Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૮૧ સ્થિતિની સત્તા અનુક્રમે સંખ્યાતગુણ કહેવી. તે આ પ્રમાણે–નામ અને ગોત્રની સત્તા અલ્પ, તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયકર્મની સંખ્યાતગુણી, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેનાથી મોહનીયની સંખ્યાતગુણ છે.
મોહનીયકર્મનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ જ્યારે થયો ત્યારપછીનો નામ ગોત્રનો અન્ય સ્થિતિબંધ પોતાના પહેલાના બંધથી અસંખ્યાત ગુણ હીન થાય એટલે કે માત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બંધ થાય છે. અહીં સત્તાની અપેક્ષાએ અલ્પબદુત્વ વિચારે છે–નામ અને ગોત્રકર્મની સત્તા અલ્પ, પરસ્પર તુલ્ય, તે કરતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયકર્મની અસંખ્યાત ગુણ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તે કરતાં મોહનીયની સત્તા સંખ્યાતગુણી છે. પપ
एवं तीसाणंपि हु एक्कपहारेण मोहणीयस्स । तीसगअसंखभागो ठितिबंधो संतयं च भवे ॥५६॥
एवं त्रिंशत्कानामपि ह एकप्रहारेण मोहनीयस्य ।
त्रिंशत्कासंख्यभागः स्थितिबन्धः सत्कर्म च भवेत् ॥५६॥ અર્થ એ પ્રમાણે નામ-ગોત્રના ક્રમે ત્રીસ કોડાકોડીની સ્થિતિવાળાં કર્મોનો પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. પછી એકી વારે મોહનીયનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સ્થિતિબંધ થાય છે. તે સ્થિતિબંધ ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાનો અસંખ્યાતમો ભાગ હોય છે. જેમ બંધ તેમ સત્તા પણ થાય છે.
ટીકાનુ-આ પ્રમાણે નામ અને ગોત્રકર્મના ક્રમે-નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ હીન બંધ થયા પછી હજારો સ્થિતિબંધો થઈ ગયા બાદ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયનો સ્થિતિબંધ પોતાના પૂર્વ સ્થિતિબંધથી અસંખ્યાતગુણ હીન થાય છે, એટલે કે તેના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. આ વખતે સત્તાની અપેક્ષાએ અલ્પબદુત્વનો વિચાર કરે છે, તે આ પ્રમાણે—નામ અને ગોત્રકર્મની સત્તા અલ્પ, તેનાથી જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મોની અસંખ્યાતગુણી, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેનાથી મોહનીયની સત્તા અસંખ્યાતગુણી છે. - ત્યારપછી હજારો સ્થિતિબંધ થઈ ગયા બાદ એકી વારે-એકદમ મોહનીયકર્મનો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ બંધ થાય છે. અને તે પણ જ્ઞાનાવરણીયાદિથી અસંખ્યાતગુણહીન થાય છે. અત્યાર સુધી જ્ઞાનાવરણીયાદિ કરતાં મોહનીયનો અસંખ્યાતગુણો બંધ થતો હતો તે હવે મોહનીયથી જ્ઞાનાવરણીયાદિનો અસંખ્યાતગુણો બંધ થાય છે. સત્તામાં પણ આ પ્રમાણે જ ફેરફાર થાય છે. સત્તાની અપેક્ષાએ અલ્પ-બહત્વ આ પ્રમાણે છે–નામ અને
૧. અહીં પહેલાં જ્ઞાનાવરણીયાદિ કરતાં મોહનીયકર્મની સત્તા અને બંધ અસંખ્યયગુણ થયા હતા, હવે પ્રબળ શુદ્ધ અધ્યવસાયના યોગે એકદમ સત્તામાંથી મોટો સ્થિતિઘાત કરી સત્તા ઓછી કરી નાખે છે, તેમજ બંધમાંથી સ્થિતિ ઘટાડી બંધ પણ ઓછો કરે છે, એટલે મોહનીયના બંધ અને સત્તાથી જ્ઞાનાવરણાદિનો બંધ અને સત્તા અસંખ્ય ગુણ થાય છે.
પંચ૦૨-૮૬