Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૮૪
પંચસંગ્રહ-૨
संजमघाईण तओ अंतरमुदओ उ जाण दोण्हं तु । वेयकसायण्णयरे सोदयतुल्ला उ पढमट्टिई ॥६०॥ संयमघातिनीनां ततोऽन्तरं उदयस्तु ययोईयोस्तु ।
वेदकषायान्यतरयोः स्वोदयतुल्या च प्रथमस्थितिः ॥१०॥ અર્થ–ત્યારપછી સંયમઘાતિ પ્રકૃતિઓનું અંતરકરણ થાય છે. વેદ અને કષાય એ બેમાંથી જેનો ઉદય હોય તેની પ્રથમસ્થિતિ સ્વોદય તુલ્ય છે.
ટીકાનુવર્તીતરાયકર્મનો દેશઘાતિ રસ થયા પછી સંખ્યાતા હજાર સ્થિતિબંધો થઈ ગયા પછી ચારિત્રનો ઘાત કરનારી અનંતાનુબંધી વર્જીને બાર કષાય અને નવ નોકષાય સર્વ મળી એકવીસ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. તેમાં સંજ્વલનના ચાર કષાયોમાંથી કોઈપણ એકનો
૧. અહીં બાર કષાય અને નવ નોકષાય એમ ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે એમ કહ્યું છે. આ જ સ્થળે કર્મપ્રકૃતિના ઉપશમના કરણમાં પણ એમ જ કહ્યું છે. અંતરકરણ એટલે ઉપશમ ભાવનું સમ્યક્ત કે ચારિત્ર જેટલો કાળ રહેવાનું હોય લગભગ તેટલા કાળમાં ભોગવાય તેટલાં દલિકોને ત્યાંથી તદ્દન દૂર કરી તેટલી (અંતર્મુહૂર્ત પ્રમાણ) ભૂમિકા સાફ કરવી તે.
હવે અહીં શંકા થાય છે–આ અંતરકરણ ક્રિયા એટલે કે અંતર્મુહૂર્તમાં ભોગવાય તેટલાં દલિકો દૂર કરી તેટલી ભૂમિ સાફ કરવાની ક્રિયા એકવીસે પ્રકૃતિની સાથે જ થાય છે કે ક્રમપૂર્વક ? જો સાથે જ થાય એટલે કે ૧૯ અનુદયવતી પ્રકૃતિની એક આવલિકા પ્રમાણ સ્થિતિ છોડીને અને ઉદયવતી પ્રકૃતિમાં ઉદય સમયથી આરંભી અંતર્મુહર્ત પ્રમાણ સ્થિતિ છોડીને ત્યારપછીના અંતર્મુહર્તમાં ભોગવાય તેટલાં દલિકો એક સ્થિતિઘાત જેટલા કાળમાં એક સાથે જ દૂર થાય તો એમ થયું કે ૧૯ પ્રકૃતિના આવલિકા ઉપરના અને ઉદયવતી પ્રકૃતિના અંતર્મુહર્ત પ્રમાણે પ્રથમ સ્થિતિ ઉપરના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ભોગવાય તેટલાં દલિકો દૂર થઈ તેટલી ભૂમિકા એકવીસે પ્રકૃતિની એક સાથે સાફ થઈ ગઈ. જો એમ થાય તો જે જે પ્રકૃતિઓની ગુણશ્રેણિઓ ચાલુ છે તેની તેની ગુણશ્રેણિ-દળરચના કેવી રીતે થાય ? તેના ઉત્તરમાં એમ સમજવાનું કે અહી સ્પષ્ટ લખ્યું નથી તોપણ ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ વખતે જેમ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા બાકી રહે ત્યારે ગુણશ્રેણિ બંધ પડે છે, એમ બતાવેલ છે તેમ અહીં પણ અંતરકરણ ક્રિયા કરી જે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક આવલિકા રાખે છે તેઓની તે જ વખતે અને જે ઉદયવતી પ્રવૃતિઓની પ્રથમ સ્થિતિ ઉદયકાળ પ્રમાણ અંતર્મુહૂર્ત રાખે છે, તેઓની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે ગુણશ્રેણિ બંધ પડે છે. અને પ્રથમ ગુણશ્રેણિ દ્વારા અંતરકરણના અમુક ભાગમાં જે દલિક રચના થઈ હતી તે પણ અંતરકરણના દલિકની સાથે જ દૂર થઈ જાય છે. એમ એકવીસે પ્રકૃતિઓની અંતરકરણ કરવાની ક્રિયા એક જ સાથે શરૂ થાય છે અને સમાપ્ત પણ સાથે જ થાય છે.
અહીં કદાચ એવી પણ શંકા થાય કે એકવીસમાંથી ઓગણીસ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક જ આવલિકા હોય છે તેથી ત્યારપછીની અંતરકરણ કરેલ અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાં દલિક હોતાં નથી તો પછી ક્રોધોદયે શ્રેણિ માંડનારને માન, માયા અને લોભ વગેરેનો પછી ક્રમશઃ ઉદય ક્યાંથી થાય ? તેના ઉત્તરમાં એમ સમજવાનું કે અહીં સ્પષ્ટ લખેલ નથી પરંતુ જેમ ક્ષપકશ્રેણિમાં ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધની પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે માન વગેરે ત્રણનું અંતરકરણ થયેલ હોવાથી ત્યાં દલિકો છે જ નહિ છતાં બીજા સ્થિતિમાં રહેલ માનનાં દલિકોને આકર્ષી નીચે લાવી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ભોગવાય તેટલી પ્રથમ સ્થિતિ બનાવી વેદે છે અને માનની પ્રથમ સ્થિતિ એક આવલિકા રહે ત્યારે માયાન અને માયાની પ્રથમસ્થિતિ એક આવલિકા રહે ત્યારે લોભની દ્વિતીય સ્થિતિમાંથી દલિકોને આકર્ષી અંતર્મુહર્ત કાળ પ્રમાણ