Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૮૭
અંતરકરણનાં દલિકોને દ્વિતીય સ્થિતિમાં જ નાખે છે. જે કર્મનો તે વખતે બંધ કે ઉદય કોઈ જ ન હોય તેઓના અંતરકરણનાં દલિકોને બંધાતી સ્વજાતીય પરપ્રકૃતિમાં નાખે છે જેમ બીજા અને ત્રીજા કષાયનાં દલિતોને પરપ્રકૃતિમાં નાખે છે. ૬૨
તથા જે સમયે અંતરકરણ ક્રિયા શરૂ થાય છે તે સમયની પછીના સમયથી નીચેની ગાથામાં કહેવાશે તે સાત પદાર્થો એકીસાથે શરૂ થાય છે. ૬૨ એ જ સાત પદાર્થો બતાવે છે–
एगट्ठाणाणुभागो बंधो उदीरणा य संखसमा । अणुपुव्वी संकमणं लोहस्स असंकमो मोहे ॥६३॥ बद्धं बद्धं छसु आवलीसु उवरेणुदीरणं एइ । पंडगवेउवसमणा असंखगुणणाइ जावंतं ॥६४॥ एकस्थानानुभागबंध उदीरणा च संख्येयसमा । आनुपूर्व्या संक्रमणं लोभस्यासंक्रमो मोहे ॥६३॥ बद्धं,बद्धं षण्णामावलीनामुवरी उदीरणामेति ।
पंडकवेदोपशमना असंख्येयगुणनया यावदन्तः ॥६४॥ અર્થ–મોહનીયનો એક સ્થાનિકરસબંધ, મોહનીયનો સંખ્યાત વર્ષપ્રમાણ સ્થિતિબંધ, મોહનીયની સંખ્યાત વર્ષની ઉદીરણા, ક્રમપૂર્વક સંક્રમણ, લોભના સંક્રમનો અભાવ, તે સમયે બંધાયેલા દલિકની છ આવલિકા ગયા બાદ ઉદીરણા અને નપુંસકવેદની પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણકારે ઉપશમક્રિયા આ સાત પદાર્થો એક સાથે શરૂ થાય છે.
ટીકાનુ–જે સમયે અંતરકરણ ક્રિયા શરૂ થાય છે ત્યારપછીના સમયથી આ પ્રમાણે સાત પદાર્થો એક સાથે શરૂ થાય છે—જે સમયે અંતરકરણ ક્રિયા શરૂ થઈ ત્યારપછીના સમયથી મોહનીયકર્મનો રસબંધ એક સ્થાનક થાય છે ૧. તથા મોહનીયકર્મની ઉદીરણા સંખ્યાતા વરસની જ થાય છે. (કેમ કે સંખ્યાત વરસથી વધારે સ્થિતિ સત્તામાં હોતી નથી.) ૨. ઉદીરણા શબ્દની પાસે રહેલો ય અનુક્તનો સમુચ્ચાયક હોવાથી અહીં મોહનીયનો જે સ્થિતિબંધ થાય છે તે સંખ્યાતા વરસનો થાય છે અને તે પણ પૂર્વ પૂર્વથી સંખ્યાત ગુણહીન થાય છે. ૩. તથા પુરુષવેદ અને સંજ્વલન ચતુષ્કનો ક્રમપૂર્વક જ સંક્રમ થાય છે, એટલે કે જે જે પ્રકૃતિનો પહેલો બંધવિચ્છેદ થાય છે તેનું દલિક પછી પછી બંધવિચ્છેદ થનારી પ્રવૃતિઓમાં જાય, પરંતુ પછી બંધવિચ્છેદ થનારી પ્રકૃતિઓનું પહેલાં બંધવિચ્છેદ થનારીમાં ન જાય, જેમ કે પુરુષવેદનું ક્રોધાદિમાં જાય, ક્રોધનું માનાદિમાં જાય, પરંતુ ક્રોધાદિનું પુરુષવેદમાં કે માનાદિનું ક્રોધમાં ન જાય, અંતરકરણ શરૂ થયા પહેલાં તો પરસ્પર સંક્રમ થતો હતો. ૪. તથા અહીં સંજ્વલન લોભનો અન્ય કોઈ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી. ૫. તથા અત્યાર સુધીમાં બંધાયેલા કર્મની બંધાવલિકા ગયા પછી ઉદીરણા થતી હતી. અંતરકરણ ક્રિયાની શરૂઆતના દ્વિતીય સમયથી જે કર્મ બંધાય છે તે છ આવલિકા પછી ઉદીરણાને પ્રાપ્ત થાય છે. ૬. તથા નપુંસકવેદની અસંખ્ય અસંખ્ય ગુણકારે ઉપશમના