Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
१८६
પંચસંગ્રહ-૨
ઉદયકાળ કરતાં સંજ્વલન ક્રોધનો ઉદયકાળ વિશેષાધિક છે. તેના કરતાં અનુક્રમે માન, માયા અને લોભનો ઉદયકાળ વિશેષાધિક-વિશેષાધિક છે. હવે સંજવલન ક્રોધાદિનો ઉદય ક્યાં સુધી રહે છે. તે કહે છે–સંજ્વલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ સ્વીકારનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધનો ઉપશમ થયો હોતો નથી ત્યાં સુધી સેવન ક્રોધનો ઉદય હોય છે. સંજવલન માનના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માનનો ઉપશમ થયો હોતો નથી ત્યાં સુધી સંજવલનમાનનો ઉદય હોય છે. સંજ્વલન માયાના ઉદયે શ્રેણિ માંડનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માયા શાન્ત ન થઈ હોય ત્યાં સુધી સંજ્વલન માયાનો ઉદય હોય છે. અને સંજવલન લોભના ઉદયે શ્રેણિ આરંભનારને
જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી બાદર સંજ્વલન લોભનો ઉદય હોય છે. બાદર લોભને શાંત કરીને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે જાય છે. આવી રીતે અંતરકરણ ઉપરની અપેક્ષાએ સમાન સ્થિતિવાળું છે, અને અધોભાગની અપેક્ષાએ ઉક્તન્યાયે વિષમસ્થિતિવાળું છે. ૬૧
अंतरकरणेण समं ठितिखंडगबंधगद्धनिष्फत्ति । अंतरकरणाणंतरसमए जायंति सत्त इमे ॥२॥ अंतरकरणेन समं स्थितिखण्डबंधकाद्धानिष्पत्तिः ।
अंतरकरणानन्तरसमये जायन्ते सप्त इमे ॥१२॥ અર્થ—અંતરકરણની સાથે જ સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધની નિષ્પત્તિ થાય છે. અંતરકરણના અનંતર સમયે આ સાત પદાર્થો શરૂ થાય છે.
ટીકાન–અંતરકરણની સાથે જ સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધની નિષ્પત્તિ-પૂર્ણતા થાય છે. એટલે કે જેટલા કાળમાં એક સ્થિતિખંડનો ઘાત કરે છે અથવા અપૂર્વ સ્થિતિબંધ કરે છે તેટલા જ કાળમાં અંતરકરણક્રિયા–નાની અને મોટી સ્થિતિ વચ્ચે અંતર્મુહૂર્ત કાળમાં ભોગવાય તેટલાં દલિકોને ત્યાંથી ખસેડી શુદ્ધ ભૂમિકા કરવાની ક્રિયા પૂર્ણ કરે છે. આ ત્રણે સાથે આરંભે છે અને સાથે જ પૂર્ણ કરે છે. સ્થિતિઘાત જેટલો જ કાળ હોવાથી અંતરકરણ ક્રિયા કાળમાં હજારોવાર રસઘાત થાય છે.
અંતરકરણમાંનાં દલિતોને નાખવાનો ક્રમ આ પ્રમાણે છે–
જે કર્મનો તે વખતે બંધ અને ઉદય બંને હોય છે તેના અંતરકરણનાં દલિકો પ્રથમ સ્થિતિ અને દ્વિતીય સ્થિતિ એમ બંનેમાં નાખે છે. એટલે કે કેટલાંક દલિકોને પ્રથમ સ્થિતિ સાથે ભોગવાય તેવાં અને કેટલાંકને દ્વિતીય સ્થિતિ સાથે ભોગવાય તેવાં કરે છે. જેમ પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર પુરુષવેદનાં દલિતોને બંને સ્થિતિમાં નાખે છે. જે કર્મનો કેવળ ઉદય હોય છે પણ બંધ નથી હોતો તેના અંતરકરણનાં દલિકો પ્રથમ સ્થિતિમાં જ નાખે છે. જેમ સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ આરંભનાર સ્ત્રીવેદના દલિકને પ્રથમ સ્થિતિમાં નાખે છે. જે કર્મનો તે વખતે કેવળ બંધ હોય છે પણ ઉદય નથી હોતો તેના અંતરકરણ સંબંધી દલિકોને દ્વિતીય સ્થિતિમાં જ નાખે છે, પણ પ્રથમ સ્થિતિમાં નાખતો નથી. જેમ સંજવલન ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર માનાદિના