નપુંસકને જે રીતેં ઉપશમાવ્યો તે રીતે હાસ્યષક અને પુરુષવેદની ઉપશમક્રિયા શરૂ કરે છે. સાતને ઉપશમાવતાં તેનો સંખ્યાતમોભાગ જ્યારે ઉપશમી જાય ત્યારે નામ અને ગોત્રકર્મનો સંગાતવર્ષપ્રમાણ સ્થિતિબંધ થાય છે, અને ત્રીજા વેદનીયકર્મનો અસંખ્યાત વર્ષપ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે સ્થિતિબંધ પૂર્ણ થયા બાદ પછીની સ્થિતિબંધ વેદનીયકર્મનો પણ સંખ્યાત વર્ષપ્રમાણ થાય છે. વેદનીયકર્મનો સંગાતવર્ષપ્રમાણ સ્થિતિબંધ થયા પછીથી સઘળાં કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષપ્રમાણ થાય છે. અને પૂર્વ પૂર્વ સ્થિતિબંધ કરતાં ઉત્તરોત્તર સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન હીન થાય છે. ત્યારપછી હજારો સ્થિતિબંધો થઈ ગયા પછી હાસ્યષક અને પુરુષવેદ એ સાતે નોકષાયો શાંત થાય છે. ૬૭
' ૧. આ સ્થળે કર્મપ્રકૃતિમાં “એ સાત પ્રકૃતિને ઉપશમાવતાં જેટલો કાળ જાય તે કાળનો સંખ્યાતમો ભાગ ગયા પછી” એમ છે, એમાં તાત્પર્ય ભેદ નથી. કેમ કે તેટલા કાળમાં તેટલું દલિક ઉપશમાવે છે. પંચ૦૨-૮૭