Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૮૩
' असंखसमयबद्धाणुदीरणा होइ तंमि कालम्मि । देसघाइरसं तो मणपज्जवअंतरायाणं ॥५८॥
असंख्यसमयबद्धानामुदीरणा भवति तस्मिन् काले ।
देशघातिरसं ततो मनःपर्यवान्तरायाणाम् ॥१८॥ અર્થ તે કાળે અસંખ્ય સમય સુધીના બંધાયેલા કર્મની જ ઉદીરણા થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત થયા પછી મન:પર્યવજ્ઞાનાવરણ અને દાનાંતરાયનો દેશઘાતી રસ બાંધે છે.
ટીકાનુ– જે સમયે સઘળાં કર્મોનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ છે તે સમયે અસંખ્ય સમયનાં બંધાયેલાં કર્મોની જ ઉદીરણા થાય છે (માસો અને વર્ષો પહેલાંનાં બંધાયેલાં કર્મોની નહિ, કારણ કે જે પ્રકૃતિ બંધાય છે તેની સ્થિતિની અપેક્ષાએ સમયાદિ ચૂન સત્તાગત સ્થિતિઓ છે તે જ ઉદીરણાને પ્રાપ્ત થાય છે, બીજી નહિ. કેમ કે લાંબા કાળની બંધાયેલી સ્થિતિઓ લગભગ ક્ષય થઈ ગયેલી હોય છે, માટે જ અસંખ્ય સમયનાં બંધાયેલાં કર્મોની જ તે વખતે ઉદીરણા થાય છે એમ કહ્યું છે. ત્યારપછી હજારો સ્થિતિબંધો થયા બાદ મન:પર્યવજ્ઞાનાવરણ અને દાનાંતરાયનો દેશવાતિ રસ બંધાય છે. ૫૮
लाहोहीणं पच्छा भोगअचक्खुसुयाण. तो चक्खु । परिभोगमइणं तो विरियस्स असेढिगा घाई ॥५९॥
लाभावधीनां पश्चात् भोगाचक्षःश्रतानां ततः चक्षुषः ।
परिभोगमत्योः ततः वीर्यस्य अश्रेणिगाः घातिनम् ॥५९॥ અર્થ–પછી લાભાંતરાય, અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણનો દેશઘાતિ રસ બાંધે છે, ત્યારપછી ભોગાંતરાય, અચક્ષુદર્શનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીયનો દેશઘાતિ રસ બાંધે છે, ત્યારપછી ચક્ષુર્દર્શનાવરણીયનો દેશઘાતિ રસ બાંધે છે, ત્યારપછી ઉપભોગાંતરાય અને મતિજ્ઞાનાવરણીયનો દેશઘાતિ રસ બાંધે ત્યારપછી વીર્યંતરાયનો દેશઘાતિ રસ બાંધે છે. શ્રેણિ ઉપર નહિ ચડેલા સઘળા જીવો સર્વઘાતી રસ જ બાંધે છે.
ટીકાનુ–મન:પર્યવજ્ઞાનાવરણ અને દાનાંતરાયનો દેશવાતિ રસ થયા પછી હજારો સ્થિતિબંધ વ્યતીત થયા બાદ લાભાંતરાય, અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીયનો દેશઘાતિ રસ બાંધે છે. ત્યારપછી સંખ્યાતા હજાર સ્થિતિબંધો વ્યતીત થયા બાદ ભોગવંતરાય, અચક્ષુર્દર્શનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીયનો દેશઘાતિ રસ બાંધે છે. ત્યારપછી સંખ્યાતા હજાર સ્થિતિબંધો થઈ ગયા પછી ચક્ષુર્દર્શનાવરણીયનો દેશઘાતિ રસ બાંધે છે. ત્યારપછી હજારો સ્થિતિબંધ થયા પછી ઉપભોગાંતરાય અને મતિજ્ઞાનાવરણીયનો દેશઘાતિ રસ બાંધે છે. ત્યારપછી હજારો સ્થિતિબંધો વ્યતીત થયા પછી વીયતરાયનો દેશઘાતિ રસ બાંધે છે. ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિમાંથી કોઈપણ શ્રેણિ ઉપર નહિ ચડેલા દરેક જીવો ઉપરોક્ત સઘળી કર્મપ્રકૃતિઓનો રસ સર્વઘાતિ જ બાંધે છે. ૫૯